ETV Bharat / city

Gujarat Congress Protest : ED ઓફિસે રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ગુજરાત કોંગ્રેસનું વ્યાપક વિરોધ પ્રદર્શન, ઠાકોરે કહી નાખ્યું આવું - રાહુલ ગાંધીની પૂછપરછ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આજે ઈડી દ્વારા પૂછપરછના મામલે ગુજરાત કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો (Gujarat Congress Protest )કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદમાં જીએમડીસી ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન (Gujarat Congress Protest Over Rahul gandhi ED Inquiry) યોજાયું હતું.

Gujarat Congress Protest : ED ઓફિસે રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ગુજરાત કોંગ્રેસનું વ્યાપક વિરોધ પ્રદર્શન, ઠાકોરે કહી નાખ્યાં આવું

author img

By

Published : Jun 13, 2022, 2:08 PM IST

Updated : Jun 13, 2022, 4:43 PM IST

અમદાાવાદ-રાહુલ ગાંધીની ઇડી દ્વારા પૂછપરછ નવી દિલ્હીમાં થઇ રહી છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઇને વિરોધ જતાવવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress Protest Over Rahul gandhi ED Inquiry)દ્વારા પણ અમદાવાદના જીએમડીસી ખાતે વિરોધ કાર્યક્રમ (Gujarat Congress Protest )કરવામાં આવ્યો હતો. જોકે વિના મંજૂરીએ તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ પર આવીને વિરોધ કરવા લાગતાં પરેશ ધાનાણી સહિતના નેતાઓ અને કાર્યકરોની સામે પોલીસે અટકાયતી પગલાં ભર્યાં હતાં.

Gujarat Congress Protest : ED ઓફિસે રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ગુજરાત કોંગ્રેસનું વ્યાપક વિરોધ પ્રદર્શન, ઠાકોરે કહી નાખ્યું આવું

કોંગ્રેસ કેમ આકરે પાણીએ છે - ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઈડી દ્વારા રાહુલ ગાંધીને આજે હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. નેશનલ હેરાલ્ડ (National Herald Case) નામના ન્યૂઝ પેપરમાં મની લોન્ડરિંગના આરોપ સાથે સમન્સ પાઠવવામાં આવતા કોંગ્રેસ આકરા પાણીએ છે. ત્યારે મળતી માહિતીઅનુસાર EDએ રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ કરી દીધી છે. પૂછપરથછના પહેલા દોરમાં EDએ રાહુલ ગાંધીને કેટલા બેંક ખાતા છે? કઈ બેંકમાં ખાતા છે? વિદેશમાં કોઈ બેંક ખાતું છે? જો હા, તો તેના વિશે માહિતી આપવાની પૃચ્છા થઇ હતી.

પોલીસે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની પણ અટકાયત કરી હતી

આ પણ વાંચોઃ GMDC ગ્રાઉન્ડ ખાતે અટકાયત પહેલાં જ કોંગી નેતા થયા બેભાન

શું હતો કાર્યક્રમ - કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થઇ પદયાત્રા સ્વરૂપે EDની ઓફિસ સુધી જવાનો કાર્યક્રમ હતો. જોકે મંજૂરી ન મળતાં પોલીસે અટકાયત કરી હતી. ED જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ કરશે ત્યાં સુધી કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ હતો. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય અંબરિશ ડેર, વાવના ધારસભ્ય ગેનીબેન ઠાકોર, પૂંજા વંશ અને વિપક્ષ નેતા વિપક્ષ સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ ક્યારે નિકળશે રાહુલ બહાર: શું 3 દિવસથી ચાલતું રેસ્ક્યુ ઓપરેશન થશે સફળ ?

જગદીશે ઠાકોરે કહ્યું આવું - National Herald Case ને લઇ હાલમાં દિલ્હીની ઈડી ઓફીસ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ ચાલી (Inquiry of Rahul Gandhi) રહી છે તો બીજી તરફ દેશભરમાં ઈડી ઓફીસ બહાર કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવી રહી છે. ગુજરાત કોંગ્રેસે પણ જીએમડીસી ગ્રાઉન્ડથી ઈડી ઓફીસ સુધી પદયાત્રા કરી ધરણાનું આયોજન કર્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી RSSના મૂળમાં મીઠું ભરે છે. ભાજપે રાહુલ ગાંધી પર હાથ નાખીને ભૂલ કરી છે. ભાજપની 7 પેઢીને અમે ઓળખીએ છીએ. ભાજપે જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધીને ઓળખ્યા નહીં. અમને પરમીશન નહીં આપવામાં આવે તો પણ કોંગ્રેસે લડાઇનું રણશિંગુ ફૂક્યું છે અને લડાઇ લડશે.

નેશનલ હેરાલ્ડ કેસ ક્યારે ચર્ચામાં આવ્યો? - નેશનલ હેરાલ્ડનો મુદ્દો 2012માં ચર્ચામાં આવ્યો હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ખોટી રીતે હસ્તગત કરી છે. દિલ્હીમાં બહાદુરશાહ ઝફર માર્ગ પર સ્થિત હેરાલ્ડ હાઉસની મિલકત રૂપિયા 2000 કરોડની છે. જે ઇમારત પર કબજો કરવા માટે આ બધું કરવામાં આવ્યું હોવાનું જણાવાઇ રહ્યું છે. ષડયંત્ર હેઠળ યંગ ઈન્ડિયન લિમિટેડને TJLની મિલકતનો અધિકાર આપવામાં આવ્યો છે.

2015થી જામીન પર બહાર રાહુલ અને સોનિયા - 2015માં સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને આ મામલે વહેલી સુનાવણી માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું હતું. 19 ડિસેમ્બર 2015ના રોજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતાં. 2016 માં, સુપ્રીમ કોર્ટે આ કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિસ અને સુમન દુબેને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.

Last Updated : Jun 13, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.