- 24x7 દર્દીના સ્વજનોની સેવામાં કાર્યરત હેલ્પલાઇન નંબર
- દર્દીના સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે
- દર્દીના સ્વજનો આ હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકશે
અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ મેડિસિટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસિટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે.
આ પણ વાંચો: આત્મહત્યા રોકવા સુરત ગ્રામ્ય પોલીસની પહેલ, શરૂ કર્યો એન્ટી સ્યુસાઇડ હેલ્પલાઇન નંબર
આ પણ વાંચો: માનસિક તાણ અનુભવતા લોકો માટે કોર્પોરેશને જાહેર કર્યો નવો હેલ્પલાઇન 14499 નંબર
તમામ નંબર 24x7 કાર્યરત
ઉપરોક્ત, તમામ નંબર 24x7 કાર્યરત છે. આ નંબર પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. આમ, સિવિલ મેડિસિટીના વહીવટીતંત્રએ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.