ETV Bharat / city

કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ - દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આજે સોમવારે પ્રેસ કોંફરન્સ કરીને આક્ષેપો કર્યા હતા. કોરોનાના સમયમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ટેસ્ટિંગ અને વેકસિનેશનની અગવડતા અને કોરોનાના કારણે થતા મૃત્યુના આંકડા ખોટા દર્શાવવામાં આવી રહ્યા છે તેવા કોંગ્રેસ દ્વારા આરોપ મુકવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા કોરોનાના મૃતક પરિવારોને 4 લાખ આપવાની માંગ

author img

By

Published : May 10, 2021, 7:12 PM IST

  • કોંગ્રેસ દ્વારા સરકાર પર ટેસ્ટિંગ અને વેકસિનેશનને લઈને આરોપ
  • કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારોને 4 લાખની સરકાર સામે કોંગ્રેસની માંગ
  • કોરોનાને કારણે થયેલા મોતના આંકડા સરકાર છૂપાવતી હોવાના આક્ષેપો
    ગુજરાત કોંગ્રેસ દ્વારા કોરોનાના મૃતક પરિવારોને 4 લાખ આપવાની માંગ

અમદાવાદ: રાજ્યના શહેરોમાં કોરોનાના કેસ ઘટ્યા તો બીજી બાજુ, ગામડામાં કેસ વધી રહ્યા છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા હવે ગામડામાં પણ ટેસ્ટિંગ અને વેકસિનેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેવા સમયમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આરોપ મુકવામાં આવ્યો છે કે. રાજ્ય સરકાર મોતના આંકડા છુપાવી રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આજે સોમવારે પ્રેસ કોંફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે, સરકારના અણઘડ વહીવટના કારણે રાજ્યમાં કોરોનાનો ભય ફેલાયો છે. આથી, અંધાધૂંધીના માહોલનું સર્જન થયું છે.

આ પણ વાંચો: સુરત ગ્રામીણ વિસ્તારમાં ઇન્જેક્શન અને વેક્સિનની અછત મામલે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન

કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારોને કોંગ્રંસ દ્વારા સહાયની માંગ

કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાંથી કોરોનાના કારણે જેટલા લોકોના મૃત્યુ થયા છે તે સૌની માહિતી મેળવવાનું અભિયાન ચલાવવામાં આવશે અને માહિતી મળ્યા બાદ સરકારને આપવામાં આવશે. આ ઉપરાંત, ડિઝાસ્ટર એક્ટ મુજબ કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારોને 4 લાખ રૂપિયા આપવાની સરકાર સામે માંગણી કરી છે. કોરોનાની મહામારીમાં છેલ્લા 13 મહિનામાં જેટલા લોકોના મૃત્યુ થયા છે તે સૌને આર્થિક સહાય આપવાની વાત કરવામાં આવી છે. આ મુદ્દે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ હાજર રહ્યા હતા અને તેમણે મીડિયામાં જણાવ્યું હતું કે, આ ભાજપાની નિષ્ઠુર સરકાર મોતનો ખૂની ખેલ રમી રહી છે. આથી, સ્મશાન અને કબ્રસ્તાનની બહાર લાઈનો લાગેલી છે.

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા અંગે કરી ચિંતા વ્યક્ત

જિલ્લામાં 2020 અને 2021માં 10000થી વધુ લોકોના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધી કોરોનાના કારણે 121 મોત થયાનો આંકડો સરકારી ચોપડે બતાવવામાં આવ્યો છે. પરંતુ, હકીકતની તપાસ કરતા 2020 અને 2021માં 10000થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત, તાલુકાઓમાં સરેરાશ 200થી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, મારા વિધાનસભા ક્ષેત્રમાં આવેલું આરોગ્ય કેન્દ્ર ફક્ત દાંતના ડોકટર પર ચાલી રહ્યું છે. સ્ટાફની કમી અને કોરોનાના કેસમાં થતા સતત વધારાના કારણે મોતના આંકડા પણ વધી રહ્યા છે. સરકાર આંકડા છુપાવીને ખૂબ મોટું પાપ કરી રહી છે. તેમ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.