અમદાવાદ : ગુજરાતી ફિલ્મ ‘આશા’ આજે (22 એપ્રિલ) રિલીઝ (Gujarati Film Asha) થઈ રહી છે. ‘આશા’ એ દરેક નારીને પોતાના નારી હોવાનો ગર્વ થાય તેવી નારી શક્તિ આધારિત ફિલ્મ છે. 21મી સદીમાં નારી શક્તિની જ્યારે ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં સ્ત્રી સશક્તિકરણ પર બનેલી ‘આશા’ ગુજરાતી ફિલ્મ અર્બન કલ્ચરની સાથો સાથ રૂરલ કલ્ચરની (Story of Asha Movie) નારીઓ માટે પણ પ્રેરણાત્મક છે.
દિલીપ પટેલ અને વિમ્મી ભટ્ટ અભિનિત - કલાકાર દિલીપ પટેલ પોતાની અદાકારીથી સૌ કોઈને રીઝવતા આવ્યા છે. આશા ફિલ્મથી દિલીપ પટેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું પદાર્પણ કરી આશા ફિલ્મમાં દિપકનો રોલ કરી રહ્યા છે. દિલીપ પટેલની સાથે જાણીતા અભિનેત્રી વિમ્મી ભટ્ટ કે જેઓ અન્ય ગુજરાતી ફિલ્મ અને અમુક હિન્દી વેબ સિરીઝમાં કામ કરી ચુકયા છે. તેઓનું આશા નામનું પાત્ર ખૂબ જ રસપ્રદ પણે ફિલ્મમાં જોવા મળશે. 22 એપ્રિલના રોજ રિલીઝ થનાર ફિલ્મ આશાનું નિર્દેશન અશોક કાલેકર દ્વારા બખૂબી કરવામાં આવ્યું છે. અશોક કારલેકરે અન્ય ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
પાગલપ્રેમની વાર્તા - ફિલ્મનો હીરો દીપક જે આશાને પાગલપણે પ્રેમ (Film Based on Female Power) કરે છે તેને અપેક્ષા કરતાં વધુ પ્રેમ કરવા બદલ સજા મળે છે. એનો શું વાંક, કે એના મા - બાપે એનું નામ દીપક રાખ્યું, એ દીવો જે અંધારામાં પોતે જ પ્રગટે છે અને લોકોને પ્રકાશ આપે છે, તે રસ્તો બતાવે છે, ઓલવાઈ ગયા પછી પણ તેના ભાગ્યમાં અંધકાર આવે છે, અને તેણે જેમને પ્રકાશ આપ્યો હતો તે (Story of Gujarati Asha Film) લોકો પણ ભૂલી જાય છે. એમને બીજા માટે એટલું બધું કર્યું તો પણ જુઓ એમનું નસીબ કેવું છે?
આ પણ વાંચો : Paresh Rawal Movies : પરેશ રાવલનું 40 વર્ષ બાદ ગુજરાતી ચલચિત્રમાં પુનરાગમન
શું થયું દીપક અને આશાના પ્રેમનું? - શું થયું આશા અને દીપકના પ્રેમનું? સમાજના બંધનોએ તેમના પર નિયંત્રણો લાદ્યા કે પછી સમાજની બેડીમાં જકડી લીધા કે પછી બળવો કર્યો? આવી આશા ભરી પ્રેમ કહાની ગુજરાતી ફિલ્મ ‘આશા’ આજે સમગ્ર ગુજરાતમાં 30થી વધુ શહેરો (Film Asha Released in Cinemas) અને 70થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.