ETV Bharat / city

ઓટો કંપનીઓનું પ્રથમ પસંદગીનું સ્થાન ગુજરાત, હવે ટેસ્લા આવવાની તૈયારીઓ - ગુજરાતમાં ટેસ્લા ઓટોમોબાઈલ હબ

ટેસ્લા કંપની ગુજરાતમાં પ્લાન્ટ લઈને આવે તેવી તગડી શકયતાઓની ચર્ચા શરૂ થઈ છે. કેમ ન થાય? કેમકે ગુજરાત ઓટો હબ તરીકે જાણીતું છે. મોટાભાગની તમામ કાર અને ટાયર બનાવતી કંપનીઓ પોતાના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપી ચૂકી છે. ગુજરાત સરકારની પૉલીસી અને સીંગલ વિન્ડો ક્લિયરન્સ સીસ્ટમ તેમજ સ્કીલ્ડ માનવ રોજગાર મળી રહે છે. જેથી ઓટો કંપનીની પ્રથમ પસંદગી ગુજરાત હોય છે અને હવે ગુજરાત વધુ એક બાજી મારવા જઈ રહ્યું છે. અમેરિકાની ખૂબ જ પ્રચલિત ટેસ્લા કંપની ગુજરાત આવે તેવી શક્યતા છે. ગુજરાત શા માટે ઓટો કંપનીનું પ્રથમ પસંદગીનું સ્થાન બન્યું છે, તે વિષય પર ETV Bharatનો વિશેષ અહેવાલ.

ETV BHARAT
હવે ટેસ્લા આવવાની તૈયારીઓ
author img

By

Published : Jan 21, 2021, 8:06 PM IST

Updated : Jan 21, 2021, 10:43 PM IST

  • ગુજરાતના ઓટોમોબાઈલ હબના મુગટમાં ઉમેરાઈ શકે નવું પીછું
  • અમેરિકાની જાણીતી કંપની ટેસ્લાના આગમનના ભણકારા
  • ગુજરાતમાં ટેસ્લાને મળશે સૌથી વધુ મજબૂત માળખું અને સુવિધાઓ

અમદાવાદઃ ગુજરાત આપણા દેશનું વિકસિત રાજ્ય છે, ત્યારે ગત કેટલાક વર્ષોમાં રાજ્યનો ઔદ્યોગિક નકશો વિદેશી કંપનીઓના ચિહ્નોથી પણ શોભી રહેલો છે. ત્યાં 21 જાન્યુઆરીએ નવા ખુશખબર ફેલાયાં હતાં કે ગુજરાતમાં વધુ એક પ્રતિષ્ઠિત વિદેશી ઓટોમોબાઈલ કંપની પોતાનું ઉત્પાદન એકમ સ્થાપવા માટે સરકાર સાથે લાંબા સમયથી વિચારણા કરી રહી છે. આ કંપનીના નામનો ફોડ પણ પાડવામાં આવ્યો કે ઇલેકટ્રિક કારની ઉત્પાદક કંપની ટેસ્લા છે, જે ચીન છોડીને ભારતમાં આવવા માટે દેશના કેટલાક રાજ્યમાં એકમ સ્થાપના માટે રસ ધરાવે છે. નેકી ઔર પૂછપૂછ... રાજ્ય સરકાર તરફથી બપોર સુધીમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માધ્યમો સમક્ષ એક નિવેદન પણ આપ્યું કે અનેક કંપનીઓ ચીનમાંથી ખસીને ગુજરાતમાં આવવા માટે સરકારના સંપર્કમાં છે.

ટેસ્લાએ બેંગલુરુમાં બનાવી છે રજિસ્ટર્ડ ઓફિસ

રાજ્ય સરકારના એક ટોચના અધિકારીના હવાલે ખબર પણ આવ્યાં છે કે રાજ્ય સરકાર હાલ ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે અને ગુજરાતમાં કંપનીનો બેઝ સ્થાપવા માટે તેમને તમામ પ્રકારના ઇન્સેન્ટિવ આપવા માટે તૈયારી દર્શાવાઈ છે. ઈલેક્ટ્રિક કાર મેકર્સમાં દુનિયામાં જાણીતું નામ ધરાવતી ટેસ્લા ભારતના બેંગલુરુમાં રીસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે તેની રજિસ્ટર્ડ ઓફિસ બનાવી ચૂકી છે. તે હવે ગુજરાત સહિત બીજા રાજ્યોના સંપર્કમાં પણ છે જેનાથી તેઓ ભારતમાં પોતાનો વ્યાપ વધારી શકે.

