ETV Bharat / city

Gujarat River Link Project: શ્વેત પત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશેઃ કોંગ્રેસ - Congress demands for Shwet Patra

કેન્દ્ર સરકારે હાલ પૂરતી પાર-તાપી-નર્મદા લિન્ક યોજનાને આગળ ન વધારવાનો નિર્ણય (Par Tapi Narmala Link Project Postponed) કર્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું હતું કે, જ્યાં સુધી શ્વેત પત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ (Congress demands for Shwet Patra) રહેશે.

Gujarat River Link Project: શ્વેત પત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશેઃ કોંગ્રેસ

author img

By

Published : Mar 29, 2022, 8:52 AM IST

Updated : Mar 29, 2022, 11:40 AM IST

અમદાવાદઃ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં નર્મદા-તાપી-પાર લિન્ક યોજનાનો ભારે વિરોધ (Par Tapi Narmala Link Project Postponed) થઈ રહ્યો હતો. એટલું જ નહીં, ભાજપના આદિવાસી ધારાસભ્યો પણ આ અંગે દિલ્હી (BJP tribal leaders in Delhi) પહોંચ્યા હતા. તેમની રજૂઆતના પગલે હાલ પુરતો નર્મદા-તાપી-પાર લિન્ક પ્રોજેક્ટ મોકૂફ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. તો કોંગ્રેસે આ નિર્ણયને આદિવાસીઓની જીત સમાન ગણાવ્યો હતો.

દિલ્હીમાં ભાજપના આદિવાસી નેતાઓની બેઠક યોજાઈ

વડાપ્રધાનના કાર્યક્રમમાં અમે વિરોધ ન કરીએ એટલે તેના ડરથી સરકાર ઝૂકી - કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, અમને શ્વેત પત્ર નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે. આગામી 1 એપ્રિલે સોનગઢમાં સંમેલન યોજાશે. આ આદિવાસી સમાજનો આક્રોશ છે. જોકે, સરકારને આદિવાસીઓ પ્રત્યે કોઈ લાગણી નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 એપ્રિલે ધરમપુર આવવાના છે. તે વખતે આદિવાસીઓ વિરોધ ન કરે તેના ડરથી સરકાર ઝૂકી છે.

કોંગ્રેસને ચૂંટણીની બીક લાગે છે એટલે આવું બોલી રહી છે - આદિજાતિ પ્રધાન નરેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં સુધી રાજ્ય સરકાર લીલી ઝંડી ન આપે ત્યાં સુધી તેને અમલી ન બનાવી શકાય. 500 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ એ વન બંધુ કલ્યાણ માટેની યોજના છે. અમે આદિવાસી વિસ્તારોમાં આ બજેટથી નાના મોટા ચેક ડેમ બનાવીશું. સાથે જ આદિવાસી સમાજના વિકાસ માટે અમે અનેક યોજનાઓ લાવ્યા છીએ. કોંગ્રેસ વર્ષ 2022ને ધ્યાને રાખીને આવું બોલી રહી છે. એટલે કોંગ્રેસને ચૂંટણીનો ભય લાગે છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

આદિવાસી સમાજનો વિરોધ હતો - આ અંગે ભાજપના આદિવાસી ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, પાર તાપી નર્મદા રિવર લિન્ક યોજના (Par Tapi Narmala Link Project Postponed)ઘણી જૂની છે. કોંગ્રેસ દ્વારા જ આ યોજના બનાવવામાં આવી હતી. બજેટમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યા પછી આદિવાસી સમાજનો વિરોધ હતો. આદિવાસી આગેવાનોને ખાતરી આપી હતી કે, આ પ્રોજેક્ટ અમલી નહીં થાય. જોકે, રાજ્યોની સંમતિ ખૂબ જ જરૂરી હોય છે.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને સિંચાઈ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત સાથે એક બેઠક યોજાઈ

આદિવાસી સમાજને નુકસાન થાય તેવું કોઈ કામ નહીં કરે - ભાજપના આદિવાસી ધારાસભ્ય ગણપત વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી સમાજને નુકસાન થાય તેવું કોઈ કામ ભાજપ સરકાર નહીં કરે. ગઈ કાલે ગુજરાતના નેતાઓએ કેન્દ્રિય નેતાઓને રજૂઆત કરી છે. અમે ગઈકાલે દિલ્હી ગયા હતા. તે સમયે કેન્દ્ર સરકારે પાર તાપી નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની સરકાર શ્વેત પત્ર બહાર પાડવાની વાત કરે છે, પરંતુ અમને અમારી સરકાર પર પૂર્ણ વિશ્વાસ છે.

કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં કર્યો હતો વિરોધ - ઉલ્લેખનીય છે કે, નર્મદા તાપી પાર લિન્ક પ્રોજેક્ટ (Protest for Par Tapi Narmala Link Project) અંગે કોંગ્રેસે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પણ જોડાયા હતા.

દિલ્હીમાં ભાજપના નેતાઓની યોજાઈ બેઠક - આ મામલે ગુજરાતના ભાજપના આદિવાસી સાંસદો અને ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી (BJP tribal leaders in Delhi)પહોંચ્યું હતું. તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને સિંચાઈ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત સાથે એક બેઠક યોજાઈ હતી. તેમાં આ પ્રોજેક્ટ હાલ પુરતો મોકૂફ કરવાનો નિર્ણય (Par Tapi Narmala Link Project Postponed) કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- River Link Project in Gujarat : 14 જિલ્લાના આદિવાસી રિવર લિંકનો વિરોધ કરવા ગાંધીનગર પહોચશે :અનંત પટેલ

આદિવાસીઓએ કર્યો હતો વિરોધ - આપને જણાવી દઈએ કે, કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ બજેટમાં નર્મદા તાપી પાર લિન્ક પ્રોજેક્ટનો (Par Tapi Narmala Link Project Postponed) સમાવેશ કર્યો હોવાની જાહેરાત લોકસભામાં કરી હતી. ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટી પરના ગામોમાં તેનો ભારે વિરોધ થયો હતો. આ યોજના હેઠળ ધરમપુરના પૈખેડ, ચાસમાંડવા સહિતના ગામોમાં સૂચિત ડેમને લઈને હજારો પરિવારો વિસ્થાપિત થઈ જશે તેવા ડરના કારણે પૈખેડ ડેમ હટાવ સમિતિના નેજા હેઠળ નર્મદા તાપી પાર લિન્ક પ્રોજેક્ટનો વિરોધ (Protest for Par Tapi Narmala Link Project) શરૂ થયો હતો.

આ પણ વાંચો- Tribal Society Agitation: અમે કોઈ યોજના લાગુ નથી કરવાના કોઈ આદિવાસીને જગ્યા છોડવી નહીં પડે, નરેશ પટેલનો વાયદો

આખરે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ હાલ પૂરતો પડતો મૂક્યો - જોકે, આ મામલે રાજ્ય સરકારના પ્રધાનોએ ડેમ બનવાનો નથી અને કોઈ વિસ્થાપિત નહીં થાય તેવી જાહેરાત કરવા છતાં આદિવાસી નેતાઓ આ વાતને માનવા તૈયાર નહતા. પરંતુ અત્યારે તો દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં આ પ્રોજેક્ટ અત્યાર પુરતો મોકૂફ કરવાનો નિર્ણય (Par Tapi Narmala Link Project Postponed) કરવામાં આવ્યો છે.

Last Updated : Mar 29, 2022, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.