ETV Bharat / city

મેટર લિસ્ટિંગ માટે લાંચ માંગનાર સામે હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખે ઉપવાસની ચીમકી આપી - કોરોના વાઇરસ

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને લખેલા પત્રમાં મેટર લિસ્ટિંગ મુદ્દે રજીસ્ટ્રીના કેટલાક અધિકારી લાંચ માંગતા હોવાના આક્ષેપ કર્યો છે. યતિન ઓઝાએ કહ્યું કે, જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો 11મી જૂનથી હાઈકોર્ટના ગેટ નંબર-2 બહાર મરણોપ્રાંત ઉપવાસ કરવામાં આવશે.

high-court-bar-association
બાર. એસસોશિયેશનના પ્રમુખે ઉપવાસની ચીમકી આપી
author img

By

Published : Jun 9, 2020, 11:02 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને લખેલા પત્રમાં મેટર લિસ્ટિંગ મુદ્દે રજીસ્ટ્રીના કેટલાક અધિકારી લાંચ માંગતા હોવાના આક્ષેપ કર્યો છે. યતિન ઓઝાએ કહ્યું કે, જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો 11મી જૂનથી હાઈકોર્ટના ગેટ નંબર-2 બહાર મરણોપ્રાંત ઉપવાસ કરવામાં આવશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝા સામે ગુજરાત હાઈકોર્ટે ક્રિમિનલ કન્ટેમ્પટ અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં જજોના રોસ્ટરમાં કેસ લિસ્ટ કરવા મુદ્દે રજિસ્ટ્રીની કામગીરી પર પ્રશ્નો ઉભા કરતા ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત જસ્ટિસ વિક્રમનાથને પત્ર લખી વકીલોને મેટર લિસ્ટ કરરાવવામાં આવતી હાલાકી મુદ્દે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરફે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત જસ્ટિસ વિક્રમનાથને લખાયેલા પત્રમાં રજૂઆત કરી છે કે, રજીસ્ટ્રી દ્વારા કેટલાક વકીલોની મેટર 10થી 12 દિવસ બાદ પણ જજના રોસ્ટરમાં લિસ્ટ કરવામાં આવી નથી. જ્યારે કેટલાક વકીલ કે જેમના અસીલ વગરદાર અને પૈસાદાર છે, તેમની મેટર તરત જ રજીસ્ટ્રી દ્વારા લિસ્ટ કરવામાં આવે છે. એવો આક્ષેપ થયો હતો.

યતિન ઓઝાએ રજૂઆત કરી છે કે, 100 જેટલા વકીલોએ તેમને આ અંગેની ફરિયાદ કરતા આજે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. યતિન ઓઝાએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ કચેરીઓ ખોલી દેવામાં આવી છે, ત્યારે હાઈકોર્ટમાં પણ ફિઝિકલ સુનાવણી કરવામાં આવી જોઈએ. 64 ટકા વકીલોએ હાઇકોર્ટ ફિઝિકલ શરૂ કરવાના પક્ષમાં મત આપ્યો છે. હાલ બેરોજગરીને લીધે ઘણા વકીલો સંઘર્ષ કરી રહ્યાં છે.

પાછલા 26 વર્ષથી ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ વર્ચુઅલ સુનાવણીને લીધે કેટલાક વકીલની મેટરને લિસ્ટ થવામાં પડતી હાલાકી અને વકીલોની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, રાજીનામાનો સ્વીકાર ન થતા પ્રમુખ તરીકે જારી રહ્યાં છે.

ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના વર્ષ 1994થી સતત 17 વખત ચૂંટાઈ આવેલા પ્રમુખ યતિન ઓઝાએ પત્રમાં જણાવ્યું હતું કે, વર્ચુઅલ સુનાવણીને લીધે કેટલાક વકીલોની મેટર ઘણા દિવસથી કોર્ટ સમક્ષ લિસ્ટ થતી નથી, જ્યારે ઘણા વકીલોની મેટર બે દિવસમાં જ લિસ્ટ થઈ જાય છે. લૉકડાઉનને લીધે વકીલોની વર્તમાન સ્થિતિ વિશે વાતચીત કરતા જણાવ્યું કે, મેં હાલમાં જ ખાવવા માટે ઓન-લાઈન ઓર્ડર મંગાવ્યો ત્યારે બેરોજગારીને લીધે એક વકીલ ફુડ ડિલિવરીની નોકરી કરતો જોઈ મને લાગી આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 64 ટકા વકીલ જો કોર્ટમાં સુનાવણી અંગે સહમતિ દર્શાવતા હોય અને તેમ છતાં પરવાનગી ન આપવામાં આવે તો વકીલો ચેમ્બરમાં રહીને સુનાવણીની પરવાનગી માંગી હતી, જોકે એ પણ ફગાવી દેવાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.