ઓટો કંપનીઓનું પ્રથમ પસંદગીનું સ્થાન ગુજરાત

ટેસ્લા, ઈન્કોર્પોરેટેડ એક અમેરિકી ઈલેક્ટ્રિક વાહન અને સૌર ઉર્જા કંપની છે. જે પાલો આલ્ટો કેલિફોર્નિયામાં સ્થિત છે. કંપની સોલરસિટી, સોલર પેનલ અને સોલર રુફનું ઉત્પાદન કરે છે. તેમ જ ટેસ્લા ઘરથી માંડીને ગ્રિડ સ્કેલ સુધી ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફકચરિંગ, બેટરી એનર્જી સ્ટોરેજ કરવામાં તજજ્ઞ છે. કંપનીની સ્થાપના જુલાઈ 2003માં ટેસ્લા મોટર્સના નામે થઈ હતી. 2008થી કંપનીના સીઈઓ ઈલોન મસ્ક છે. ટેસ્લાએ વિશ્વમાં સૌથી વધુ વેચાતા પ્લગ-ઈન અન બેટરી ઈલેક્ટ્રિક પેસેન્જર કારનું ઉત્પાદન 2019થી કરી રહી છે. પ્લગ-ઈન સેગમેન્ટમાં માર્કેટ શેર 17 ટકા છે અને ઈલેક્ટ્રિક બેટરી સેગમેન્ટમાં માર્કેટ શેર 23 ટકા છે. 2020માં ટેસ્લાએ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે 4,99,550 વાહનો વેચ્યાં હતાં, જે ગત વર્ષની સરખામણીએ 35.8 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ 2020માં 1 મિલિયન ઈલેક્ટ્રીક કારનું ઉત્પાદન કર્યું હતું.

ભારતમાં ટેસ્લાને આવવા માટે પ્રોત્સાહક વાતાવરણ

ટેસ્લા ભારતમાં આવવા કેમ ઉત્સુક ન બને? ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ(IESA)ના રિપોર્ટ પર એક નજર કરીએ તો જાણકારી મળે છે કે વર્ષ 2027 સુધીમાં ભારતમાં ઈલેક્ટ્રિક કાર માર્કેટ 63 લાખ યુનિટ પ્રતિ વર્ષ પહોંચશે. આ જ સમયગાળામાં બેટરીની પણ માગ વધશે. વર્ષ 2019-20 દરમિયાન પણ ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલનું વેચાણ 3.8 લાખ યુનિટ્સ રહ્યું હતું. તો આગામી સમયમાં ઇલેક્ટ્રિક કાર્સ માટે ભારતના લોકો પસંદગી દર્શાવી રહ્યાં છે તે સ્પષ્ટ છે, ત્યારે માહિતી એવી છે કે ટેસ્લા ભારતમાં તેના સૌથી વધુ વેચાયેલા મોડેલ-3થી શરુઆત કરી વેપારક્ષેત્ર કદમ માંડશે. પ્રોત્સાહક પ્રતિભાવ મળે તો કંપની તેના પ્રીમિયમ મોડેલ એસ અને મોડેલ એક્સને પણ લોન્ચ કરશે. આ મોડેલ વર્ષ 2022ની શરુઆતમાં આવવાની સંભાવનાઓ છે. ટેસ્લા ભારતમાં ક્યારે લોન્ચ થશે તે પૂછવા માગતાં હો તો જણાવીએ કે તેની લોન્ચ ડેટ અને પ્રાઈસ અંગે કોઈ સ્પષ્ટતા હજુ મળી નથી. ટેસ્લા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પોતાના વિકાસની સંભાવનાઓ ચકાસી રહી છે. ટેસ્લા મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સરકાર સાથે પણ ચર્ચા કરી રહી છે. પણ હાલ ટેસ્લા મેન્યુફકચરિંગનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપે તેવી પુરી શકયતાઓ જોવાઈ રહી છે.

