ETV Bharat / city

Gujarat Election 2022: શું ગુજરાત ખરેખર રાજકીય પ્રયોગશાળા છે, અગાઉ ક્યારે થયા હતા પ્રયોગ અને કેમ, આવો જાણીએ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 29 એપ્રિલે એક દિવસીય ગુજરાતના પ્રવાસે (BJP National President JP Nadda) હતા. તે દરમિયાન તેમણે ગુજરાતને રાજકીય પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) કહી હતી. ત્યારે શું ખરેખર ગુજરાતના રાજકારણમાં દિલ્હીથી પ્રયોગ (Gujarat Election 2022) થઈ રહ્યા છે. આ અંગે રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે. આવો જાણીએ આ અહેવાલમાં.

Gujarat Election 2022: શું ગુજરાત ખરેખર રાજકીય પ્રયોગશાળા છે, અગાઉ ક્યારે થયા હતા પ્રયોગ અને કેમ, આવો જાણીએ
Gujarat Election 2022: શું ગુજરાત ખરેખર રાજકીય પ્રયોગશાળા છે, અગાઉ ક્યારે થયા હતા પ્રયોગ અને કેમ, આવો જાણીએ
author img

By

Published : May 3, 2022, 11:31 AM IST

Updated : May 3, 2022, 11:57 AM IST

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા તાજેતરમાં ગુજરાત પ્રવાસે (JP Nadda Gujarat Visit) હતા. તે દરમિયાન તેમણે ગુજરાતને રાજકીય પ્રયોગશાળા ગણાવી હતી. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે તેમણે ગુજરાતના સાંસદો, ધારાસભ્યો, કોર કમિટીના સભ્યો અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તે દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ગુજરાતને રાજકીય પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) કહી હતી.

ગુજરાત આઝાદી પહેલા જ ભારતની રાજકીય પ્રયોગશાળા રહ્યું છે

ગુજરાત આઝાદી પહેલા જ ભારતની રાજકીય પ્રયોગશાળા રહ્યું છે - આ અંગે રાજકીય વિશ્લેષક જયંત પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં (Political Analyst on Political Laboratory) જણાવ્યું હતું કે, જે.પી. નડ્ડાનું વિધાન (JP Nadda on Gujarat Political Laboratory) નવું નથી. ગુજરાત ભૂતકાળમાં પણ રાજકીય પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) રહ્યું છે. ભારતના મોટા નેતાઓ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ વગેરે ગુજરાતમાં જન્મ્યા હતા. સાબરમતી આશ્રમમાં અંગ્રેજોને દેશમાંથી કાઢવા પ્રયોગો થતા હતા. આ માટે યોજાયેલી દાંડી યાત્રા પણ એક પ્રયોગ જ હતી. ગુજરાત રાજ્યની રચના બાદ કૉંગ્રેસની સરકારો બની હતી. ચીમનભાઈ પટેલે પોતાની સરકાર સામે જ વિદ્રોહ કર્યો અને તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ગુજરાતમાં આંદોલનો થકી તેમને પણ હટાવી દેવામાં આવ્યા હતા.

વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા તે પણ એક પ્રયોગ - પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં અનામત આંદોલન બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારબાદ કેશુભાઈની સરકારમાં શંકરસિંહે વિદ્રોહ કર્યો અને ખજૂરાહો કાંડ થયો. ભાજપે સત્તા મેળવવા રામ મંદિરનું બીડું ઝડપ્યું અને બાબરી ધ્વંસ કરી તે પણ એક પ્રયોગ હતો. નરેન્દ્ર મોદી જ ગુજરાતમાં શાંતિપૂર્વક 5 વર્ષ શાસન કરનારા મુખ્યપ્રધાન બન્યા હતા. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે (Narendra Modi as Gujarat CM) પ્રમોટ કરાયા તે પણ એક પ્રયોગ હતો. ત્યારબાદ ગુજરાતના મુખ્યપ્રધાન પદે આવેલા આનંદીબેન પટેલે પણ પાટીદાર અનામત આંદોલનનો સામનો કરવો પડ્યો અને રાજીનામું આપ્યું એ પણ એક પ્રયોગ હતો. ત્યારબાદ વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવાયા તે પણ એક પ્રયોગ જ હતો.

