ETV Bharat / city

Gujarat Gaurav Divas 2022 : ધન્ય ધન્ય આ ધરાગુર્જરી, વાગોળો ગુજરાત સ્થાપના દિવસે વિશેષ સંસ્મરણો ઈટીવી ભારતની સંગાથે - Ravishankar Maharaj

પહેલી મે, 1960ના રોજ બૃહદ મુંબઇમાંથી બે રાજ્યની રચના કરવામાં આવી હતી. મરાઠી અને ગુજરાતી ભાષાના આધાર પર બનેલા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનો 62મો સ્થાપના દિવસ (Gujarat Gaurav Divas 2022) ઉજવાઇ રહ્યો છે.ત્યારે થોડીક પશ્ચાદભૂમાં (Histry of Gujarat Sthapna Divas) નજર કરીએ અને ગૌરવવંતા ગુજરાતની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ અને ઘટનાઓને (Gujarat Foundation Day Special) પણ યાદ કરી લઇએ.

Gujarat Gaurav Divas 2022 : ધન્ય ધન્ય આ ધરાગુર્જરી, વાગોળો ગુજરાત સ્થાપના દિવસે વિશેષ સંસ્મરણો ઈટીવી ભારતની સંગાથે

author img

By

Published : May 1, 2022, 1:09 AM IST

અમદાવાદ- જય જય ગરવી ગુજરાતના શબ્દઘોષ સાથે પહેલી મે 2022ના રોજ ગુજરાત રાજ્યનો 62મા સ્થાપના દિવસની સોનેરી સવાર (Gujarat Gaurav Divas 2022) આવી છે. ત્યારે ગુજરાતની નવી પેઢી પણ રાજ્યના ભવ્ય વારસાથી ગૌરવાન્વિત મહેસૂસ (62 Gujarat Foundation Day Celebration) કરે તેવી બાબતોથી માહિતગાર (Gujarat Foundation Day Special) કરી રહ્યું છે ઇટીવી ભારત.

અતિપ્રાચીન છે ધરા ગુર્જરી - પ્રાચીન ગ્રંથોમાં ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં (Histry of Gujarat Sthapna Divas)આવતો હતો. આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. કૃષ્ણએ જે નગરી વસાવી હતી તે સમુદ્રમાં ગરકાવ થઈ હોવાનું કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો જેે સંમયાતરે ગુર્જર પરથી ગુજરાત પ્રદેશ (Gujarat Gaurav Divas 2022) તરીકે ઓળખાયો.

બે રાજ્યોનો ઇતિહાસ-દેશની સ્વતંત્રતા પહેલાં મુંબઇ, બોમ્બે પ્રેસીડન્સી સ્ટેટ તરીકે ઓળખાતું હતું.જોકે 1937માં બોમ્બે બ્રિટીશ ઇંડિયાનો એક ભાગ બન્યું. 1947માં ભારત આઝાદ થયું અને મુંબઇને એક અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આપવાની જરૂરીયાત ઉભી થઇ. ભાષા અનુસાર રાજ્યની વહેંચણી થઇ. 19 ડિસેમ્બરે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યની સ્થાપના કરવા માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન(SRC) બનાવ્યું. જે કમિશન ફૈઝલ અલી કમિશન તરીકે પણ જાણીતું હતું. આ કમિશને મુંબઇને દ્વિભાષી બનાવવાનું (Histry of Gujarat Sthapna Divas)નક્કી કર્યું. તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યપ્રદેશના નાગપુર ડિવીઝન સાથે હૈદરાબાદ રાજ્યના મરાઠવાડાના મરાઠી વિસ્તારને પણ મુંબઇમાં જોડવાની સલાહ આપી હતી. ગુજરાતી અને મરાઠી બોલતી પ્રજાએ SRCના આ નિર્ણયનો વિરોધ કર્યો અને ભાષા પ્રમાણે અલગ રાજ્યની માગ કરી હતી.ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે આઝાદી પછી ગુજરાતી પ્રજાનું મહાગુજરાત આંદોલન (Gujarat Gaurav Divas 2022)સૌથી મોટું આંદોલન (Mahagujarat Andolan)હતું.

