અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી ( National Youth Day Celebration ) નિમિત્તે દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત ( Harsh Sanghvi in Gujarat University Ahmedabad ) રહ્યા હતાં. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના યુવા મોરચાના કાર્યકરો હાજર રહ્યા હતાં.
આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi in Gujarat University Ahmedabad )આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર ( Politics Over Drugs in Gujarat )કર્યા હતાં. તેમણે કહ્યું કે ચૂંટણીની મોસમમાં ક્યારે મંદિરે ન ગયા હોય એ લાંબા થઈને સુઈ જાય છે. ગુજરાત આવવાનું હોય ત્યારે તૈયારી કરીને આવે છે. આવતા પહેલા બૂક લઈને વાંચવા બેસે છે પરંતુ આવે તો અડધું ભૂલી જાય છે. ડ્રગ્સ મુદ્દે જણાવ્યું હતું કે ડ્રગ્સ વેચવાવાળા અને તેમને મદદ કરનારા માટે હું નાકનો દમ બનીને બેઠો છું. આ ટ્રક દરિયામાંથી પકડાયું છે. ભારત પાકિસ્તાન દરિયામાંથી પકડાયું છે, કોઈ સાબરમતીમાંથી નહીં. અત્યારે 25 થી પણ વધુ પાકિસ્તાની આપડી જેલમાં સડી રહ્યા છે. પંજાબ છે ત્યાં તેઓએ શું કર્યું માત્ર ખાલી ઝાડુ વાળ્યું. પંજાબમાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે અને ન પકડે તો આંકડો ક્યાંથી દેખાય.
હોશિયાર લોકો મહેમાનગતિ હંમેશાં કરે હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi in Gujarat University Ahmedabad )ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ધ્યાનમાં રાખીને કહ્યું કે હોશિયાર લોકો મહેમાનગતિ હંમેશાં કરે. પરંતુ દર ચૂંટણીમાં ડિસેમ્બર સુધીમાં ફરતા દેખાય છે. જાન્યુઆરીમાં શોધ્યા પણ મળતા નથી. ગુજરાતના લોકો ટાટા બાયબાય કહી દે છે આ વખતે પણ તેઓને કહી જ દેશે.
ગુજરાતની પ્રજા વિકાસની રાજનીતિ માટે ટેવાયેલી હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi in Gujarat University Ahmedabad ) વધુમાં કહ્યું કે દેશના યુવાઓ શિકાગોની એ સભા અને વિવેકાનંદજીમાં વિચારો અને દુનિયા એક પરિવાર છે. દુનિયા સુધી એ વિચાર પહોંચાડવામાં 400થી વધારે જગ્યા ઉપર કાર્યક્રમ ( National Youth Day Celebration ) યોજવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતની પ્રજા વિકાસની રાજનીતિ માટે ટેવાયેલી છે ત્યારે મહેરબાની કરીને ડ્રગ્સ મુદ્દે રાજનીતિ ન કરો.