ETV Bharat / city

Harsh Sanghvi's roar : ગૃહપ્રધાને જાહેર કર્યો પોતાનો નંબર, સાથે Drug Addicts Peddlers ને આપી મહત્ત્વની ચીમકી - Ahmedabad City Police Commissioner Sanjay Srivastava

ગુજરાત સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા અંગે આજે કેટલાક મહત્ત્વના પગલાં લેવામાં આવ્યાં છે. જેમાં તરકસ એપ્લિકેશનનું લોન્ચિંગ, (Gujarat Police Tarkas Application) 48 પોલીસ સ્ટેશનમાં સ્વાગત કક્ષ તથા આર્થિક ગુના નિવારણ શાખાની નવી બિલ્ડિંગના (Ahmedabad Economic Crime Prevention Branch) લોકાર્પણનો સમાવેશ થાય છે. જે પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાને હુંકાર (Harsh Sanghvi's roar) ભરતા જણાવ્યું કે કોઈ પણ ડ્રગ્સ પેડલરોને (Drug peddlers ) છોડવામાં નહીં આવે તો બીજી તરફ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોના (Drug addicts) માતાપિતાને જાણ કરવામાં આવી રહી છે. તેઓને એક વખત છોડી દેવામાં આવશે પરંતુ બીજી વખત છોડવામાં નહીં આવે.

Harsh Sanghvi's roar : ગૃહપ્રધાને જાહેર કર્યો પોતાનો નંબર, સાથે Drug Addicts - Peddlersને આપી મહત્ત્વની ચીમકી

author img

By

Published : Dec 2, 2021, 1:59 PM IST

Updated : Dec 2, 2021, 3:49 PM IST

  • અમદાવાદ શહેર ક્રાઇમ દ્વારા લોન્ચ થઇ તરકસ એપ્લિકેશન
  • લોન્ચિંગ કાર્યક્રમમાંથી ગૃહપ્રધાન સંઘવીએ કર્યો પોતાનો મોબાઈલ નંબર જાહેર
  • ડ્રગ કેસો, દુષ્કર્મ કેસો, આર્થિક ગુનાઓને લઇને આપ્યાં મહત્ત્વના નિવેદનો

અમદાવાદ: ગુજરાત પોલીસ માટે લોન્ચ કરવામાં આવેલા તર્કશ એપ્લિકેશનમાં (Gujarat Police Tarkas Application) ટ્રાફિક બંદોબસ્ત, મુદ્દામાલ, પોલીસ વેલ્ફેર, બદલી સહિતની માહિતી મળશે. તેની મદદથી 52 હજાર મિલકતના ગુનેગારો બુટલેગર, હિસ્ટ્રીશીટર, ટ્રાફિક પોલીસ સહિતની માહિતી મળશે. એટલું જ નહીં, તેના પરથી પાસપોર્ટ ક્યારે મળશે, સમન્સ કે વોરંટની બજવણી થઈ કે નહીં તેની લોકેશનના આધારે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો તેમાં ડાઈવર્ઝન, રોડ બંધની માહિતી એપમા જોઈ શકાશે. આર્થિક ગુના નિવારણ શાખામાં 1 ACP, 4 PI, 13 PSI કામ કરશે.

પાર્ટીએ વિશ્વાસ મુક્યો છે તેથી તે મુજબ હું કામ કરીશઃ સંઘવી

આર્થિક ગુના નિવારણ શાખાની ઓફિસને કોર્પોરેટ ઓફીસ (Ahmedabad Economic Crime Prevention Branch) જેવો લૂક અપાયો છે... લોકોના વર્ષોથી ફસાયેલા પૈસા પરત અપાવવા માટે આ શાખા કામ કરશે. ગુજરાતમાંથી ચીટિંગ કરીને કોઈ બહાર જાય તો તેને પકડી વેપારીના પૈસા પરત અપાવવાનો આદેશ અપાયો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમુક લોકો કહે છે કે જીન્સ અને પેન્ટમાં આવેલ ગૃહપ્રધાન શું કરશે. હું મારી નાની દીકરી અને પત્નીને સુરત મૂકીને ગાંધીનગર આવું છુંં મારા પર પાર્ટીએ વિશ્વાસ મુક્યો છે તેથી તે મુજબ હું કામ કરીશ.

