- પૂર્વ વનપ્રધાન મંગુભાઈ પટેલ બન્યાં રાજ્યપાલ
- Governor of Madhya Pradesh તરીકે નિયુક્ત થયાં મંગુભાઈ પટેલ
- દક્ષિણ ગુજરાતમાં ભાજપના આદિવાસી નેતા તરીકે સફળ કારકિર્દી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભાજપના આદિવાસી નેતા તરીકે જાણીતા એવા મંગુભાઈ પટેલ ભાજપના સંનિષ્ઠ નેતા રહ્યાં છે તેમ જ લગભગ બધે જ તેમની ખ્યાતિ નખશીખ સજ્જન વ્યક્તિ તરીકેની છે. નવસારીમાંથી આ બીજા નેતા છે જેઓ રાજ્યપાલ પદ ( Governor of Madhya Pradesh )સંભાળશે. આ અગાઉ કોંગ્રેસના જમાનામાં કુમુદબહેન જોશી હતાં જેઓ પણ રાજ્યપાલ બન્યાં હતાં. કુમુદબહેન આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો.
Governor of Madhya Pradesh બનેલાં મંગુભાઈ છગનભાઈ પટેલની સમગ્ર સફર પર એક સરસરી નજર કરીએ તો...
|
આ પણ વાંચોઃ RTEમાં એડમિશન માટે આવકનો દાખલો કઢાવવા વાલીઓને ધક્કા, મુદ્દત વધારવા માગ
મુખ્યપ્રધાને આપી શુભેચ્છા
ભાજપના વરિષ્ઠ આદિવાસી નેતા મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર ( Governor of Madhya Pradesh )બનાવાયાંના સમાચારને પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટ્વીટ કરીને મંગુભાઈને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ અગ્રણી ભાજપ નેતાઓએ મંગુભાઇને ગવર્નર તરીકે નિયુક્તિને લઇને શુભકામનાઓ પાઠવી હતી.
ભરત પંડ્યાની પ્રતિક્રિયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સીનીયર નેતા ભરતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રાજ્યપાલ ( Governor of Madhya Pradesh ) પદે મંગુભાઈ પટેલના નામનો જે નિર્ણય લેવાયો છે, તે એકદમ યોગ્ય છે. મંગુભાઈ પટેલ જનસંઘ વખતથી પાયાના કાર્યકર રહ્યાં છે. તેમણે એક સનિષ્ઠ કાર્યકર તરીકે ગુજરાતના આદિવાસીઓની નિસ્વાર્થભાવે સેવા કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું મંગુભાઈ પટેલ એક સજ્જન વ્યક્તિ છે. સંવેદનશીલ પણ છે અને પોતાના કામ પ્રત્યે કમિટમેન્ટ ધરાવતા વ્યક્તિ છે. આદિવાસી બેલ્ટમાં તેમણે ખૂબ સેવા કરી છે. ઉમરને કારણે ટિકીટ ન મળી, પણ તેમ છતાં પાર્ટી પ્રત્યે વફાદાર રહ્યાં છે. એવા મંગુભાઈ પટેલનું નામ ગવર્નર ( Governor of Madhya Pradesh ) પદે જાહેર થતાં ગુજરાતીઓ વધુ ખુશ થયાં છે.
આ પણ વાંચોઃ New Governors : મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ બન્યા