ETV Bharat / city

Gujarat Rain Update : રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, હજી પણ વરસાદની આગાહી...

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી (Heavy Rain in Gujarat) રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે પણ (Meteorological Department Rain Forecast) ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આવો જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.

Gujarat Rain Update : રાજ્યમાં મેઘરાજાની ક્યાં કેવી બેટિંગ જાણો

author img

By

Published : Jul 8, 2022, 10:55 AM IST

Updated : Jul 8, 2022, 3:42 PM IST

અમદાવાદઃ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન (Heavy Rain in Gujarat) થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વલસાડ, નવસારી, સાબરકાંઠા, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે (Meteorological Department Rain Forecast) 10 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં મેઘરાજાની ક્યાં કેવી બેટિંગ જાણો

રાજકોટમાં વરસાદી માહોલ : રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા તેમજ પોરબંદર તાલુકાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. તંત્ર દ્વારા નદી કાંઠાના 37 (Moonsoon Gujarat 2022) જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Gujarat Rain Update : રાજ્યમાં મેઘરાજાની ક્યાં કેવી બેટિંગ જાણો

આ પણ વાંચો : Rain in Navsari : રેડ એલર્ટને પગલે NDRFની ટીમ તૈનાત

વલસાડમાં વરસાદી માહોલ : વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજે 6 થી સવારે 6 સુધીમાં 30 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે ઉમરગામ 2 ઇંચ, કપરાડા 8 ઇંચ, ધરમપુર 5 ઇંચ, પારડી 5 ઇંચ, વલસાડ 4 ઇંચ, વાપી 6 ઇંચ જિલ્લામાં 6 તાલુકામાં મળી કુલ 30 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ હજી પણ વલસાડના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મધુબન ડેમ માંથી 21,934 ક્યુસેક પાણી છોડાયુ 6 દરવાજા 1 મીટર સુધી ખોલાયા છે.

નવસારીમાં વરસાદી માહોલ : નવસારી જિલ્લામાં મેઘાની અણનમ બેટીંગ (Gujarat Rain Update) જોવા મળી રહી છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીના 10 કલાકના વરસાદના આંકડા વરસાદની વાત કરીએ તો, નવસારી 09 મિમી, જલાલપોર 01 મિમી, ગણદેવી 13 મિમી, ચીખલી 21 મિમી, ખેરગામ 50 મિમી અને વાંસદા 21 મિમી નોધાયો છે.

સાબરકાંઠામાં વરસાદી માહોલ : સાબરકાંઠામાં છેલ્લા 24 માં સાર્વત્રિક વરસાદ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો, ઇડર 3 ઇંચ, વડાલી બે ઇંચ, ખેડબ્રહ્મા અડધો ઇંચ, પ્રાંતિજ અડધો ઇંચ, વિજયનગર એક ઇંચ અને હિંમતનગર અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Rain in Navsari : નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર

ભાવનગરમાં વરસાદી માહોલ : ભાવનગર શહેરમાં 7 જુલાઈના રોજ સવારથી મેઘરાજાની પધરામણી થઈ ગઈ હતી. શહેરના કેટલાક વિસ્તાઓમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. આ સાથે જિલ્લામાં જોઈએ તો સાંજના 6 કલાક સુધીમાં તળાજા 66 મીમી,મહુવા 65 મીમી, સિહોર 63 મીમી,વલભીપુર 41 મીમી, પાલીતાણા 36 મીમી, ગારીયાધાર 21 મીમી અને ઉમરાળા 16 મીમી વરસાદ નોંધાયો હતો. 10 તાલુકામાંથી 7 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ થયો છે. અડધો ઇંચથી લઈને અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

વાપીમાં વરસાદી માહોલ : હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મેઘરાજાએ પણ આ આગાહી પાળી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં સરેરાશ અઢી ઇંચથી 10 ઇંચ વરસાદ થયો છે. જિલ્લાના નદી-નાળા છલકાયા છે. સર્વત્ર મેઘાવી માહોલ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મધુબન ડેમમાંથી દમણગંગા નંદીમાં નવા નીર આવ્યા છે. જનજીવન પ્રભાવિત થયું છે.

વડોદરામાં વરસાદી માહોલ : સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે વહેલી સવારથી જ વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વરસાદમાં જ પાલિકા તંત્રની કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. વડોદરા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી યોગ્ય ના થઇ હોવાના કારણે વોટરલોગીનની સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે જેથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

ઉપલેટામાં વરસાદી માહોલ : રાજકોટ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે જેમાં ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ પડતા ઉપલેટા અને ધોરાજીમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને આ વિસ્તારોના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને જીવાદોરી સમાજ ડેમોમાં પણ નવા નીરની આવક થઇ છે. ઉપલેટામાં આ સીઝનનો કુલ 226મીમી અને ધોરાજીમાં 176 મીમી વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં વરસાદી માહોલ : જિલ્લામાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોટાભાગના તમામ તાલુકાઓમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સારા વરસાદથી હાલ ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે, ત્યારે જિલ્લામાં અત્યારે સૌથી વધુ વરસાદ દિયોદર તાલુકામાં પડ્યો છે જેના કારણે ચારે બાજુ વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતાની સાથે જ લોકોએ અવર-જવર કરવી પણ મુશ્કેલી બની હતી 10 ઇંચ જેટલા વરસાદથી દિયોદરમાં મોટાભાગના તમામ નાળાઓ વરસાદથી ભરાઈ ગયા હતા.જેના કારણે નદી જેવા દ્રશ્યો શહેરી વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ તરફ આ વર્ષે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે દિયોદર શહેરી વિસ્તારના લોકોએ ગરમીમાંથી પણ રાહત મેળવી હતી.

Last Updated : Jul 8, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.