ETV Bharat / city

ગુજરાત 3.5 ટકાના સૌથી ઓછી બેરોજગારી દર સાથે દેશમાં રોજગારી આપવામાં મોખરે - CM - GIDC in Dang district

વિધાનસભાના પ્રશ્નોત્તરી સમયમાં ઉપસ્થિત કરાયેલા વાપી અને ડાંગ જિલ્લામાં GIDCના પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેના પરિણામે રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે એટલે જ 3.5 ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી માટે મોખરે છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Mar 3, 2021, 10:54 PM IST

  • ધોલેરાને સિંગાપોર કરતા પણ મોટું ઇન્ડ્રસ્ટ્રીઝ સીટી તરીકે વિકસાવાશે - CM
  • છેલ્લા 3 વર્ષમાં નવી 23 GIDCનું નિર્માણ
  • દરેક જિલ્લાની વિશેષતા મુજબ GIDC બનાવાઇ

અમદાવાદઃ વિધાનસભાના પ્રશ્નોત્તરી સમયમાં ઉપસ્થિત કરાયેલા વાપી અને ડાંગ જિલ્લામાં GIDCના પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, ઉદ્યોગોના નિર્માણ થકી જ રોજગારીનો વ્યાપ વધુને વધુ વધે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેના પરિણામે રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે એટલે જ 3.5 ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી માટે મોખરે છે.

આગામી સમયમાં બહુમાળી GIDCના નિર્માણ માટે આગળ વધી રહ્યા છીએ

વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન તાપી અને ડાંગ જિલ્લામાં કાર્યરત GIDC અંગે ઉપસ્થિત કરાયેલા પ્રશ્નની ચર્ચામાં મુખ્યપ્રધાન ઉમેર્યું કે, ઉદ્યોગોના નિર્માણ થકી ઘર આંગણે રોજગારી આપવાના નિર્ધાર સાથે અમે કામ કરી રહ્યા છીએ રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 23 GIDCનું નિર્માણ કર્યું છે અને આગામી સમયમાં બહુમાળી GIDCનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, દરેક જિલ્લામાં GIDC સ્થાપવાના પ્રયાસો છે. પરંતુ GIDC સ્થાપવા માટે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી સર્વે કરવામાં આવે છે. જેના આધારે GIDC સ્થપાય છે. દરેક જિલ્લાની વિશેષતા છે. જ્યાં ઇન્ફાસ્ટ્રક્ચર અને પોટેન્શીયાલીટી મુજબ કામગીરી કરાય છે અને GIDCનું નિર્માણ કરાય છે. રાજ્યનો જે રીતે સુગ્રથિત વિકાસ થઇ રહ્યો છે. તેને ધ્યાને લઇને ધોલેરાને ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી તરીકે વિકસાવીને સિંગાપોર કરતા પણ મોટું ઇન્ડસ્ટ્રીયલ સીટી તરીકે નિર્માણ કરવાનું આયોજન છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2020 અંતર્ગત વિવિધ ઇન્સેન્ટિવ પણ પૂરા પાડીને રોજગારીનો વ્યાપ વધારવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે.

વેદાન્ત ગૃપ સાથે પણ સરકારે કર્યો MOU

ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે આ પ્રશ્નના ઉત્તરમાં વધુમાં કહ્યું કે ટ્રાયબલ વિસ્તારમાં પણ GIDCનું નિર્માણ કરવા અમારી સરકાર કટિબદ્ધ છે અને અનેક વિસ્તારોમાં GIDC ચાલુ પણ છે. તાપી જિલ્લામાં ડોસવાડા ખાતે GIDCના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે માટે વેદાન્ત ગૃપ સાથે MOU પણ સરકારે કર્યો છે. જે કાર્યાન્વિત થતાં રોજગારીનું પ્રમાણ ચોક્કસ વધશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.