અમદાવાદ - ગુજરાત હાઇકોર્ટમાં અવારનવાર અનેક પ્રકારની હેબિયસ કૉપર્સ થતી રહેતી હોય છેઅને તેને લઈને ઘણા બધા કેસનો નિકાલ પણ થતો હોય છે. પરંતુ એક કેસને લઇને હાઇકોર્ટની ખંડપીઠે આકરું વલણ (High Courts stern stance on habeas corpus petition) અપનાવ્યું છે અને ગંભીર ટકોર કરતા (Gujarat High Court Hearing) કહ્યું છે કે અમુક અરજદારો દ્વારા હેબિયસ કોપર્સ કરીને તે કોર્ટ મશીનરીનો દુરૂપયોગ (Abuse of habeas corpus) કરે છે.
શું છે સમગ્ર મામલો - મહેસાણા જિલ્લામાં રહેતી એક સગીર છોકરી લાપતા થઈ જતા તેના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ઘણો બધો સમય થઈ જવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતાં અને તેને લીધે થઈને માતાપિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી દાખલ કરી હતી. આ મામલે પગલાં લેવામાં આવે તેવી પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Nityanand Ashram Controversial Case : બંને યુવતીઓને જમૈકા એમ્બેસીમાં હાજર રહેવા હાઈકોર્ટનો આદેશ
યુવતીઓ જાતે જતી રહેવાના મામલા - આ બાબતને લઈને હાઇકોર્ટની ખંડપીઠે (Gujarat High Court Hearing) જણાવ્યું કે આવા અનેક પ્રકારના કેસ અને હેબિયસ કોપર્સ થતા રહેતા હોય છે પરંતુ એક દર 1000માંથી 70થી 80 ટકા કેસ એવા હોય છે કે જેમાં છોકરી જે સગીર અથવા તો પુખ્ત વયની હોય છે અને તે દરેક કેસમાં તેની જાતે જ જતી રહેલી હોય છે. આવા સંજોગોમાં કોર્ટ દ્વારા કોઈ પણ છોકરીને પુખ્ત વયની હોવાથી કંઈ કહી (Abuse of habeas corpus)શકાતું નથી તેથી તેમને જ્યાં જવું હોય ત્યાં જવા દો અથવા તો તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપતા હોય છે.
આ પણ વાંચોઃ 2 અઠવાડિયામાં કિશોરીને શોધી લાવે નહીંતર DCP કોર્ટમાં હજાર થાય: કોર્ટનો આદેશ
હેબિયર્સથી કોર્ટની મશીનરીનો દુરૂપયોગ - ઘણીવાર તો હેબિયસ કોપર્સમાં પરિણીત યુવતીઓ પણ જાતે જતી રહેતી હોય છે અને પોતાની મરજીથી જ ગયેલી હોય છે. ત્યારે જ્યારે પણ કોર્ટ દ્વારા એવું પૂછવામાં આવે છે ત્યારે તેઓ પુખ્ત વયના હોવાના લીધે તેમને કંઈ કંઈ પણ શકાતું નથી. આવા પ્રકારના હેબિયસ કોપર્સનો દુરુપયોગ- કોર્ટની મશીનરીનો દુરૂપયોગ (Abuse of habeas corpus)કરાય છે એવું લાગી રહ્યું છે. જોકે આ કેસને લઈને અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે માતાપિતા ખૂબ જ ગરીબ છે પરંતુ પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યાં એ માટે થઈને દીકરીને શોધવા માટે થઈને હેબીયસ ર્કોપર્સ દાખલ કરવામાં આવી છે.
કોર્ટે આપી ચેતવણી - કોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ કહ્યું હતું કે આ કેસમાં અમને નોટિસ ઇશ્યુ કરવામાં કોઈ જ વાંધો નથી. પરંતુ જો છોકરી મળી જશે અને ત્યારબાદ જો છોકરી દ્વારા એવું કહેવામાં આવશે કે તેની જાતે જ જતી રહેલી છે તો આ સંજોગોમાં કોર્ટ (High Courts stern stance on habeas corpus petition) અરજદારને રૂપિયા 25,000નો દંડ ફટકારાશે એવું કોર્ટ (Gujarat High Court Hearing) દ્વારા કહેવામાં આવ્યું હતું.