ગુજરાતનો પક્ષ કેમ મજબૂત છે?

ગુજરાતને રિન્યુએબલ એનર્જીના હબ તરીકે વિકસાવવા માટે ગત કેટલાક સમયથી ભારે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તે સરકારની છેલ્લામાં છેલ્લી પસંદગીની નીતિ છે તે સ્પષ્ટ છે. મોટા સોલાર પ્રોજેક્ટના અમલીકરણ અને હવે તો કિસાન સૂર્યોદય યોજના જેવી યોજનાના કારણે ઇલેક્ટ્રિસિટીના ભાવ રાજ્યમાં દેશના અન્ય ભાગ કરતા વધુ સ્પર્ધાત્મક રહેશે. જેનો લાભ ટેસ્લા કંપનીને મળી શકે છે. તો આ સાથે ગુજરાત પાસે સ્ટ્રેટેજિક ફાયદાઓ પણ છે, જેમ કે દરિયાઈ વાહનવ્યવહાર માટેની આધુનિક સવલત ધરાવતા પોર્ટ અને ભારતના મોટાભાગના માર્કેટ સુધી પહોંચવા માટે ગુજરાત કેન્દ્રબિંદુ બની શકે છે. આ ક્ષેત્રના જાણકારોના મતે ટેસ્લાના ભારતમાં આગમન સાથે દેશના ભવિષ્યના મોબિલિટી માર્કેટમાં ખૂબ જ મોટો ફેરફાર આવશે. ટેસ્લાના આવવાથી ગુજરાત સરકારની ઈલેક્ટ્રિક વેહિકલની પોલિસીને ફાયદો મળશે. ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરિંગને ટેસ્લાના આવવાથી ખૂબ મજબૂતાઈ મળશે, જે મોબિલિટી ક્ષેત્રે એક નવી જ દિશા બની રહેશે. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે મેન્યુફેક્ચરિંગ શરુ થતા દેશમાં ઈલેક્ટ્રિક વેહિકલ માટે જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસવાનું પણ શરુ થઇ શકે છે.

ગુજરાતમાં એન્સિલિયરી પણ ધરાવે છે એકમો

રાજયમાં ટાટા, ફોર્ડ, સુઝુકી મોટર કોર્પોરેશન, સેઈકની એમજી મોટર, હોન્ડા મોટરસાયકલ, સ્કૂટર ઈન્ડિયા, હિરો મોટોકોર્પ. ચાઈનાની એમજી હેક્ટર જેવી કંપનીઓના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ છે. આ સાથે એપોલો, એમઆરએફ, મેક્સીસ, સિયેટ કંપનીના એનસીલિયરિઝ પણ હાજરી ધરાવે છે. સાણંદમાં ટાટા નેનો પ્લાન્ટને લાવ્યા બાદ ગુજરાતમાં બહુચરાજી- માંડલ ઔદ્યોગિક વિસ્તાર ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ ઉભર્યો હતો. રેલવે, પોર્ટ, હાઈવે અને અવિરત વિજળી તેમજ સ્કિલ્ડ લેબર સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ઓટોમોબાઈલ કંપનીઓને આકર્ષણ ઊભું થાય છે. એન્સીલિયરિઝ કંપનીઓમાં જાપાનની ત્રણ કંપનીઓ અસ્તિ કોર્પોરેશન, કોઇટો મેન્યૂફેકચરિંગ કંપની અને મુરાકામી કોર્પોરેશન સાણંદ અને માંડ ઇન્ડસ્ટ્રિયલ કલ્સ્ટરમાં 2019માં જ આવી છે. એન્સિલિયરીઝ એકમો ઓટોમોબાઈલ ઉત્પાદન દરમિયાન વિવિધ પાર્ટની સરળ આપૂર્તિઓ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.

