અમદાવાદ : ગુજરાતી ફિલ્મોની પુષ્પમાળામાં એક નવું મોતી લઈને એક ફિલ્મ (Gujarati Film Love You Pappa) આવી છે. ઉલ્લેખનીય છે કે ધીમે ધીમે ગુજરાતી ફિલ્મોમાં પ્રેક્ષકોમાં વધારો થઈ રહ્યો છે. સાથે કેટલી ગુજરાતી ફિલ્મની વાર્તા બોલીવુડને ટક્કર આપે તેવી પણ હોય છે, ત્યારે ફરી એક વખત ઢોલીવુડ દીકરી વ્હાલનો દરિયો સૂત્ર સાર્થક કરતી ફિલ્મ આજે (17 જુન) રીઝીલ થવી જઈ રહી છે. આ ફિલ્મનું નામ છે "લવ યુ પપ્પા" તેમજ આ ફિલ્મમાં જાણીતા અભિનેતા અખિલ કોટકની અને અભિનેત્રી પ્રાપ્તિ અજવાળિયાની (Love You Pappa) શાનદાર કલાકારી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : આ ગુજરાતી કલાકારો આવી રહ્યા છે નવા જ ટોપિક સાથે, જૂઓ શું છે ફિલ્મની વિશેષતા
શું કહ્યું કલાકારોએ - બાપ દીકરીના પવિત્ર સંબંધો ને વાચા આપતું ગુજરાતી ફિલ્મ લઈને કોફી ગર્લ પ્રાપ્તિ અજવાળીયાએ જણાવ્યું હતું કે, દીકરી - દીકરો સમાન હોવા જોઈએ, ત્યારે લવ યુ પપ્પા ફિલ્મમાં દીકરી અને પપ્પાની વાર્તા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અભિનેતા અખિલ કોટકે જણાવ્યું હતું કે, કેટલીક એવી પણ (Love You Pappa Movie) ફિલ્મ આવે છે જે તમે પરિવાર સાથે બેસીને નથી જોઈ શકતા ત્યારે આ ફિલ્મ સાવ અલગ અંદાજમાં રજુ કરવામાં આવી રહી છે. તેમણે એવું જણાવ્યુ હતું કે આ ફિલ્મ નિહાળ જો તેમજ જે પણ સારા ખરાબ ફિલ્મના રિવ્યુ જણાવજો.
આ પણ વાંચો : Gujarati film Asha: સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ 'આશા' આજે થઈ રિલીઝ, કોના પર આધારિત છે ફિલ્મ, જાણો
જાણીતા કલાકારો - "લવ યુ પપ્પા"ના નિર્માતા વિહાન દંડ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે અખિલ કોટક, ગુજરાતી ફિલ્મોમાં પોતાના કલાકારીથી એક અદકેરું નામ મેળવનાર કોફી ગર્લ પ્રાપ્તિ અજવાળીયા, ગુજરાતના કલાકાર જીતેન્દ્ર ઠક્કર સહિત જાણીતા કલાકારો અભિનય કર્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં ગાયક કલાકાર ઓસમાણ મીરે પણ પોતાનો સ્વર પૂર્યો છે. તો બીજી તરફ ડો. નીરજ મેહતાના શબ્દોને સંગીત આપ્યું છે. "લવ યુ પપ્પા" આગામી 17 જૂનથી પુરા ગુજરાત, યુ.કે અને ઓસ્ટ્રેલિયામાં પણ (Love You Pappa Released) સિનેમાઘરોમાં જોવા મળશે.