ETV Bharat / city

આશ્ચર્યજનક કિસ્સો : 10 રૂપિયાનું 8 ટકા વ્યાજ ચૂકવવા હાઇકોર્ટે એક ફેક્ટરીને કર્યો આદેશ - અમદાવાદ હાઇકોર્ટ

અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીએ એક ગ્રાહક પાસેથી કહ્યા વગર કેરીબેગના વધું 10 રૂપિયા ચાર્જ લેતા ગ્રાહકે હાઇકોર્ટ ( Gujarat High Court )માં ફરિયાદ કરી હતી. આ બાદ, કોર્ટે ફેક્ટરીને કેરીબેગ ( Carry Bag )ના 10 રૂપિયાના 8 ટકાના વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત, ફરિયાદીને થયેલા માનસિક ત્રાસ પેટે પણ રૂપિયા 1,000 અને ફરિયાદીને થયેલા 500 રૂપિયા ખર્ચ પેટે પણ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો.

High Court ordered a factory to pay 8 percent interest of Rs 10 of carry bag
10 રૂપિયાનું 8 ટકા વ્યાજ ચૂકવવા હાઇકોર્ટે એક ફેક્ટરીને કર્યો આદેશ
author img

By

Published : Jul 6, 2021, 10:42 PM IST

  • ગ્રાહકે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી
  • ખરીદી પર કેરીબેગના 10 રૂપિયાનો ચાર્જ લેતા હાઇકોર્ટે દંડ ફટકાર્યો
  • કેરીબેગના 10 રૂપિયા ફરિયાદ કર્યા તારીખથી 8 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ

અમદાવાદ: હાઇકોર્ટમાં એવો કિસ્સો સામે આવ્યો છે કે, આજ દિન સુધી ન તો તમે સાંભળ્યો હશે કે ન તો જોયો હશે. આપને જણાવી દઈએ કે શ્યામલ વિસ્તાર ખાતે આવેલી બ્રાન્ડ ફેક્ટરીએ જાહેરાત કરવા માટે અલગ અલગ તમામ શાખાઓના નામ લખેલી કેરીબેગ 10-10 રૂપિયા આપવામાં આવે છે. તેને લઈને એક ગ્રાહક સામનની ખરીદી કરતા વધુના 10 રૂપિયા કેરીબેગ ( Carry Bag )ના રૂપિયા જાણ બહાર વસુલ કર્યાં હતા. આથી, હાઇકોર્ટ ( Gujarat High Court ) માં ફરિયાદ કરવામાં આવતા કોર્ટે કંપની વિરુદ્ધ કેરીબેગના 10ના 8 ટકા લેખે દંડ ચૂકવવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત, ફરિયાદીને થયેલા માનસિક ત્રાસ પેટે પણ રૂપિયા 1,000 અને ફરિયાદીને થયેલા 500 રૂપિયા ખર્ચ પેટે પણ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો.

High Court ordered a factory to pay 8 percent interest of Rs 10 of carry bag
10 રૂપિયાનું 8 ટકા વ્યાજ ચૂકવવા હાઇકોર્ટે એક ફેક્ટરીને કર્યો આદેશ

આ પણ વાંચો: સાબરકાંઠાના ગાંધીપુરામાં અચરજ પમાડે તેવો કિસ્સો આવ્યો સામે, વાંચો આ અહેવાલમાં

કેરીબેગના 10 રૂપિયાનો ચાર્જ લેતા હાઇકોર્ટમાં ફરિયાદ

શ્યામલ વિસ્તાર ખાતે આવેલી બ્રાન્ડ ફેક્ટરીએ જાહેરાત કરવા માટે અલગ અલગ તમામ શાખાઓના નામ લખેલી કેરીબેગના 10 રૂપિયા વધુ ચાર્જ લેતા એક ગ્રાહકે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરતા મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મહત્વનું છે કે, ફરિયાદી મૌલિન પંકજ ફળિયાને શ્યામલ ખાતે આવેલી બ્રાન્ડ ફેક્ટરીમાંથી રૂપિયા 2486.92ની ખરીદી કરતા વધુના 10 રૂપિયા કેરીબેગના જાણ બહાર વસુલ કરતા કોર્ટે દંડ ફટકાર્યો છે.

ગ્રાહક પાસેથી જાહેરાતવાળી કેરીબેગના વધુ 10 રૂપિયા ચાર્જ વસુલ્યો

વેપારીએ ગ્રાહક પાસેથી કેરીબેગના વધુના 10 રૂપિયા ચાર્જ વસૂલ કરાતા ગ્રાહકે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. વેપારીએ કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ પેપરબેક ખરીદવા માટે ગ્રાહકોને મજબૂર કરતા નથી પરંતુ, ગ્રાહકોની સગવડ માટે આ બેગ આપવામાં આવે છે. વધુમાં તેમણે દલીલ કરી હતી કે, લોકો ઘરેથી બેગ લાવે અને પર્યાવરણનો બગાડ ન થાય તે માટે તેઓ વધુના 10 રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. આ ઉપરાંત, ભારતના બંધારણ આર્ટીકલ 301ની અંતર્ગત મુક્ત વેપાર અને વાણિજ્યની જોગવાઈ છે, તે અંગે પણ રજૂઆત કરી હતી. કોર્ટે આ તમામ દલીલ વ્યાજબી ન ગણતા વેપારી સામે દંડ માટેનો આદેશ બહાર પાડ્યો હતો.

આ પણ વાંચો: NDPSના કેદીઓને ટેલિફોનની સુવિધા પૂરી પાડવામાં ન આવતી હોવાને લઇ કોર્ટમાં અરજી

ફરિયાદીને માનસિક ત્રાસ આપવા બદલ 1,000 રૂપિયા ચૂકવવા કોર્ટે કર્યો આદેશ

ઉલ્લેખનીય છે કે, કોર્ટે ફરિયાદીની ફરિયાદ અંશતઃ મંજૂર કરી હતી. વેપારીએ ફરિયાદી પાસેથી વધારાના ખોટી રીતે લીધેલા કેરીબેગના રૂપિયા 10 ફરિયાદ કર્યા તારીખથી 8 ટકાના વ્યાજ સાથે આદેશ મળ્યાની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત, ફરિયાદીને થયેલા માનસિક ત્રાસ પેટે પણ રૂપિયા 1,000 હુકમ મળ્યાની તારીખથી 20 દિવસમાં ચૂકવી આપવા કોર્ટે આદેશ કર્યો છે. તેમજ ફરિયાદીને થયેલા 500 રૂપિયા ખર્ચ પેટે પણ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.