ગુજરાત માટેનો સંઘર્ષ - 8 ઓગસ્ટ, 1856ના રોજ અમદાવાદના ભદ્ર કોંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતાં, પોલીસે અંધાધૂધ ગોળીબાર કર્યા તેમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતાં. ત્યાર પછી અમદાવાદમાં દેખાવો અને તોફાનો ફાટી નિકળ્યા હતાં. મહાગુજરાત (Mahagujarat Andolan)ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા હતાં. 9 સપ્ટેમ્બર 1956ના રોજ ખાડિયામાં એક સભા મળી હતી. જેમાં ઈન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયાં અને કાર્યકરોમાં નવી ચેતના જાગી હતી. 2 ઓકટોબર, 1956નો દિવસ મહાગુજરાત આંદોલનનો જુસ્સો વધુ જોરદાર બન્યો હતો. જવાહરલાલ નહેરુની સભામાં પાંખી હાજરી હતી, તો સામે ઈન્દુલાલ યાજ્ઞિકની સભામાં અંદાજે 3 લાખથી વધુ લોકો ઉપસ્થિત હતાં. ત્યાર પછી ઈન્દુલાલ યાજ્ઞિક ‘ઈન્દુચાચા’ તરીકે (Indulal Yagnik )જાણીતા બન્યા. ઈન્દુચાચાએ મહાગુજરાત આંદોલનને નવી દિશા આપી હતી.1957માં લોકસભાની ચૂંટણી આવી, જેમાં મહાગુજરાત જનતા પરિષદે ચૂંટણી લડી અને ઈન્દુલાલ યાજ્ઞિક સહિત પાંચ ઉમેદવારો ચૂંટાયા. ગુજરાતના ગામેગામે આંદોલને વેગ પકડ્યો હતો. 1959ની 6 ડિસેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની સમિતિની બેઠક મળી. બેઠકના બીજા દિવસે મુંબઈ રાજ્યના વિભાજનની દરખાસ્તને મંજૂરી (Histry of Gujarat Sthapna Divas)આપી દેવાઈ. મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યનું ઉદઘાટન થયું, પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અન મુખ્યપ્રધાન પદે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો. પહેલી મે, 1960ના દિવસે ગુજરાતીઓનો વિજય થયો હોય તેમ ગુજરાત રાજ્ય (Gujarat Gaurav Divas 2022)અસ્તિત્વમાં આવ્યું.

મુંબઇને લેવાનો મુદ્દો - બંને રાજ્યો આર્થિક રીતે સદ્ધર બોમ્બેને પોતાનામાં સમાવવા ઇચ્છતા હતાં. આ સ્થિતિમાં જવાહરલાલ નહેરુએ 3 રાજ્યના નિર્માણની વાત કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ મુંબઇ રાજ્ય. 1956માં મુંબઇ અને અન્ય મરાઠી જિલ્લામાં અલગ મરાઠીભાષી રાજ્યની માગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયાં. આગળ જતાં સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મોરારજી દેસાઇ તે સમયે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યપ્રધાન હતાં. મોરારજી દેસાઇ દ્વારા સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા. આ તરફ ગુજરાતમાં પણ મહાગુજરાત આંદોલન શરૂ થયું જેમાં 8 વિદ્યાર્થીઓના જીવ ગયાં હતાં.

રાજ્યની સ્થાપના સમયે મૂકસેવક રવિશંકર મહારાજે આપ્યાં આશીર્વાદ

ગુજરાતની રચના- સામાન્ય રીતે નવા રાજ્યનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે પણ ગુજરાતમાં આ સમયે એક નવી પ્રથાની શરૂઆત થઇ. ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન સાબરમતી આશ્રમમાંથી મૂકસેવક રવિશંકર મહારાજે (Ravishankar Maharaj)કર્યું હતું. રવિશંકર મહારાજે નવા અવતારમાં ગુજરાતને આશીર્વાદ આપ્યા હતાં. મહારાષ્ટ્રનો સંઘર્ષ સંયુક્ત મહારાષ્ટ્રની સાથે મુંબઇ શહેરને મહારાષ્ટ્રમાં ભેળવવાનો હતો. સાથે જ ગુજરાત માટે મહારાષ્ટ્રથી અલગ થવાની સાથે ગુજરાતી ભાષી ક્ષેત્ર અલગ તારવી શકાય તેમ હતું જ્યારે ડાંગ મહારાષ્ટ્રમાં ભળવાનું હતું. અંતે ડાંગ અને સાપુતારાને ગુજરાતમાં ભેળવવામાં આવ્યા અને મુંબઇને મહારાષ્ટ્રમાં(Histry of Gujarat Sthapna Divas) ભેળવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે etv ભારતે લીધી રવિશંકર મહારાજના ગામની મુલાકાત

