ETV Bharat / city

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આ જિલ્લામાં જોવા મળ્યો અદભૂત નજારો - હવામાન વિભાગ વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી (Heavy Rain in Gujarat) રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે પણ (Meteorological Department Rain Forecast) ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આવો જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આ જિલ્લામાં જોવા મળ્યો અદભૂત નજારો

author img

By

Published : Jul 7, 2022, 11:25 AM IST

Updated : Jul 7, 2022, 1:24 PM IST

અમદાવાદઃ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન (Heavy Rain in Gujarat) થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દ્વારકા, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે (Meteorological Department Rain Forecast) 10 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

  • i) Isolated very heavy rainfall very likely over Gujarat region on 06th, 07th, 09th & 10th; North Interior Karnataka and Kerala & Mahe on 06th; Saurashtra & Kutch on 06th, 07th & 10th; Madhya Maharashtra on 10th; Coastal Karnataka on 07th & 08th; pic.twitter.com/o4G9JAK3D0

    — India Meteorological Department (@Indiametdept) July 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દ્વારકામાં વરસાદની સ્થિતિ - અહીં કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પડ્યો (Heavy Rain in Dwarka) હતો. તેના કારણે સૂર્યાવદર, રાવલ વિસ્તારોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે વાવણી કરેલા ખેતરો પાણીમાં ભરાતાં પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે જ શાકભાજીનો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેના કારણે ખેતરો પણ નદી-તળાવ જેવી દેખાઈ રહી છે. તો ભારે વરસાદના કારણે ગોમતી ઘાટનો નજારો પણ અદભૂત જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-આ શહેરમાં દેખાયું મેઘધનુષ પછી લોકોએ શું કર્યું, જૂઓ

રાજકોટમાં વરસાદની સ્થિતિ- અહીં ઉપલેટા પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદ (Heavy Rain in Rajkot) શરૂ થઈ ગયો છે. અહીં ગઈકાલની રાત્રિથી વરસાદ પડી રહ્યો હતો. જ્યારે આજે વરસાદે ગતિ પકડતા શેરી, ગલીઓ અને રોડ-રસ્તાઓ પાણીપાણી થઈ ગયા હતા.

આ પણ વાંચો- Monsoon Gujarat 2022: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 9 અને SDRFની 1 ટીમ ખડે પગે

વડોદરામાં વરસાદની સ્થિતિ - અહીં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત (Heavy Rain in Vadodara) કરીએ તો, કરજણમાં 1 મીમી, ડભોઈમાં 6 મીમી, ડેસરમાં 0 મીમી, વાઘોડિયામાં 2 મીમી, સાવલીમાં 11 મીમી અને શિનોરમાં 5 મીમી વરસાદ પડ્યો હતો.

સુરતમાં મેઘમહેર - જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા (Heavy Rain in Surat) વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે હજીરાના ગુંદિયા ગામમાં પણ પાણી ભરાયું છે. જોકે, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે લોકો અટવાયા હતા. જ્યારે વરસાદી પાણીના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા હતા. એના કારણે લોકો ઘૂટણસમા પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા. બીજી તરફ સ્થાનિકોએ પણ કોઈ કામગીરી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તંત્ર માત્ર આશ્વાસન જ આપે છે, ઉપાય નહીં.

Last Updated : Jul 7, 2022, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.