ETV Bharat / city

પાલનપુર NDPS કેસ: ટ્રાયલમાં વિલંબ દરમિયાન સંજીવ ભટ્ટ જામીન અરજી દાખલ કરશે નહીં તેવો હાઈકોર્ટે લેખિતમાં બાંહેધરી પત્ર માંગ્યો - Former IPS Sanjeev Bhatt

વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટની પાલનપુર ડિસ્ટ્રીકટ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ ટ્રાયલના આદેશને રદ કરી ફિઝિકલ સુનાવણી દરમિયાન કેસ ચલાવવા માટે દાખલ કરાયેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટને ટ્રાયલમાં વિલંબથી આગામી સમયમાં જામીન અરજી દાખલ કરશે નહી તેવો બાંહેધરી પત્ર માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

high-court-
ટ્રાયલમાં વિલંબ દરમિયાન સંજીવ ભટ્ટ જામીન અરજી દાખલ કરશે નહીં તેવો હાઈકોર્ટે લેખિતમાં બાંહેધરી પત્ર માંગ્યો
author img

By

Published : Aug 19, 2020, 10:31 PM IST

અમદાવાદઃ અરજદાર પૂર્વ IPS સંજીવ ભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમના કેસમાં ઘણા પાસાઓ છે અને સુનાવણી લાંબી ચાલતી હોવાથી તેઓ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પોતાની વાત સારી રીતે રજૂ કરી શકશે નહીં, જેથી કરીને કોર્ટ શરૂ થાય ત્યાર પછી ફિઝિકલ સુનાવણી કરવામાં આવે તેવી માગ કરાઇ હતી.

ટ્રાયલમાં વિલંબ દરમિયાન સંજીવ ભટ્ટ જામીન અરજી દાખલ કરશે નહીં તેવો હાઈકોર્ટે લેખિતમાં બાંહેધરી પત્ર માંગ્યો

ગુજરાત હાઇકોર્ટ સંજીવ ભટ્ટની માંગ કરતી અરજી પર તેમના પાસેથી લેખિતમાં બાંહેધરી પત્ર માંગ્યો છે, જેમાં ટ્રાયલમાં વિલંબ થતા આગામી સમયમાં જામીન અરજી દાખલ કરશે નહીં, તેવી સ્પષ્ટતા માંગવામાં આવી છે.

સંજીવ ભટ્ટની અરજી સામે રાજ્ય સરકારે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, અરજદાર કેસની ટ્રાયલમાં વિલંબ કરવા માટે આ રણનીતિ રમી રહ્યા છે અને ટ્રાયલમાં વિલંબનો લાભ લઇ ફરીવાર જામીન અરજી દાખલ કરશે. વર્ષ 1996ના કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેસની તપાસ CID ક્રાઇમને સોંપ્યા બાદ જેમાં સુમેરસિંહ રાજપૂત પર 1.5 કિલો અફીણ રાખવાના કેસમાં સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.