ETV Bharat / city

ગુજરાત સરકારે ઈશરત કેસમાં ત્રણ આરોપી સામે કાર્યવાહી કરવાની મંજૂરી નકારી - અમદાવાદ ન્યૂઝ

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ શનિવારે કોર્ટને જણાવ્યું હતું કે, 2004માં ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં IPS અધિકારી જી. એલ. સિંઘલ સહિત ત્રણ આરોપી પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની ગુજરાત સરકારે મંજૂરી નકારી દીધી છે.

CBIની માંગ હતી કે પોલીસ અધિકારીએ સામે કાર્યવાહી થાય

author img

By

Published : Mar 20, 2021, 10:52 PM IST

  • CBIની માંગ હતી કે પોલીસ અધિકારીએ સામે કાર્યવાહી થાય
  • રાજ્ય સરકારે કાર્યવાહીની મંજૂરી ન આપી
  • ઈશરત જહાં સહિત ચાર લોકોના પોલીસ એન્કાઉન્ટર થયા હતા

અમદાવાદ: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)ની માંગ હતી કે સિંઘલ, તરુણ બારોટ અને અનાજુ ચૌધરી સામે કાર્યવાહી કરતાં રાજ્ય સરકાર મંજૂરી આપે. સત્તાવાર રીતે સરકારી કર્મચારી હોય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે સરકારની મંજૂરીની જરૂર હોય છે. ક્રિમિનલ કાર્યવાહીની કલમ-197 હેઠળ સરકારી કર્મચારી સામે કાર્યવાહી કરવા માટે મંજૂરીની જરૂર પડે છે. આ માટે ગુજરાત સરકારે મંજૂરીને નકારી કાઢી છે. આજે અદાલતમાં વિશેષ સરકારી વકીલ આર. સી. કોડેકર ત્રણ આરોપી સામે કાર્યવાહીને મંજૂરીને નકારતો પત્ર સુપ્રત કર્યો છે.

આ પણ વાંચો: ઈશરતની માતાએ કહ્યું ન્યાયની હિંમત હારી, CBI ઈચ્છે તો મારી દિકરીને ન્યાય અપાવે

ચાર લોકોએ કોર્ટ કાર્યવાહી છોડવા કોર્ટ સમક્ષ અરજી કરી

પોલીસ મહાનિરીક્ષક સિંઘલ, નિવૃત પોલીસ અધિકારી બારોટ અને જે. જી. પરમાર અને ચૌધરીએ જરૂરી મંજૂરીની માંગ સાથે કોર્ટ કાર્યવાહી છોડવા માટે કોર્ટ સમક્ષ અરજી કરી છે. આ કેસમાં સુનાવણી દરમિયાન પરમારનું મોત થયું હતું.

આ પણ વાંચો: ઈશરત જહાં કેસ: CBIએ સતત ત્રીજી વખત સુનાવણી ટાળી

અગાઉ પણ સરકારે વણઝારા અને અમીન સામે કાર્યવાહીને નકારી હતી

ઓકટોબર-2020માં તેના આદેશમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, પોલીસ અધિકારીઓએ તેમની સત્તાવાર ફરજો બજાવી હતી. તેથી CBIને કાર્યવાહીની મંજૂરી મેળવવી જરૂરી હતી. 2019માં CBI કોર્ટે તેમના વિરુદ્ધ કાર્યવાહી રદ્ કરી હતી. આ કેસમાં પૂર્વ પોલીસ અધિકારીઓ ડી. જી. વણઝારા અને એન. કે. અમીન રાજ્ય સરકારે આવી જ મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો.

2004માં ઈશરત જહાં સહિત ચારનું પોલીસ એન્કાઉન્ટર થયું હતું

2018માં પૂર્વ ઈન્ચાર્જ પોલીસ મહાનિર્દેશક પી. પી. પાંડેને આ કેસમાંથી રજા આપવામાં આવી હતી. CBIએ સાત પોલીસ અધિકારીઓના નામ લીધા હતા. પાંડે, વણઝારા, અમીન, સિંઘલ, બારોટ, પરમાર અને ચૌધરી 2013માં દાખલ થયેલી પ્રથમ ચાર્જશીટમાં આરોપી તરીકે નામ હતા. ઈશરત જહાં મુંબઈની નજીક મુબ્રાની 19 વર્ષની મહિલા અને જાવેદ શેખ ઉર્ફે પ્રણેશની સાથે હત્યા કરાઈ હતી. 15 જૂન, 2004ના રોજ અમદાવાદ નજીક પિલ્લઈ, અમજદઅલી અકબરઅલી રાણા અને ઝીશન જોહરનું પોલીસ એન્કાઉન્ટર કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ ચાર આંતકવાદીઓ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની યોજના લઈને આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.