નેનોના આગમન સાથે ગુજરાત બન્યું હતું ઓટોમોબાઇલ કંપનીઓનું માનીતું

એક દશક ઉપરનો સમય થઈ ગયો કે જ્યારે પં.બંગાળના સિંગુરમાંથી ટાટા જૂથે તેની લાખેણી- એક લાખની કિંમતની સૌથી સસ્તી નેનો મોટર કારનો પ્લાન્ટ મુખ્યપ્રધાન મોદીના નેજા હેઠળ લઇ આવી હતી. સાણંદમાં નેનો લાવી દેવાના નિર્ણય બાદ રાજ્ય સરકારે આણંદ કૃષિ યુનિવર્સિ‌ટીની માલિકીની સાણંદની 2200 એકર જમીનમાંથી 1100 એકર જમીન ટાટાને આપી હતી. આ સાથે મોદી સરકારે 20 વર્ષની મુદ્દત ધરાવતી રુપિયા 9,870 કરોડની 0.1 ટકા વ્યાજૂકી લોન પણ આપી હતી. વેટના કરની ચૂકવણી સામે એની ગોઠવણ કરી આપી કંપની સહકાર આપ્યો હતો. આ ઉપરાંત સ્ટેમ્પ ડયૂટી, રજિસ્ટ્રેશન ફી, જમીન ટ્રાન્સફર ફી પણ માફ કરી આપી હતી. નેનો પ્રોજેક્ટને રોજિંદા 14,000 ઘનમીટર પાણી અને 66 કેવીએના સબસ્ટેશનની 200 કેવીએ ડ્યૂટી ફ્રી વીજળી આપી હતી. દેશભરનાં અખબારોમાં આ સાથે ગુજરાતને ઓટોમોબાઈલ હબ એવા નામ પાડીને ગુણગાન કરવામાં આવ્યાં હતાં. તે સમયથી ગુજરાત ઓટોમોબાઈલ કંપનીઓનું માનીતું રહ્યું છે. એ પછી તો સરકારે સેઝ, રેલવે, સસ્તું માનવબળ, રોજગારની શરતોમાં ઢીલાશ, કંપનીઓને સ્કીલ્ડ સ્ટાફ મળે તેવી સંસ્થાઓ બનાવી આપી છે એ પણ એક પ્રકારે ગુજરાત સરકારે ગુજરાત આવવા માટેનો મોટો ટેકો કરી આપ્યો છે.

ગુજરાતનું એમએસએમઇ પણ કંપનીઓ માટે વેલ્યૂ ચેઇન ધરાવે છે

ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રના રોકાણકારો માટે ઇકોસીસ્ટમ વેલ્યૂ ચેઇન છે. રાજ્યમાં કુલ એન્જીનિયરિંગ ઉત્પાદનમાં ઓટો સેક્ટર લગભદ 10 ટકાએ છે. રાજ્ય સરકાર દ્વારા 30 ઓટોમોટિવ ક્લસ્ટર્સમાં કુશળ માનવબળ મળી રહે, સ્થાનિક રોજગાર વધે તે માટે મહેસાણામાં જાપાન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂ ઓફ મેન્યુફેક્ચરિંગની સ્થાપના કરી છે, તો પીડીપીયુમાં સિમેન્સ સેન્ટર કાર્યરત છે. એટલે કે, એમએસએમઇની વેલ્યૂ ચેઇનને વેલ્યૂ એડિશનમાં રુપાંતરણ મળી રહ્યું છે. સરકાર દ્વારા આ ક્ષેત્ર માટે 20 જેટલી પ્રોત્સાહક નીતિઓ અપનાવવામાં આવેલી છે. જેમાંના કેટલાક નામ તમે વારંવાર ઉલ્લેખ થતો જોઇ-સાંભળી શકો છો. ઇઝ ઓફ ડૂંઇગ બિઝનેસ, સિંગલ વિન્ડો કલીયરન્સ સીસ્ટમ, જીઆઈડીસીમાં 50 ટકા ઓછી કિંમતે પ્લોટ વગેરે અપાય છે.

રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં મોટું લક્ષ્ય પહેલેથી નક્કી છે

ગુજરાત સોલર પાવર પોલીસી 2021 ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જાહેર કરી, ત્યારે એમાં રુપાણી સરકારે જણાવેલા ઇંગિત યાદ કરવા જોઇએ. રુપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે, ત્યારે નવી પોલીસીમાં પણ રાજ્ય સરકારે ઘણા પ્રોત્સાહનો આપ્યાં છે. જેના થકી રાજ્યમાં સ્વચ્છ અને પ્રદૂષણરહિત રિન્યુએબલ એનર્જીના વિકાસના તેજસ્વી ભવિષ્યને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવામાં પ્રેરક બળ પૂરૂ પાડશે. એટલું જ નહીં લઘુ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સોલાર એનર્જી વપરાશ માટે પ્રોત્સાહિત થવાથી તેમની પ્રોડક્શન કોસ્ટ ઘટશે. રાજ્યના લઘુ-MSME, મધ્યમ ઉદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે. આવા ઉદ્યોગો સહિત રાજ્યના મોટા ઉદ્યોગ પણ વર્લ્ડ માર્કેટ કોમ્પિટિશનમાં ઊભા રહી શકશે.

