અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં (Gujarat Corona Update) સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 968 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 136 ઓમિક્રોન (Omicron in Gujarat)ના કેસ નોંધાયા છે. આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. 85 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
અમદાવાદમાંમાં કોરોના બેકાબુ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 396 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 42 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોનાથી વલસાડમાં એક મૃત્યુ નોંધાયું છે, જ્યારે સુરતમાં 209 રાજકોટમાં 40 અને વડોદરામાં 74 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કેટલા નાગરિકોનું થયું રસીકરણ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે કુલ 01,01,471 વ્યક્તિઓનું રસીકરણ (Gujarat vaccination) કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 08,88,96,888 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે રિકવરી રેટ 98.22 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 08,18,896 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 4,753 જેટલા એક્ટિવ કેસ (Active case in Gujarat) છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 4,747 દર્દીઓ સ્ટેબલ છે અને 10,120 કુલ મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચો: Omicron Vs Delta: નિષ્ણાતો મુજબ, ઓમિક્રોન વિશ્વમાંથી ડેલ્ટાને બદલીને સારું કરી શકે