અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે આ સમગ્ર બનાવને ધૃણાસ્પદ ગણાવ્યો હતો. વડોદરા સ્થિત કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાાર્થી સુયા સહાય દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં કારનો વાઈરલ વીડિયોના આધારે દાખલ કરી હતી. કોઈ વાહનને તેની કારને ઓવરટેક કરતાં આરોપી સૂરજ કહારની એક યુવક સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારપછી હત્યાના ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે કે આરોપી સૂરજ કહારે સિનિયર પોલીસ અધિકારી પાસેથી મૃતકની માતાને સેટલમેન્ટ કરવા દબાણ ઉભું કરાયું હતું. હાઈકોર્ટે મૃતકના પરિવારજનોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય અને ધમકી ન મળે એ મુદ્દે રાજ્ય સરકારને પગલાં લેવાના આદેશ કર્યો હતો.