ETV Bharat / city

Gujarat Corona Update: માત્ર 4 દિવસમાં કેસો બમણા થયા, 24 કલાકમાં 20,966 પોઝિટિવ કેસ નોંધાયા - ગુજરાતમાં આજે કોરોના

ગુજરાતમાં આજે 20,966 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.

Gujarat Corona Update: માત્ર 4 દિવસમાં કેસો બમણા થયા, 24 કલાકમાં 20,966 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jan 19, 2022, 9:38 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાએ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા, ત્યારે જાન્યુઆરીની 19 તારીખે માત્ર 4 દિવસમાં કેસો બમણા થતા સમગ્ર રાજ્યમાં 20,966 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. જેમાંથી 9828 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. આજે 12 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 6, ભરૂચ અને સુરત શહેરમાં 1-1, વલસાડ અને સાબરકાંઠામાં 2 મૃત્યુ નોંધાયુ છે.

છેલ્લા અઠવાડિયાના આંકડા

તારીખઆંકડા
19-1-2220,966
18-1-2217119
17-1-2212753
16-1-2210150
15-1-229177
14-1-2210019
13-1-2211176
12-1-229941

અમદાવાદમાં ફાટ્યો કોરોના

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 8391 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 3318, વડોદરા શહેરમાં 1998 અને રાજકોટમાં 1259 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 9828 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 2,02,592 નાગરીકોને વેક્સિન અપાઈ

આજે રાજ્યમાં કુલ 2,02,592 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 30,136 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 64,376 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15થી 18 વર્ષના 32,947 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 47,515 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,55,82,092 રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 90,726

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 90,726 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 125 વેન્ટિલેટર પર અને 90,601 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,186 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,76,166 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 89.67 ટકા પર પહોંચ્યો છે.

આ પણ વાંચો:

ઓમિક્રોન સાથે લાંબા સમય સુધી કોવિડ ઓછું રહેવાનું કોઈ કારણ નથી: નિષ્ણાતો

IHU Covid Variant: ફ્રાન્સમાં શોધાયેલ નવો કોવિડ વેરિયન્ટ IHU શું છે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.