- અમદાવાદના વ્યક્તિએ ખોલી ભારતની પ્રથમ વેટરનરી વેન્ટિલેટર હોસ્પિટલ
- એક બિન-નફાકારક પશુચિકિત્સા હોસ્પિટલ
- સંપૂર્ણ સુસજ્જ ઓટી રૂમ અને ભારતનું પ્રથમ પશુવૈદ વેન્ટિલેટર
ન્યૂઝ ડેસ્ક: સુવિધાના અભાવને કારણે એક વર્ષ પહેલાં પોતાનું પાલતુ ગુમાવનાર શૈવલ દેસાઈએ (Shaival Desai) હવે "પાલતુ પ્રાણીઓને લગતી દરેક વસ્તુ માટે વન- સ્ટોપ સોલ્યુશન ખોલ્યું છે. એક બિન-નફાકારક પશુચિકિત્સા હોસ્પિટલ (India's first veterinary ventilator hospital in Ahmedabad) ખોલી છે. અમદાવાદના આ હોસ્પિટલ સંપૂર્ણ સુસજ્જ ઓટી રૂમ સાથે ભારતનું પ્રથમ પશુવૈદ વેન્ટિલેટર સાબિત થયું છે.
એક વર્ષ પહેલાં મેં મારો શ્વાન ગુમાવ્યો તે એક પીડાદાયક સમય હતો: શૈવલ
'બેસ્ટબડ્સ પેટ હોસ્પિટલ'ના સ્થાપક શૈવલ દેસાઈએ (Shaival Desai) જણાવ્યું હતું કે, "પાળતું પ્રાણીઓ માટે મલ્ટી- સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો વિચાર ત્યારે આવ્યો, જ્યારે એક વર્ષ પહેલાં મેં મારો શ્વાન ગુમાવ્યો. તે એક પીડાદાયક સમય હતો. તેની સારવાર થઈ શકી ન હતી. સુવિધાઓની અછતને કારણે જ્યારે મેં પાળતું પ્રાણીઓ માટે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું."
મેં પાલતુ પ્રાણીઓને લગતી દરેક વસ્તુ માટે વન- સ્ટોપ સોલ્યુશન ખોલ્યું: શૈવલ
શૈવલે ઉમેર્યું (Shaival Desai) કે, "હવે, મેં પાલતુ પ્રાણીઓને લગતી દરેક વસ્તુ માટે વન- સ્ટોપ સોલ્યુશન ખોલ્યું છે - એક બિન-લાભકારી પશુવૈદ હોસ્પિટલ જેમાં સંપૂર્ણ સજ્જ OT રૂમ અને ભારતનું પ્રથમ પશુ પશુવૈદ વેન્ટિલેટર છે."
કૂતરા કોરોના વાયરસ ફેલાવી શકે છે તેવી અફવાને પગલે ઘણા લોકોએ તેમના કૂતરાઓને છોડી દીધા
વરિષ્ઠ પશુચિકિત્સક ડૉ. દિવ્યેશ કેલાવાયાએ જણાવ્યું હતું કે, "COVID-19 દરમિયાન, કૂતરા કોરોના વાયરસ ફેલાવી શકે છે તેવી અફવાને પગલે ઘણા લોકોએ તેમના કૂતરાઓને છોડી દીધા હતા. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ આવી અફવાઓ પર તેમના પાલતુ પ્રાણીઓને છોડી ન દે."