ETV Bharat / city

Poet Parul Khakkhar ની 'નક્સલ' કવિતા સંદર્ભે ગુજરાત સાહિત્ય અકાદમીએ ઝાટકણી કાઢી - વિષ્ણુ પંડ્યા

ગંગાને 'શબવાહિની' મોદીને 'નગ્ન રાજા' કહેતી એક કવિતાને લઇને જાગેલો વિવાદ ખૂબ વધ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ ( Gujarat Sahitya Academy ) પારુલ ખખ્ખરની ( Poet Parul Khakkhar )કવિતાની આકરી ટીકા કરી છે, જેમાં તેમણે એક કવિતા દ્વારા ગંગા ( Ganga ) અને પીએમ મોદી (PM Modi ) પર નિશાન સાધ્યું છે. આ કવિતામાં ગંગાને 'શબવાહિની' ગણાવી છે, જ્યારે પીએમ મોદીને 'નગ્ન રાજા' કહીને ટોણો મારવામાં આવ્યો છે. શું છે આખો વિવાદ, જાણવા વાંચો અહેવાલ.

Poet Parul Khakkhar ની 'નક્સલ' કવિતા સંદર્ભે ગુજરાત સાહિત્ય અકાદમીએ ઝાટકણી કાઢી

author img

By

Published : Jun 18, 2021, 8:20 PM IST

Updated : Jun 18, 2021, 9:11 PM IST

  • કવયિત્રી પારુલ ખખ્ખરની 'શબવાહિની ગંગા' કવિતાનો વિવાદ
  • ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષે કરી આકરી ટીકા
  • દેશમાં અરાજકતા ફેલાવવા માગતા લોકો કવિતાનો કરી રહ્યાં છે દુરુપયોગ

અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમી ( Gujarat Sahitya Academy ) ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ (Vishnu Pandya ) ગંગા નદીમાં તરતાં મૃતદેહો અંગે ગુજરાતી કવિ પારુલ ખખ્ખરની એક કવિતાની ટીકા કરી છે. આ કવિતામાં કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ -19 મહામારી અંગે ( Corona Pandemic ) જે રીતે પ્રબંધન કરવામાં આવ્યાં તેની નિંદા કરવામાં આવી છે. પંડ્યાએ કહ્યું કે દેશમાં 'અરાજકતા' ફેલાવવા માટે 'ઉદારતાવાદીઓ, સામ્યવાદીઓ અને સાહિત્યિક નક્સલીઓ' દ્વારા આ રીતે કવિતાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.

કવિતાનો વિરોધ કેમ થયો?

જોકે ઘણાં લેખકોએ પારુલ ખખ્ખરને ( Poet Parul Khakkhar ) ટેકો આપ્યો છે અને અકાદમી અધ્યક્ષ પંડ્યાના (Vishnu Pandya ) વલણની ટીકા કરી છે. પરંતુ અકાદમીના વડા તેમના મંતવ્ય પર મક્કમ છે કે પારુલની કવિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને ભારતીય લોકો, લોકશાહી અને સમાજને 'બદનામ' કરી રહી છે. પારુલ ખખ્ખરની 'શબવાહિની ગંગા' કવિતા ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીમાં તરતી કોવિડ -19 ( Corona Pandemic ) દર્દીઓના મૃતદેહોનો સંદર્ભ આપીને રોગચાળાની બીજી લહેર દરમિયાન કેન્દ્ર સરકારે કરેલી વ્યવસ્થાઓ પર કટાક્ષ કરે છે.

ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ કરી ટીકા

શું કહેવું છે વિષ્ણુ પંડ્યાનું?