આ માટે કહેવાય છે ઓટોમોબાઈલ હબ

શું તમે જાણો છો કે સાણંદ, માંડલ, બેચરાજી ઉપરાંત પણ ગુજરાતમાં ઓટોમોબાઈલના મોટા કલસ્ટર ડેવલપ થયેલાં છે? એ જગ્યા છે. રાજકોટ જ્યાં 500થી વધુ ઓટો કોમ્પોનન્ટ ઉત્પાદિત કરતાં એકમો આવેલાં છે. રાજકોટમાં ત્રણેક ઓટો કલ્સ્ટરની સ્થાપના આગામી થોડા સમયમાં જોઇ શકાશે. તો અમદાવાદમાં આગામી સમયમાં 4થી 6 જેટલાં નવા ઓટો કલસ્ટર સામે આવનારા છે. આ નવા પ્રોજેક્ટોમાં મારુતિ સુઝૂકી, હીરો મોટોકોર્પ, હોન્ડા સામેલ છે. હાલોલમાં જનરલ મોટર્સનું અને વડોદરામાં ફોર્ડનું એકમ વર્ષોથી છે. સાણંદની ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીઓ માટેની પસંદગી તો જગજાહેર છે અને તેના વિશે ગત 10 વર્ષથી અનેક ઠેકાણે લખાઈ ચૂક્યું છે. એટલું જગબત્રીસી ચડેલ છે. ગુજરાત સરકારની ઇન્ડેસ્ટબી અને વાઈબ્રન્ટ સમિટોમાં ઓટોમોબાઈલ ક્ષેત્રની મોટી હલચલ ન હોય તો જ નવાઈ લાગે એટલી સુવિધાઓ સરકારે આ ક્ષેત્રને આપી છે, ત્યારે ટેસ્લા માટે પણ ગુજરાત સરકાર આંખમાથે બેસાડવા માટે તત્પર હોય અને રાજ્યમાં લઇ આવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં હોય તે નિશંક છે.

સીધી રોજગારીની શક્યતા

પ્રખ્યાત અમેરિકન બિઝનેસમેન એલન મસ્કની ટેસ્લા ઓટોમોબાઇલ કંપની ભારતમાં આવી રહી છે. આ કંપની ગ્રીન કાર એટલે કે બેટરી સંચાલિત વેહિકલ બનાવે છે. તે પોતાનો પ્લાન્ટ ભારત ખાતે લાવી રહી છે. તે પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપે તેવી શક્યતાઓ રહેલી છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે પ્રખ્યાત એવા ગુજરાતના સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રેસિડન્ટ અજિત શાહે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ઓટોમોબાઇલ કંપની કોઈપણ રાજ્યમાં આવે છે, ત્યારે પોતાની સાથે ચાર ગણું ઇન્વેસ્ટમેન્ટ લઈને આવે છે. જેને લઇને સ્થાનિક એમ.એસ.એમ.ઈ સેક્ટરમાં કાર્ય વધે છે અને રોજગારીનું સર્જન થાય છે. કંપનીમાં પણ સીધી રોજગારીની શક્યતાઓ રહેલી છે. આ કંપનીઓ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઉભી કરતી હોવાથી વિકાસ તેજ બને છે. ભારતમાં જે રીતે પૂણે અને ચેન્નઈ શહર પણ કેટલીક ઓટોમોબાઇલ ક્ષેત્રની કંપનીઓના લીધે પ્રખ્યાત છે. તેમ સાણંદ પણ ઓટોમોબાઈલ ઉદ્યોગને લઇને પ્રખ્યાત બની રહ્યું છે.

Last Updated : Jan 21, 2021, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.