અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ
- 5 જુલાઇએ છત્તીસગઢમાં સક્રિય થનારા લો-પ્રેશરને કારણે પડી શકે છે વરસાદ
- 6 થી 8 જૂલાઇ દરમિયાન પડી શેકે છે વરસાદ
અમદાવાદઃ રાજયમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સમયથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જો કે અમદાવાદ શહેરમાં થોડાક દિવસો પહેલા વરસાદના અમી છાંટા પડ્યા હતા, જેથી વતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
અમદાવાદ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો.DB દુબેએ જણાવ્યું કે, જિલ્લામાં વરસાદ માટે લોકોએ હજુ ચારથી પાંચ દિવસ રાહ જોવી પડશે. હાલમાં સમગ્ર દેશમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી જિલ્લામાં વરસાદ પડતો નથી જેથી ચોમાસું હજું જામ્યું નથી. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે.
ત્યારે હવામાન ખાતાએ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે સરકારી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખરાબ હવામાનથી સર્જાનાર પરિસ્થિતિની તૈયારી કરવી પડે.