ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં વધુ 24,485 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસ 1 લાખને પાર

ગુજરાતમાં આજે 24,485 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 10,310 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે.

Gujarat Corona Update: રાજ્યમાં વધુ 24,485 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસ 1 લાખને પાર
Gujarat Corona Update: રાજ્યમાં વધુ 24,485 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસ 1 લાખને પાર
author img

By

Published : Jan 20, 2022, 8:51 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના(Gujarat Corona Update)એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ ૧૪ હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા, ત્યારે જાન્યુઆરીની 19 તારીખે સમગ્ર રાજ્યમાં 24,485 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. જેમાંથી 10,310 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. આજે 13 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 7, સુરત શહેરમાં 2, જામનગર, રાજકોટ અને ખેડા જિલ્લામાં 1-1 મૃત્યુ નોંધાયુ છે.

Gujarat Corona Update: રાજ્યમાં વધુ 24,485 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસ 1 લાખને પાર
Gujarat Corona Update: રાજ્યમાં વધુ 24,485 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસ 1 લાખને પાર

અમદાવાદમાં ફાટ્યો કોરોના

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 9837 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2981, વડોદરા શહેરમાં 2823 અને રાજકોટમાં 1333 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 10310 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 2,47,111 નાગરીકોને વેક્સિન અપાઈ

આજે રાજ્યમાં કુલ 2,47,111 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 32,710 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 76,785 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15થી 18 વર્ષના 38,492 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 63,677 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,58,29,203 રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 1,04,888

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,04,888 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 156 વેન્ટિલેટર પર અને 1,04,732 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,199 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,86,476 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 88.51 ટકા પર પહોંચ્યો છે.

આ પણ વાંચો:

Covid19 Study : આવી વરાળ લેનારા લોકોમાં કોવિડ લક્ષણો વારંવાર દેખાતાં હોવાનો મેયોને અભ્યાસ

જો તમે કોરોનાને કારણે હોમ આઈસોલેશનમાં છો, તો આ રીતે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.