- ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો
- રજિસ્ટ્રેશન થયેલા 200 વિદ્યાર્થીઓના નામ,અટક અને પિતાના નામ બદલાયા
- પ્રવેશ સમિતિ બદલવા માટે NSUI ની માગણી
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા અને પરિણામને લઈને અનેક વખત ચર્ચમાં આવી ચૂકી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી વધુ એક ભૂલ સામે આવી છે જેનું પરિણામ વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું કે બાદ વિદ્યાર્થીઓને PDF મળી હતી જે PDF માં રજિસ્ટ્રેશન કરાવ્યા મુજબ નામ નથી તેની જગ્યાએ નામ પણ બદલાઈ ગયું છે.. 200 જેટલા વિદ્યાર્થીઓના નામ,અટક અને પિતાના નામ બદલીને આવ્યાં છે જેથી વિદ્યાર્થીઓ ચિંતામા મૂકાયાં છે
હેરાન કરવાના ઉદ્દેશથી નામ બદલી નાખવામાં આવ્યાં
NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનેક છબરડા કરવામાં આવી રહ્યાં છે.પ્રવેશ પ્રક્રિયામાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડાં કરીને હેરાન કરવાના ઉદ્દેશથી નામ બદલી નાખવામાં આવ્યા છે. 200થી વધુ વિદ્યાર્થીઓના નામ બદલાઈ ગયા છે. મસ મોટી વાતો કરતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હવે પ્રવેશ સમિતિ રદ કરીને નવી પ્રવેશ સમિતિની રચના કરે તેવી અમારી માગણી છે.
ટેકનિકલ પ્રોબ્લમ
ત્યારે આ મામલે ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓને 2 કે વધુ માર્કશીટ હોય તે વિદ્યાર્થીઓને જ ટેકનિકલ પ્રોબ્લમના કારણે 2 નામ આવ્યાં છે. આ મામલે સુધારો કરવા જણાવવામાં આવ્યું છે અને પ્રવેશ પ્રક્રિયામાં જરૂર જણાશે તો આ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પ્રક્રિયા રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને બે વાર ભરવી પડી ફી
આ પણ વાંચોઃ NSUI દ્વારા પત્રકાર પરિષદ યોજી સરકાર સમક્ષ પ્રવેશ પક્રિયા મુદ્દે કરાઇ માગ