અમદાવાદઃ એડવોકેટ અમિત પંચાલ તરફથી હાઇકોર્ટમાં દાખલ કરેલી હસ્તક્ષેપ અરજીમાં બે માંગણીઓ કરવામાં આવી છે. આ માગણીમાં કાર્યવાહીમાં કોર્ટને મદદ કરવા અને તેમના દ્વારા જે મટીરીયલ પૂરું પાડવામાં આવ્યું છે તેને રેકોર્ડ પર લેવામાં આવે. જો કે, કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટની હાઈપાવર કમિટીના આધારે હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાનું વકીલ તરફે સિનિયર પદ ખેંચી લેતા તેમણે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ બિન-શરતી માફી માંગી લીધી છે. યતિન ઓઝાએ કોર્ટને કહ્યું કે, તેમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, યતીન ઓઝા દ્વારા આક્ષેપ માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો એ યોગ્ય નથી. યતીન ઓઝા એ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દે માફી માંગી લીધી છે. જો કે, કોર્ટે કહ્યું કે વરિષ્ઠ વકીલ જ આવું વર્તન કરશે તો જુનિયરઓમાં સંદેશો જશે.
સરકારી વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, યતીન ઓઝા અગાઉ પણ આ પ્રકારની માફી માંગી ચૂક્યો છે અને વારંવાર આ પ્રકારની ભૂલ કરે છે. સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને હાઇકોર્ટ સમક્ષ ફરીવાર માફીનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાના માફીનામાને ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય લેવાનો ગુજરાત હાઈકોર્ટને આદેશ કર્યો હતો.
યતીન ઓઝા તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, વકીલોની પીડાને લીધે તેઓ ભાવનાત્મક થઈ આવું બોલી ગયા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાવના બીજા સ્વરૂપમાં પણ વર્ણવી શકાય છે.
ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ યતીન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટના તેમના સિનિયર વકીલ તરીકેના પદને પરત ખેંચવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે યતીન ઓઝાના વર્તનની ગંભીર નોંધ લેતા કહ્યું કે, માત્ર માફી પત્રથી કામ ચલાવી લેવાશે નહીં, તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે અને તેના આધારેે 32 વર્ષથી વધુ વકીલાતનો અનુભવ ધરાવતા યતિન ઓઝનું સિનિયર પદ પરત ખેંચી લેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં યતીન ઓઝા તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમણે જે ટિપ્પણી કરી છે એ ન્યાયપાલિકા કે ન્યાયાધીશ વિરુદ્ધ નહીં પરંતુ રજીસ્ટ્રીની કામગીરી અને તેમાં થતા ભ્રષ્ટાચાર વિશે કરી છે. નોંધનીય છે કે, આ અંગે યતિન ઓઝાએ પાંચમી જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રજીસ્ટરની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
યતીન ઓઝાના આક્ષેપો બાદ ગુજરાત હાઇકોર્ટની કમિટીએ આ અંગેની તપાસ કરાવી હતી. જેમાં તેમના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા હતા. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનું ફગાવ્યું હતું.
યતિન ઓઝાએ પાંચમી જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેસની લિસ્ટિંગ મુદ્દે આક્ષેપ કર્યો હતો કે, ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારથી મેટર લિસ્ટ કરવામાં આવે છે.