Drug Peddlers Drug Addicts ને જાહેર મંચથી ચીમકી

તેમણે કહ્યું કે ડ્રગ્સના દુષણને નાથવા માટે ગુજરાતમાં ખૂબ મોટી કામગીરીની જરૂર છે. ડ્રગ્સ રિવોર્ડ પોલીસી (Drugs Reward Policy) બનાવવા માટે અમે સિનિયર અધિકારીઓ રાતે મોડે સુધી બેઠાં હતાં. ગુજરાતમાં તમામ ડ્રગ પેડલરે (Drug peddlers ) જેલમાં જવું પડશે. અમારી પાસે ડ્રગ્સ લેતાં તમામ લોકોના (Drug addicts) લિસ્ટ છે, પણ અમે 16, 17 કે 18 વર્ષના યુવાનોનું જીવન બગાડવા નથી માગતાં. ગુજરાતમાં એક હજારથી વધુ લોકોને ફોન કરીને પરિવારના લોકોને જાણ કરી કે તેમનો દીકરો ડ્રગ્સના દૂષણના રવાડે ચઢ્યો છે. જે તમામના માબાપને પોલીસ ફોન કરે છે. પણ આ વખતે તેમને પ્રથમ વખત જવા દેવાયા છે. પરંતુ બીજી વખત તેમને છોડવામાં નહીં આવે (Harsh Sanghvi's roar) તેવું સ્પષ્ટ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે. પોલીસ જો કનડગત કરે તો તેઓ સીધા મને ફોન કરી શકે છે તે એવું ગૃહપ્રધાને જણાવતા પોતાનો મોબાઇલ નંબર (Home Minister Harsh Sanghvi mobile number) જાહેર કર્યો છે.

Harsh Sanghvi's roar : ડ્રગ કેસો, દુષ્કર્મ કેસો, આર્થિક ગુનાઓને લઇને આપ્યાં મહત્ત્વના નિવેદનો

ગૃહ રાજ્યપ્રધાને જાહેર કર્યો પોતાનો ફોન નંબર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઉદ્યોગપતિ અને વેપારીઓની મદદથી ઇકોનોમિક ઓફેન્સ વિંગનું મકાન (Economic Offenses Wing) માત્ર ચાર મહિનામાં બની ગયું છે. અહીંયા કામ કરતા કર્મચારીઓ માટે ખાસ કેન્ટીન પણ બનાવવામાં આવી છે.. જે મકાનનું લોકાર્પણ આજે કે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું હતું આ વખતે જાહેર મંચ પરથી પોતાનો મોબાઇલ નંબર 9925222222 જાહેર (Home Minister Harsh Sanghvi mobile number) કરતા જણાવ્યું હતું કે હું સમગ્ર રાજ્યના પોલીસને એક સૂચના આપવા માગુ છું કે કોઈપણ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમ માટે ખરાબ વર્તન ન કરે જેના કારણે તેમને પોલીસ સાથેનો વ્યવહાર ખૂબ ખરાબ લાગે. પોલીસ તેમનું કામ કરે અન લોકો સાથે પોતાનું વર્તન સારું રાખે. જેથી તેમનો પોલીસ સાથે વ્યવહાર સારો રહે તેઓ સારી ઇમેજ સાથે આગળ આવે તેવું કરવું જોઈએ​​​​​​.

રેપ કેસોમાં રાજ્ય સરકાર હાઇકોર્ટમાં ફાંસીની સજા માટે પણ કરશે રજૂઆત

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં ગાંધીનગરમાં બનેલી દુષ્કર્મની ઘટના સંદર્ભે માહિતી આપતા કહ્યું કે પોક્સો કાયદા અંતર્ગત રાજ્ય સરકારની પરિણામલક્ષી કામગીરી દ્વારા ઘટનાના આરોપીને ન્યાયતંત્ર દ્વારા આજીવન કેદની સજાની સજા ફટકારવામાં આવી છે. રાજ્યની પોલીસને અભિનંદન આપતા કહ્યું કે, ગાંધીનગર પોલીસ, તબીબોની ટીમ અને એફએસએલની ટીમની અથાક મહેનતથી માસૂમ બાળકીઓને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. પાંચમી તારીખે ઘટના બન્યાંના ગણતરીના કલાકોમાં જ રાજ્ય પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં (Harsh Sanghvi's roar) આવ્યો હતો અને આજે માત્ર ચોવીસ જ દિવસમાં એ આરોપીને ન્યાયતંત્ર દ્વારા સજા પણ ફટકારવામાં આવી છે. હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા ફાંસીની સજા માટે પણ રજૂઆત કરાશે.

