ETV Bharat / city

ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન બિલ પર વિચારણા શરૂ કરી, 2 થી વધુ બાળકો હશે તો સરકારી નોકરી પણ ગુમાવવી પડશે ?

ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ પોપ્યુલેશન બિલ લાગુ કરવાની ચર્ચા તેજ બની છે. નાયબ મુખ્ય પ્રધાને આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ઘણા વર્ષ પહેલાં જ આપણે આની શરૂઆત કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લડવા માટે આપણે આ કાયદો કરી દીધો છે. રાજકિય વિશ્લેષકો પણ આ કાયદાને યોગ્ય માની રહ્યાં છે.

ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન બિલ પર વિચારણા શરૂ કરી

author img

By

Published : Jul 13, 2021, 8:29 PM IST

  • ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન બિલ બાબતે વિચારણા શરૂ કરી
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાત 2005માં લાવવામાં આવ્યું હતું બિલ
  • હવે રાજયના તમામ નાગરિકોને લાગુ પડતું બિલ પર સરકારની વિચારણા
  • જો ત્રીજું બાળક આવે તો પણ સરકારી નોકરી જવાનો ભય

ગાંધીનગર: વસ્તીને કંટ્રોલમાં લાવવા માટે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા પોપ્યુલેશન બિલ (population bill) પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે જ્યારે બિલ હવે ટૂંક સમયમાં જ ઉત્તર પ્રદેશની વિધાનસભામાં રજૂ કરવામાં આવશે ત્યારે ઉત્તર પ્રદેશમાં લાવવામાં આવેલ બાબતે ગુજરાત સરકારે પણ અધિકારીઓએ આ બિલ પર અભ્યાસ કરવા અને ખાસ જરૂરી ફેરફાર કરવાના પણ સૂચનો આપ્યા હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે, આમ ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં જ વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવશે તેવી પણ સંભાવનાઓ દેખાઇ રહી છે.

વર્ષ 2005માં તત્કાલીન મુખ્યપ્રધાન લાવ્યા હતા બિલ
ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો લોકલ બોડી ઇલેક્શનમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભામાં ગુજરાત લોકલ ઓથોરિટીઝ act 2005નું બિલ રજુ કર્યું હતું. જેમાં લોકલબોડીમાં ચૂંટણી લડનાર ઉમેદવારે ફક્ત બે સંતાન હોય તો જ તેઓ ચૂંટણી લડી શકે તેવું બિલ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું જ્યારે વિધાનસભાની ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં આ બિલ અસરકારક ન હતું. તો આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે ઘણા વર્ષ પહેલાં જ આપણે આની શરૂઆત કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લડવા માટે આપણે આ કાયદો કરી દીધો છે.

ગુજરાત સરકારે ઘણા વર્ષ પહેલાં જ કરી હતી શરૂઆત

હવે 2 બાળકો હશે તેને જ સરકાર ના લાભ પ્રાપ્ત થશે
ઉત્તર પ્રદેશના બિલ ને અનુસરીને ગુજરાત સરકાર પણ ઓપરેશન બીલ બાબતે ચર્ચા વિચારણા શરૂ કરી છે ત્યારે મહત્વની વાત સામે આવી રહી છે કે બે બાળકો હશે તેવા જ પરિવારને સરકારી સહાય અને ધારાધોરણ પ્રમાણે સરકારના લાભ પ્રાપ્ત થશે પણ જો ત્રણ બાળક હશે તો કોઈપણ પ્રકારના સરકારી લાભ લાગુ થશે નહીં આ મુદ્દો પણ સરકારી બિલમાં સમાવાય તેવી પણ શક્યતાઓ છે.

