ETV Bharat / city

ઢોલિવૂડના "મહાનાયક" ની વિદાય, નરેશ કનોડિયા પંચમહાભૂતમાં થયા વિલીન - અમદાવાદનાસમાચાર

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો એટલે કે નરેશ કનોડિયાએ 77 વર્ષની ઉંમરે આજે ગુજરાતી ફિલ્મના ચાહકો ને અલવિદા કહી દીધું છે.ત્યારે તેમના મૃત્તદેહને તેમના નિવાસ સ્થાને ગાંધીનગર લાવામાં આવ્યા હતા અને સેકટર 30 માં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Naresh kanodia
Naresh kanodia
author img

By

Published : Oct 27, 2020, 10:43 AM IST

Updated : Oct 27, 2020, 2:25 PM IST

  • 20 ઓક્ટોબરે થયા હતા કોરોના સંક્રમિત
  • ગુજરાતી સિનેમાના મિલેનિયમ મેગાસ્ટાર તરીકે ઓળખવામાં આવતા
  • 3 દિવસ પહેલા જ મોટાભાઈ મહેશ કનોડિયાનું નિધન
  • મહેશ નરેશની જોડી દેશ વિદેશમાં પ્રચલિત

અમદાવાદ :20 ઓક્ટોબરના દિવસે નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા હતાં. જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમને આજે અંતિમ શ્વાસ લીધા છે.

ગુજરાતી સુપરસ્ટારનું નિધન
ગુજરાતી સુપરસ્ટારનું નિધન

નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

જો કે સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પહેલા મોટાભાઈ મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમા નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’

22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાનો એક ફોટો સામે આવ્યો હતો. જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.
આ પહેલા દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

ઢોલિવૂડના મહાનાયકની વિદાય, 77 વર્ષની ઉંમરે નરેશ કનોડિયાએ લીધા અંતિમ શ્વાસ

ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત

નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક હિટ ગુજરાતી ફિલ્મ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી. જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં હતા.

નરેશ કનોડિયાએ કુલ 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી.

આ પણ વાંચો :

Last Updated : Oct 27, 2020, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.