સારવાર દરમિયાન બાળકીઓ સાથે મહિલા પોલીસકર્મીઓએ પણ સતત હાજર રહી હૂંફની લાગણી દાખવીઃ હર્ષ સંઘવી

રાજ્ય પોલીસે ગુનેગારોને સજા અપાવવાની સાથે સાથે બાળકીઓનું જીવન સુધરે તેવા પણ પ્રયાસો હાથ ધર્યા છે. ગાંધીનગર પોલીસે બાળકીને સંપૂર્ણ સારવાર મળે તે માટે તમામ વ્યવસ્થા કરી છે. સારવાર દરમિયાન બાળકીઓ સાથે મહિલા પોલીસ કર્મીઓએ પણ સતત હાજર રહી હૂંફની લાગણી દાખવી હતી. જ્યાં સુધી બાળકીઓની સંપૂર્ણ સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બાળકીઓ તેમના પરિવારજનો સાથે ગાંધીનગર પોલીસ સાથે રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના પોકસો કેસ સંદર્ભેની ગાઇડલાઈનને અનુસરીને આ કામગીરી કરી રહી છે.

અમે ભલે આરોપી સુધી પહોંચી શક્યાં નથી, થોડો સમય લાગશે પણ અમે આરોપી સુધી પહોંચી જઈશું

વડોદરા ગેંગરેપ કેસ (Vadodara gangrape case)અંગે હર્ષ સઘવીએ જણાવ્યું કે અમે ભલે આરોપીઓને હજી પકડી શક્યાં નથી પણ તે બચી શકશે નહીં. ભલે એક બે દિવસ મોડું થાય પણ તેને છોડશું (Harsh Sanghvi's roar) નહીં. આરોપી પકડાઈ જાય તે માટે તમામ પ્રયાસ થઈ રહ્યાં છે. આરોપીની મોડસ ઓપરેન્ડી અલગ પ્રકારની છે તેમાં વાર લાગી રહી છે. રેલવે પોલીસ, CID ક્રાઈમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ આ કેસને ઉકેલવા માટે કામે લાગી છે. થોડો સમય લાગશે પણ અમે આરોપી સુધી ઝડપથી પહોંચી જઈશું.

ગૃહપધાન અને અમદાવાદ કમિશનર હાઈટને લઇ સ્ટેજ પર સ્પિચ ન આપી શક્યાં

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi ) અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આવવાના હોવાથી ઉત્સાહમાં સ્ટેજ પર બનાવવામાં આવેલા વક્તા ઉદબોધન સ્ટેજની ઉંચાઈ પ્રમાણસર રાખવાનું ભૂલી ગયા હતાં. જેના કારણે અમદાવાદ કમિશનર જ્યારે પોતાનું ઉદબોધન આપવા ઉભા થયાં ત્યારે તેની ઉંચાઈ કરતા વકતા સ્ટેજ અને તેની આગળ ગોઠવેલા ફૂલો વધુ હોવાથી સામે બેઠા કોઈપણ વ્યક્તિ તેમનું મોઢું જોઈ શકે તેમ ન હતું. જેથી આખરે તેમને ત્યાંથી હટી મુખ્ય સ્ટેજના વચ્ચે માઇક ગોઠવી ઉદબોધન કરવું પડયું હતું. તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પણ આ જ પ્રશ્ન ઉપસ્થિત થતાં તેઓને પણ મુખ્ય સ્ટેજ પાસે વચ્ચે ઉભા રહીને પોતાનું ઉદબોધન આપવા મજબૂર બનવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી

આ પણ વાંચોઃ પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા : હર્ષ સંઘવી

Last Updated : Dec 2, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.