સરકારી નોકરી મળી અને ત્રીજું બાળક આવશે તો નોકરી ગુમાવી શકે છે કર્મચારી
મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા એવું પણ વિચારણા કરવામાં આવી રહી છે કે જો કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી મળે અને બે બાળક હોય ત્યાં સુધી તેમની નોકરી સુરક્ષિત છે પરંતુ જો ત્રીજું બાળક આવશે તો સરકારી નોકરી ગુમાવવી પડે તેવી પણ સંભાવનાઓ આ બીલના પ્રમાણે દેખાઈ રહી છે. રાજ્ય સરકાર બે બાળક પોલિસીમાં એ પણ વિચારણા કરી રહી છે કે જો 1 બાળક હોય અને ત્યારબાદ બે બાળકના સાથે જન્મ થાય એટલે કે ટ્વીન્સ આવે તો કઇ રીતનું નિયમ લાગુ તે બાબતે પણ સરકાર અત્યારે વિચારણા કરી રહી છે.

2 પત્ની હોય તે બાબતે પણ વિચારણા
અનેક સમાજમાં બે પત્ની રાખવાનો અધિકાર હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવતા બીલ બાબતે આ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવશે આમ બે પત્ની અને બે પત્નીના બાળકોની સંખ્યા બાબતે પણ રાજ્ય સરકાર દિલમાં સ્પર્ધા કરશે અને ત્યારબાદ વિધાનસભા ગૃહમાં કરવામાં આવશે. હવે જો નવું બિલ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવશે તો તમામ જાહેર જનતાને આપે લાગુ પડશે જેથી આવનારી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જે ઉમેદવાર ના બે બાળકો હશે તે લોકો જ ઉમેદવારી કરી શકશે.

વસ્તી નિયંત્રણ કાયદા પર કોંગ્રેસની પ્રતિક્રિયા

વસ્તી નિયંત્રણના આ નિવેદન પર અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અહીં વસ્તી વધારાની સમસ્યા કોઈ રહેલી જ નથી. ભાજપ સરકાર સામે મોટો પડકાર પુરુષ સ્ત્રી વચ્ચેનો તફાવત વધુ છે. આ ઉપરાંત તેઓ કહ્યું કે વસ્તી નિયંત્રણ 2005માં કાયદો પંચાયતી રાજમાં અમલ કરાયો હતો ત્યારે પણ કોંગ્રેસે સહકાર સરકારને આપ્યો હતો. તો કોંગ્રેસ પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું કે મંદી મોંઘવારી અને મહામારી વચ્ચે લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈ સરકાર વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની વાત કરી રહી છે.

રાજકિય વિશ્લેષકો ગણાવી રહ્યાં છે કાયદાને સારો

તો રાજકિય વિશ્લેષક જયવંત પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે આ કાયદો લાવવો ખૂબ સારી બાબત છે કારણ કે તેનાથી વસ્તી નિયંત્રણમાં આવી શકે છે પરંતુ સાથે સાથે રાજકીય પક્ષોને પણ ઘણું નુકસાન થાય તેવી શક્યતા છે, કારણકે ઇન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ દ્વારા વસ્તી નિયંત્રણ અંગે એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે આ નિયમને કારણે ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયા હતા ત્યારે વસ્તી નિયંત્રણ ધારાને લઈને હાલ રાજકારણ રમાઈ રહ્યું છે.

રાજ્યમાં લવ જેહાદ, ટ્રિપલ તલાક કાયદા બાદ લોકોમાં ડર મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં ત્રિપલ તલાક કાયદો લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગુજરાતની જો વાત કરવામાં આવે તો શરૂઆતમાં સુરતમાં 3 કેસ વાપીમાં 1, અમદાવાદમાં 1 અને બરોડામાં 4 કેસની આસપાસ નોંધણી થઈ છે ત્યારબાદ આ કાયદાની લોકોએ નોંધ લેતા હવે કેસ ઓછા સામે આવી રહ્યા છે, જ્યારે લવ જેહાદનો કાયદો ગુજરાત વિધાનસભામાં 1 એપ્રિલના દિવસે પસાર કરવામાં આવ્યો અને 15 જૂનની આસપાસ કાયદો અમલમાં આવ્યો હતો ત્યારે માત્ર 3 દિવસની અંદર બરોડામાં કેસ નોંધાયો હતો ત્યારબાદ અમદાવાદ, વાપીમાં કેસ નોંધાયા છે, આમ લવ જેહાદમાં આશરે 12 જેટલા કેસ નોંધાયા છે જ્યારે આ ગુનામાં 5 વર્ષની સજા અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.