- 12ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ગુજરાત હાઈકોર્ટ બંધ રહેશે
- 17મી ઓગસ્ટએ SOP ની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરાશે
- 16 મહિના બાદ ગુજરાત હાઇકોર્ટેમાં શરૂ થશે પ્રત્યક્ષ સુનાવણી
અમદાવાદ: 17 ઓગસ્ટથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ થશે. અગાઉ નામદાર હાઇકોર્ટ દ્વારા આ મામલે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન સાથે મળીને ઘણા લાંબા સમય પછી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. જોકે આ પ્રત્યક્ષ સુનાવણી શરુ થતા પહેલા કોરોનાને ધ્યાનમાં રાખીને 3 દિવસ એટલે કે, 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ગુજરાત હાઈકોર્ટ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. આ ત્રણ દિવસ દરમિયાન હાઇકોર્ટની તમામ પ્રિમાઇસીસમાં સાફસફાઈ સાથે સેનેટાઈઝેશન કરવામાં આવશે.
SOPની ગાઈડલાઈન મુજબ નિશ્ચિત કરેલા લોકોને જ પ્રવેશ
હાઇકોર્ટે 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ બંધ રહેશે. આ સાથે 17 તારીખે તમામ SOPની ગાઈડલાઈન મુજબ નિશ્ચિત કરેલા લોકોને જ પ્રવેશ અપાશે. કોરોનાને કારણે 16 મહિના બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા જઇ રહી છે. ત્યારે આગમચેતીના પગલાં લેતા હાઇકોર્ટ દ્વારા (SOP)સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. આ કાર્યવાહિ અંતર્ગત તમામ નિયમોનું હાઇકોર્ટના સ્ટાફ, વકીલો, તેમજ કેસ માટે આવતા પક્ષકારોએ પાલન કરવાનું રહેશે.
SOPનો સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ કાર્યવાહીમાંં સ્પષ્ટ ઉલ્લેખ
સરકારે બહાર પાડેલી(SOP) સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ કાર્યવાહીમાંં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમામ લોકો હાઇકોર્ટમાં પ્રવેશ ગેટ નંબર 2 અને 5 પરથી લઇ શકશે. ગેટ નંબર 2 અને 5 ઉપર પ્રવેશ લેનારા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્ક્રિનિંગ દરમિયાન જો કોઈને ફલૂ, તાવ, કફ હોય તો તે લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે વકીલો પક્ષકારો રજીસ્ટર ક્લાર્ક કોર્ટના પરિસરમાં આવેલા 12 રૂમ સુધી પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત કોર્ટના બીજા માળે જવા માટે એલિવેટર બંધ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: કલોલ બ્લાસ્ટ મામલો: AUDAએ હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
કોર્ટે સૂચવેલા નિર્દેશોનું કરવું પડશે પાલન
નામદાર ગુજરાત હાઈકોર્ટે બહાર પાડેલી SOPમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે લોકો હાઇકોર્ટમાં પ્રવેશ લેશે તેમણે ફરજિયાત ધોરણે નિયમોનું પાલન કરવાનું રહેશે જેમાં માસ્ક ફરજીયાત પહેરવું, યાદચ્છિક રીતે થતી તપાસમાં થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત કરાવવું, હાથને સેનેટાઇઝ કરવા, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું વગેરેનું પાલન કરવાનું રહેશે. આ સાથે કોર્ટે જે વ્યક્તિ 65 વર્ષથી વધુના હોય તેવા વકીલો, ક્લાર્ક, પક્ષકારોને કે જેવો કોમોર્બોડિટીઝનો સામનો કરી રહ્યા હોય તે લોકો કોર્ટથી દૂર રહી શકશે.