ગુજરાતનો રાજકીય ઇતિહાસ -1 મે, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી મહાગુજરાત જનતા પરિષદનું વિલિનિકરણ કરવામાં આવ્યું હતું. જો ગુજરાતના રાજકીય ઇતિહાસને જોઇએ તો વર્ષ 1962 થી 2009 સુધીમાં 1600 કરતાં પણ વધારે સ્વતંત્ર ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. જો કે મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇંદુલાલ યાજ્ઞિકને (Indulal Yagnik ) સફળતા મળી તેવી બીજા કોઇને ન મળી. મહાગુજરાત નામમાં જ ગુજરાતી બોલતા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો (Mahagujarat Andolan) સમાવેશ થાય છે. કરાંચીમાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદની 13મી બેઠકમાં કનૈયાલાલ મુન્શીએ પહેલી વખત આ શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ગુજરાતમાં શાસનધુરા- એકબે અપવાદને બાદ કરતાં 1962થી કોંગ્રેસે સતત 1995 સુધી ગુજરાત પર પંજો કસ્યો હતો. જેમાં રાજ્યમાં માધવસિંહ સોલંકીની સ્થિર સરકારની સાથે અનામત આંદોલન જેવું વિકરાળ આંદોલન પણ જોવું પડ્યું હતું. નેવુંના દશકમાં જનસંઘમાંથી અસ્તિત્વમાં આવેલ ભારતીય જનતા પક્ષનું નામ સંભળાવું શરુ થયું તે કેશુભાઇ પટેલની સરકાર તરીકે 1995 અને 1998થી લઇને સતત ગુજરાતમાં શાસન (Gujarat Gaurav Divas 2022)સંભાળી રહ્યો છે.

ગુજરાતના વ્યક્તિ વિશેષો - ગુજરાત પ્રદેશે કેટલીય વિભૂતિઓને જન્મ આપ્યો છે. દેશની સ્વતંત્રતામાં ખૂબ મોટો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજી પોરબંદરના વણિક પરિવારમાં જન્મ થયો હતો, આજે ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા છે. પાકિસ્તાનના સર્જક એવા મોહમ્મદઅલી ઝીણાના વંશજો પણ સૌરાષ્ટ્રના પાનેલીમાં જન્મ્યા હતાં. દેશને એક કરવામાં ગુજરાતી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ મોટું પ્રદાન આપ્યું છે જેમના થકી આજે અખંડ ભારત જોવા મળે છે. ગુજરાતી મોરારજી દેસાઈ, નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સહિત કેટલાય નેતાઓએ રાજકારણમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. વડનગરના નરેન્દ્ર મોદી હાલ દિલ્હીમાં દેશના ધણીધોરી છે. તેઓ બીજી ટર્મમાં પણ વડાપ્રધાન પદ પર આવ્યા છે. ધીરુભાઈ અંબાણી અને તેમના પુત્ર મુકેશ અંબાણી, ગૌતમ અદાણીએ (Histry of Gujarat Sthapna Divas) વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ, ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, પાર્થિવ પટેલ, રવીન્દ્ર જાડેજા, ઈરફાન પઠાણ, હાર્દિક પંડ્યા સહિત અનેકોઅનેક નામો છે, કે જેઓ ગુજરાતની ધરતીના સંતાનો છે, અને તેમણે દેશનું નામ (Gujarat Gaurav Divas 2022)રોશન કર્યું છે.

