ETV Bharat / city

ભરૂચ કેમિકલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યાં - ગુજરાત હાઈકોર્ટ

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમમાં કેમિકલ ફેકટરીમાં થયેલા બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં મોતને ભેટ્યાં હતાં તેવી જ રીતે કર્મચારીઓની બેદરકારીને લીધે ભરૂચના લાખી ગામે આવેલી કેમિકલ ફેકટરીમાં ઝેરી કેમિકલ ભળી જવાના કારણે 10 કર્મચારીઓના મોત કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા છે. હાઈકોર્ટે નોંધ્યું કે આરોપી અને તેની કંપનીને સ્થિતિની જાણ હોવા છતાં 24 કલાક સુધી તેના પર કાબૂ મેળવવાનો કોઈ જ પ્રયાસ કર્યો નહીં અને પરિણામે બ્લાસ્ટ થયો.

ભરૂચ કેમિકલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યાં

author img

By

Published : Aug 12, 2020, 4:01 PM IST

અમદાવાદઃ હાઈકોર્ટે નોંધ્યું કે કંપનીના માલિક અને અન્ય કર્મચારીઓની માનવીય ભૂલના કારણે બે ઝેરી કેમિકલ DMS અને નૈટ્રિક એસિડ એકબીજાની ટેન્કરમાંથી ભળી ગયા હોવાથી બ્લાસ્ટ અથવા કેમિકલ રિએક્શન થઈ શકે છે તેવું જાણતાં હોવા છતાં 24 કલાક સુધી તેને ન્યુટરલ કે અટકાવવા માટે કોઈ પગલાં ન લેતાં બ્લાસ્ટ થયો જેમાં 10 લોકોના મોત નિપજ્યાં. જેથી આ ગુનામાં અરજદાર આરોપી અટલબિહારી મંડલની બેદરકારીને લીધે તેને આગોતરા જામીન આપી શકાય નહીં.

ભરૂચ કેમિકલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યાં
ભરૂચ કેમિકલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યાં
અરજદાર-આરોપીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કેમિકલ બ્લાસ્ટ માનવીય ભૂલના કારણે થયો છે અને આરોપી કંપનીમાં અધિકારીની પોસ્ટ ધરાવે છે અને તેનો માલિક નથી. જેથી તેને આગોતરા જામીન આપવામાં આવે. જોકે હાઇકોર્ટે આરોપી કર્મચારીની બેદરકારીને ધ્યાનમાં રાખીને આગોતરા જામીન ફગાવી દીધાં છે.

ભરૂચના લાખી ગામે આવેલી યશસ્વી રાયસન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં માનવીય ભૂલના કારણે બે ઝેરી કેમિકલ ભળી જતાં અને આ અંગેની કંપનીના માલિક અને અન્ય કેટલાક કર્મચારીઓને જ્ઞાન હોવા છતાં તેમણે કેમિકલને ન્યુટરલ કરવા માટે 24 કલાક સુધી કોઈ યોગ્ય પગલાં ન લેતાં 3 જૂનના રોજ કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થતાં 10 કર્મચારીઓના મોત નિપજ્યાં હતાં જ્યારે 77 લોકો ઘવાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.