અમદાવાદ : કોરોના મહામારીના સમયમાં લોકો PM અને CM રાહત ફંડમાં આર્થિક યોગદાન આપી રહ્યાં છે. ત્યારે CM રાહત ફંડમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રૂ.20 કરોડ (વીસ કરોડ)નો ચેક મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીને અર્પણ કરવામાં આવ્યો છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ.પી.સરવૈયા, સેક્રેટરી શહેરી વિકાસ મુકેશપુરી, કમિશનર ગુજરાત હાઉસીંગ બોર્ડના લોચન શહેરાએ સાથે રહી આજે આ ચેક મુખ્યપ્રધાનને અર્પણ કર્યા હતો.