- બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના કોંગ્રેસના 14 ફોર્મ રદ્દ કરાયા
- Hc એ ચૂંટણીપંચને પાઠવી નોટિસ
- વધુ સુનવણી 20 ફેબ્રુઆરીએ હાથધરવામાં આવશે
અમદાવાદઃ બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 14 કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવા મામલે ગુજરાત હાઇકોર્ટે ચૂંટણીપંચને નોટિસ પાઠવી હતી. તેમજ 19 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવાનો હુકમ કર્યો છે.
ફોર્મમાં મેન્ડેટની સહી ન હતી
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણણીમાં 13 તારીખે ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં સ્ક્રૂટિની દરમિયાન કે, વ્યક્તિગત મેન્ડેટ સમયે કોઈ ક્ષતિ મળી ન હતી પરંતુ રીટર્નીગ ઓફિસરે રૂલ 12 અને રૂલ 15ની કોઈ પણ ઈન્કવાયરી કર્યા વિના 15મી ફેબ્રુઆરીએ સ્ક્રૂટિનીનો સમય પૂરો થતા સાંજે 7 વાગે ફોર્મમાં મેન્ડેટની સહી ન હોવાનું જણાવ્યું હતું.
ઉમેદવારોએ ટેક્નિકલ ખામી હોવાની કરી હતી વાત
જો કે, ઉમેદવારોએ ટેક્નિકલ ખામી હોવાની વાત કરતા 15મી ફેબ્રુઆરીએ રીટર્નીગ ઓફિસરે ફોર્મ સ્વીકારવાની બાંહેધરી આપી હતી પરંતુ તેમ રજૂવાતનો સમય આપવા વિના રીટર્નીગ ઓફિસરે ફોર્મ રદ કર્યા હોવાનો અરજદારોના એડવોકેટે જણાવ્યું હતું. જો કે, અરજદારોની અપીલની સુનવણીમાં ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે તેમજ, 19 ફેબ્રુઆરીએ જવાબ પાઠવવાનો ઓર્ડર કર્યો છે. વધુમાં આગામી 20 ફેબ્રુઆરીએ હાઇકોર્ટ સુનવણી કરશે.