પારુલ ખખ્ખરની ( Poet Parul Khakkhar ) કવિતાનો વિવિધ ભાષાઓમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર પણ કરવામાં આવી છે. અકાદમીના સત્તાવાર પ્રકાશન 'શબ્દશ્રુતિ' ની જૂન આવૃત્તિમાં એક સંપાદકીય લેખમાં વિષ્ણુ પંડ્યાએ (Vishnu Pandya ) વિશેષરુપે કોઇ નામ લીધા વિા કવિતાની આલોચના કરી છે. પંડ્યાએ લખ્યું છે કે 'કેટલાક લોકોએ આ કવિતાની પ્રશંસા કરી છે પરંતુ આ કૃતિને જરા પણ કવિતા માની શકાય એવી નથી. આ ફક્ત વ્યર્થનો ગુસ્સો, શબ્દોની જુગલબંધી છે અને તે ભારતીય લોકો, લોકતંત્ર અને સમાજને બદનામ કરે છે. આપ તેને કવિતા કઇ રીતે કહી શકો છો? કવિતાનો દુરુપયોગ એવા લોકો દ્વારા કરવામાં આવ્યો છે જે કેન્દ્રવિરોધી છે અને તેની રાષ્ટ્રવાદી વિચારધારાના વિરોધ કરે છે. '

પંડ્યાએ વધુમાં કહ્યું કે ડાબેરીઓ અને કહેવાતા ઉદારતાવાદીઓ દેશમાં અરાજકતા પેદા કરવા માગે છે. તેઓ તમામ ક્ષેત્રોમાં સક્રિય છે અને દૂષિત ઉદ્દેશ સાથે સાહિત્યમાં પણ કૂદી પડ્યાં છે. આ સાહિત્યિક નક્સલીઓ એવા લોકોના એક વર્ગને પ્રભાવિત કરવા માગે છે કે જેઓ તેમના અંગત દુ:ખને આ કવિતા સાથે જોડવા માગશે.

આ પણ વાંચોઃ Love jihad: રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ

ગુજરાતી લેખકોએ કર્યું કવયિત્રીનું સમર્થન

દરમિયાન પારુલ ખખ્ખરની (Vishnu Pandya ) આ સંદર્ભમાં કોઇ પ્રતિક્રિયા મળી શકી નથી. ગુજરાતી લેખક મંડળના મનીષી જાનીની આગેવાનીમાં 100થી વધુ ગુજરાતી લેખક કવયિત્રીના સમર્થન માટે આગળ આવ્યાં છે. તેઓને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. મનીષીએ એક નિવેદનમાં કહ્યું કે ગુજરાતી લેખકો એક લેખકનો અવાજ દબાવવાની કોશિશોની નિંદા કરે છે અને પારુલ ખખ્ખરને ( Poet Parul Khakkhar ) મજબૂત સમર્થન આપવા સાથે ઊભાં છે.

તો બીજીતરફ વિષ્ણુ પંડ્યાએ (Vishnu Pandya ) કહ્યું કે તેઓ કદી પણ પારુલ ખખ્ખરના ( Poet Parul Khakkhar ) વિરોધમાં નથી અને અકાદમીએ ભૂતકાળમાં તેમના સાહિત્યકાર્યને માટે આર્થિક મદદ પણ કરી છે.પારુલ એક સારાં કવયિત્રી છે પરંતુ આ કવિતા સાહિત્ય માપદંડોના હિસાબે યોગ્ય નથી. તેમની રચના કેવળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) પ્રત્યે પૂર્વગ્રહ દર્શાવે છે. કોઇપણે એક કવિતામાં નગ્ન રાજા જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાથી બચવું જોઇએ.તેમણે કહ્યું, 'દેશમાં અરાજકતા પેદા કરવા માટે કવિતાનો દુરૂપયોગ કરવાના વિચાર સાથે હું ક્યારેય સહમત નથી થઈ શકતો. સિસ્ટમની ટીકા થવી જોઈએ. અમે સરકારોની ટીકા પણ કરતાં, પરંતુ તેમાં સંતુલન રાખવું જોઇએ.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે તૈયાર કરાયેલી ક્રેશ ફોર્સની શરૂઆત કરાવી

Last Updated : Jun 18, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.