અમદાવાદ: હાઈકોર્ટે આપેલા મહત્ત્વના આદેશમાં સોલા સિવિલ હોસ્પિટલની ડૉક્ટરોની પેનલની રિપોર્ટના આધારે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, પીડિતા શોક અને ટ્રોમાંમાંથી પસાર થઇ રહી છે, ત્યારે તેનો ગર્ભપાત સાવચેતી સાથે કરવામાં આવે. ગયા વર્ષે ડિસેમ્બર 2019માં પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
પીડિતાના હિતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટના નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટ ડૉક્ટરની ટીમને વહેલી તકે ગર્ભપાત કરવાની આદેશ કર્યો છે. ગર્ભપાત બાદ પીડિતાને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય, તેની પણ દેખરેખ રાખવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે.
હાઈકોર્ટે ગર્ભમાંથી બાળકના DNA સેમ્પલ લેવાનો આદેશ કર્યો છે. જેથી આરોપી સામેના કેસમાં કોર્ટને મદદરૂપ થઈ શકે. હાઈકોર્ટે ડૉક્ટરની ટીમને પીડિતા સાથે વાતચીત કર્યા બાદ યોગ્ય રીતે ગર્ભપાત કરવાનો આદેશ કર્યો છે.