રાજ્યમાં વિકસેલા ઉદ્યોગ- ગુજરાતના પાછલા કેટલાક દશક તરફ સમૃદ્ધિની દ્રષ્ટિએ નજર કરીએ તો રાજ્યના પહેલા મુખ્યપ્રધાન જીવરાજ મહેતાથી લઇ છેલ્લે પદારુઢ કરાયેલાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુધી રાજ્યમાં કૃષિ અને પશુપાલન, પ્રવાસન, ઊર્જા, આંતર માળખાકીય સુવિધાઓને લગતા વ્યવસાય, દેશવિદેશના ઔદ્યોગિક એકમોનો વિસ્તાર,ટેકસટાઇલ્સ અને ગારમેન્ટ ઉદ્યોગ, ડાયમન્ડ ઇન્ડસ્ટ્રિઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રિઝમાં કરોડો લોકોને રોજગાર મેળવવાનો અવસર મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત સ્થાપના દિન: અલગ રાજ્ય થી લઇ અત્યાર સુધીની ગૌરવાન્વિત ગાથા...

62માં સ્થાપના દિવસની આગેકૂચ- 2022માં આવેલા 62માં સ્થાપના દિવસની વાત (62 Gujarat Foundation Day Celebration) કરીએ તો પણ વિકાસની આગેકૂચ જારી રાખતાં પહેલી મેના દિવસે 21 કાર્યક્રમોના આયોજન સાથે 440 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવી રહ્યાં છે.આ વર્ષનો રાજ્ય સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે અંતર્ગત પાટણમાં ઉજવાઇ રહ્યો છે. જેમાં જિલ્લાના 523 ગામડાઓમાં સ્વચ્છતા મિશન, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ, કુપોષિત બાળકોને સુપોષિત કરવા સહિતના 21 કાર્યક્રમોનું (Gujarat Sthapna Divas Celebration in Patan) આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના ગામડાઓમાં સરપંચ અને લોકો દ્વારા દીવા પ્રગટાવવાના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. સ્થાપના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પાટણ જિલ્લામાં 110 કરોડના વિકાસકામોનું ઈ લોકાર્પણ કરવામાં આવશે. તેમજ 330 કરોડના કામોનું (Gujarat State Foundation Day 2022) ઈ ખાતમુહૂર્ત (Gujarat Gaurav Divas 2022) કરવામાં આવશે.

આજના સમયમાં પડકારો - ગુજરાત હવે 62મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે કોરોનાકાળના ફટકામાંથી બહાર આવી પ્રજાજનો માટે આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલો, વધી રહેલી બેરોજગારીને કાબૂમાં લેવા, મોંઘવારીને કાબૂમાં લેવા પેટ્રોલ ડીઝલના ભાવ પર વિચાર કરવાનો, રાજ્યમાં વધી રહેલા આંતરિક જૂથસંઘર્ષોને શમાવવાનો એવા અનેક પડકારો (Gujarat Gaurav Divas 2022) મોં ફાડીને ઊભા છે. ત્યારે રાજ્યની સ્થાપના સમયે મૂકસેવક રવિશંકર મહારાજે (Ravishankar Maharaj) એ સમયે આપેલી સલાહના સુવર્ણાક્ષરો આજે પણ એવા જ પ્રસ્તૂત છે જે તે સમયે પણ હતાં. જૂઓ તેમણે શું કહ્યું હતુંઃ "સાદગી રાખજો. ગુજરાતી ભાષામાં રાજ્ય ચલાવજો. ગૌવધબંધી કરજો.સાદું જીવન જીવજો.અનાજમાં સ્વાવલંબી બનજો. વહીવટમાં પ્રજાકીય સંચાલન દ્વારા પ્રજાનો પ્રેમ જીતજો. લાંચરુશ્વત નાબૂદ કરજો. લોકોના અસંતોષને સમજતાં શીખજો. ગુજરાતનું હિત જોખમમાં હોય ત્યારે રાજકીય સંકુચિતતા છોડીને એક બનજો. વિરોધ પક્ષો માત્ર વિરોધ કરવાખાતર વિરોધ ન કરશો. શાસકપક્ષ વિરોધ પક્ષના દ્રષ્ટિબિંદુને ન અવગણે. બનેત્યાં સુધી ગોળીબાર ટાળજો અને ગુજરાતને ગાંધીવાગી વિચારસરણી અને સરદાર પટેલના સ્વપ્નનું દ્રષ્ટાંતરુપ રાજ્ય બનાવજો."

શું ગુજરાતના નાગરિકોને નથી લાગતું કે આજની તારીખમાં કદાચ આ શબ્દો પર અમલ કરવાની સૌથી વધુ જરુરિયાત છે?

સૌ ગુજરાતવાસીઓને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.