આ પણ વાંચોઃ ભાજપમાં જોડાવવાનો નિર્ણય મેં એકાએક નથી લીધો... આવું કહેવા પાછળ શું ઉદ્દેશ છે અશ્વિન કોટવાલનો

વિજય રૂપાણીનું રાજીનામું અને ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન, એક પ્રયોગ કે સ્ટ્રેટેજી - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ (JP Nadda on Gujarat Political Laboratory) ગુજરાતમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થયા પહેલાં વર્તમાન મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળના રાજીનામા સંદર્ભે ગુજરાતને પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) ગણાવી હતી, પરંતુ વિરોધ પક્ષો કહે છે કે, ખરેખર ગુજરાત સરકાર કોરોના કાળમાં લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ ગઈ છે. અધિકારીઓને ભરોસે ગુજરાત સોંપી દેવાયું હતું. ભાજપની સામે લોકોના મનમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં પાર્ટીમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ વધી રહ્યો હતો. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ અવારનવાર સ્ટેજ પરથી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. તેને દબાવી દેવા આવો પ્રયોગ કરાયો હતો. આ ઉપરાંત સિનિયર નેતાઓને છોડીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા તે પણ ભાજપનો પ્રયોગ છે.

આ પણ વાંચોઃ કૉંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ... આજે લાગશે વધુ એક ઝટકો

દિલ્હીથી થાય છે ગુજરાતમાં પ્રયોગ - ઉપરના ઉદાહરણમાં જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, ભારતમાં લોકશાહી રાજકીય પાર્ટીઓ થકી છે. રાજકીય પાર્ટીઓના મોવડીમંડળ નક્કી કરે. તે પ્રમાણે પ્રયોગ (Gujarat is a Political Laboratory) જુદાજુદા રાજ્યોમાં થતાં હોય છે. પહેલાં ઉત્તરપ્રદેશ ભારતીય રાજકારણની પ્રયોગશાળા ગણાતું હતું, પરંતુ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જેવા મજબૂત નેતાઓ ગુજરાતમાંથી ગયા હોવાથી તેમની પકડ ગુજરાતમાં બનાવી રાખવા ગુજરાતમાં પ્રયોગો થતા રહે છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન અને અન્ય પ્રધાનો નક્કી કરવા ઉપરાંત સાંસદો અને ધારાસભ્યોને ટીકીટ પણ દિલ્હીથી જ નક્કી થાય છે.

પ્રયોગ જ કરવા હોય તો સ્થિર સરકારનું શું? - એક તરફ રાજકીય પાર્ટીઓમાં કહેતી હોય છે કે, રાજ્યના અને દેશના વિકાસ માટે અને સુચારુરૂપે વ્યવસ્થા ચલાવવા સ્થિર સરકાર જરૂરી છે. બીજી તરફ તેઓ સરકારને પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) બનાવી દે છે. ત્યારે જે પ્રતિનિધિઓને લોકોએ ચૂંટીને મોકલ્યા છે. તેમની આસ્થા સાથે રમત રમાઈ રહી છે. તે મુદ્દે જે. પી. નડ્ડાએ (JP Nadda on Gujarat Political Laboratory) કહ્યું હતું તે લોકો પાર્ટીને વોટ આપે છે, પ્રતિનિધિને નહીં. તો પછી નરેન્દ્ર મોદીના નામે શા માટે વોટ માગવામાં આવે છે?

કૉંગ્રેસે પણ પ્રયોગ કર્યો પણ નિષ્ફળ રહ્યો - રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં કોઈ પણ રાજકીય પાર્ટી લઈ લો. તેનું સંચાલન તેના ઉચ્ચ મોવડીમંડળમાંથી જ થાય છે અને જેની સરકાર કેન્દ્રમાં હોય તે રાજ્યમાં આવા પ્રયોગ કરતી હોય છે. પાર્ટી જ ખરી સત્તા ભોગવે છે. કૉંગ્રેસે પણ પંજાબમાં આવો પ્રયોગ કરીને કેપ્ટન અમરિન્દર સિંહ પાસેથી રાજીનામું લખાવીને ચરણજિતસિંહ ચન્નીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા, પરંતુ તે પ્રયોગ નિષ્ફળ ગયો. આમ, કેટલાક પ્રયોગ સફળ જતા હોય છે. તો કેટલાક પ્રયોગ નિષ્ફળ જતા હોય છે.

આગામી સમયમાં ગુજરાતમાં પ્રયોગ થશે? - રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, જે.પી.નડ્ડાનું (JP Nadda on Gujarat Political Laboratory) આ વિધાન એ ગુજરાતના નેતાઓને જણાવવા માટે હતું કે, આગામી ચૂંટણીઓમાં (Gujarat Election 2022) પણ નેતાઓ પ્રયોગને લઈને તૈયાર રહે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અગાઉ કાર્યકરોને કહી ચૂક્યા છે કે, પાર્ટીની લાઈન પ્રમાણે આપણે કામ કરવાનું છે. આજે પદ છે. કાલે ના પણ હોય. આગામી ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) જોવા મળી શકે છે!

Last Updated : May 3, 2022, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.