ETV Bharat / city

હાર્દિક પટેલ બન્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાઠવી શુભેચ્છા - કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

વર્ષ 2015થી પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનવા માટે ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.

ETV BHARAT
હાર્દિક પટેલ બન્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાઠવી શુભેચ્છા
author img

By

Published : Jul 12, 2020, 4:46 AM IST

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને હાઇકમાન્ડ દ્વારા સૌથી મોટી જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલ પર શનિવારે મહોર લગાવી દીધી છે. યુવા નેતા અને વર્ષ 2015થી પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનવા માટે ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.

હાર્દિક પટેલ બન્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાઠવી શુભેચ્છા

જો કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા યથાવત રહેશે, જ્યારે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે.સી વેણુગોપાલ તરફથી એક વિજ્ઞપ્તિ જાહેર કરીને આ જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ 12 માર્ચ 2019ના રોજ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. તે સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો. આ પ્રસંગે પ્રિયંકા ગાંધી વાડ્રા અને મનમોહન સિંહ પણ હાજર હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.