જસ્ટિસ જે. બી. પારડીવાલા અને એ.સી. રાવની ખંડપીઠે આરોપીને નીચલી કોર્ટ એટલે ભરૂચ સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી છે. આરોપી દ્વારા સજામાં ફેરફાર માટે વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવીહતી.
આ પહેલા ભરૂચ સેશન્સ કોર્ટના એડીશનલ જજ એચ. એ. દવેએ આરોપી શંભુ પઢીયારને IPCની કલમ 302 હેઠળ ફાંસીની સજા,કલમ 364 હેઠળ 10 વર્ષની સજા અને રૂપિયા 10,000 દંડ તેમજજો દંડના ભરે તો વધુ એક માસની કેદની સજાનો આદેશ કર્યો હતો. બાળકોને જાતીય હિંસામાંથી રક્ષણ આપતા કાયદાની કલમ 6 હેઠળ આરોપીને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી હતી.
સમગ્ર બનાવની વિગત જોઈએ તો, વર્ષ 2016માં જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે રહેતા આરોપી શંભુ પઢીયારે ઘર પાસે રમતા 4 વર્ષના બાળકને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને તળાવ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેની ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.
દરગાહ પાછળની ઝાડીઓમાંથી નગ્ન હાલતમાં લાશ મળી આવતા અને તેના ગાલ પર બચકા ભર્યાના નિશાન પણ સાફ સાફ દેખાતા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.