ETV Bharat / city

Gujarat High Cout Ask to AMC : અગાઉના અધિકારીઓ સામે પગલાં લીધા પણ હાલના અધિકારીઓ સામે ક્યાં પગલાં લઈ રહ્યા છો? - ગુજરાત હાઈકોર્ટે એએમસીને સવાલ પૂછ્યો

રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિક મામલે હાઇકોર્ટના તિરસ્કારની અરજી ઉપર સુનાવણી (Hearing on contempt of court) થઈ હતી. કોર્ટે તરત અમદાવાદ મનપાને સવાલ કર્યો હતો કે અગાઉના અધિકારીઓ સામે પગલાં લીધાં પણ હાલના અધિકારીઓ સામે ક્યાં (Gujarat High Cout Ask to AMC) પગલાં લેવાઈ રહ્યા છે? આ મામલે વધુ સુનાવણી 10 જાન્યુઆરીએ થશે.

Gujarat High Cout Ask to AMC : અગાઉના અધિકારીઓ સામે પગલાં લીધા પણ હાલના અધિકારીઓ સામે ક્યાં પગલાં લઈ રહ્યા છો?

author img

By

Published : Dec 22, 2021, 4:31 PM IST

અમદાવાદઃ અહીં ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં (Hearing on contempt of court) એફિડેવિટ (Affidavit in the High Court) રજૂ કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) સોગંદનામામાં વર્ષ 2018 થી ઓક્ટોબર 2021 સુધી કુલ 523.415 કિલોમીટર રોડ બનાવ્યા અને રિસરફેસ કરાયા હોવાનો દાવો (Gujarat High Cout Ask to AMC) કર્યો હતો. આ સાથે ભીમજીપુરાથી ચાંદલોડીયા રોડ ઓવરબ્રિજ બનાવવાને લઇને પણ આયોજન કરાયું હોવા દિલ્હીની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવેલા રિપોર્ટમાં નિર્દેશ કરેલા કયા કામ થઈ શકે તેમ નથી તે મુદ્દે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા - GPCBને પગલાં લેવા સૂચના

આગામી સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે

હાઈકોર્ટે આગામી સુનાવણી હવે 2022માં 10મી જાન્યુઆરીએ રાખી છે. આપને જણાવીએ કે ગુજરાત હાઇકોર્ટે એક નવતર પ્રયોગ શરુ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે નવેમ્બરમાં આદેશ કર્યો હતો કે કે લાંબા સમયથી પેન્ડિંગ પડી રહેલી કન્ટેમ્પ્ટની અરજીઓ (contempt of court)ને બોર્ડ પર લાવવામાં આવે, જેથી અગાઉ કોર્ટે આદેશ કર્યો હોવા અમલવારી ન થઈ હોય તો પગલાં લઈ શકાય. ચીફ જસ્ટિસે કન્ટેમ્પ્ટની અરજીઓને પ્રાથમિકતા આપી એ તરફ નિર્દેશ કર્યો છે કે કોર્ટના આદેશની અમલવારી (Gujarat High Cout Ask to AMC) ન કરવામાં આવે તો કોર્ટ તેને સાખી લેશે નહીં.

આ પણ વાંચોઃ Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

કોર્પોરેશને આ પહેલાં લીધાં હતાં પગલાં

અમદાવાદ શહેરમાં બિસમાર રોડ, રખડતા ઢોર તેમજ ટ્રાફિકની સમસ્યામુદ્દે વારંવાર અનેક સવાલો ઉભા થયાં ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે હાઈકોર્ટમાં એફિડેવિટ (Affidavit in the High Court) રજૂ કર્યું હતું. એફિડેવિટમાં કમિશનરને રજૂઆત કરી હતી કે શહેરમાં બિસ્માર રોડ સામે કોર્પોરેશનને કયા પગલાં લીધા તેમજ, રોડ રિસરફેસનું કઈ રીતે કામ કરી રહ્યું છે? તે અંગે માહિતી આપવામાં આવી હતી. મનપા કમિશનરે કહ્યું હતું કેે રસ્તાની કામગીરીના કુલ 91 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. બિસ્માર રોડ સામે અત્યાર સુધી ત્રણ કોન્ટ્રાક્ટર્સને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. નબળી ગુણવત્તાવાળા કામ માટે કોન્ટ્રાક્ટરને 8.30 કરોડનો દંડ પણ કરવામાં આવ્યો છે. જ્યારે 110 એન્જિનિયર્સને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. આ 110 એન્જિનિયર્સમાંથી 87 એન્જિનિયર્સને વિવિધ પેનલ્ટી પણ કરવામાં આવી છે જ્યારે 23 એન્જિનિયર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.