અમદાવાદઃ આજે જાહેર થયેલાં સીબીએસઇ બોર્ડના ધોરણ 12ની પરીક્ષાના પરિણામોમાંં શહેરનો વિદ્યાર્થી ઝળહળી ઉઠ્યો છે. આ વખતે ધોરણ 12ની પરીક્ષામાં 88.78 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જે 2019ના પરિણામ કરતાં 5.38 ટકા વધારે છે. તો આ વખતે પણ CBSEની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી લીધી છે. 12મા ધોરણની વિદ્યાર્થિનીઓનું પરિણામ આ વર્ષે 92.15 ટકા રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 86.19 ટકા રહ્યું છે. આમ વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ આ વર્ષે 5.96 ટકા આગળ રહી છે.
CBSEમાં તુલીપ સ્કૂલ બોપલના હર્ષિલ ઉપાધ્યાયે 96.6 ટકા મેળવ્યા - CBSE
આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12મીની પરીક્ષામાં સતત છઠ્ઠી વાર વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓ કરતાં આગળ નીકળી ગઈ છે. ત્યારે તુલીપ સ્કૂલ બોપલના વિદ્યાર્થી હર્ષિલ ઉપાધ્યાયે 96.6 ટકા મેળવ્યાં છે અને શહેરનું નામ રોશન કર્યું છે.