ETV Bharat / city

માછીમારોને આકર્ષવા કૉંગ્રેસે જાહેર કરી 14 ગેરન્ટી - gujarat congress

વિધાનસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસ પૂરજોશમાં (Gujarat Assembly Elections 2022) તૈયારી કરી રહી છે. ત્યારે કૉંગ્રેસે હવે માછીમારો માટે નવી ગેરન્ટીની જાહેરાત કરી છે. કૉંગ્રેસે માછીમારો માટે માછીમાર આવાસ યોજના (fishermen housing scheme), માછીમાર વેપાર ઝોન (Fisherman Trade Zone) સહિત 14 પ્રકારની ગેરન્ટીઓ (gujarat congress declare guarantee for fishermen) આપી છે.

માછીમારોને આકર્ષવા કૉંગ્રેસે જાહેર કરી 14 ગેરન્ટી

author img

By

Published : Sep 22, 2022, 2:15 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પ્રજાને પોતાની તરફ ખેંચવા માટેના પ્રયાસો કરી રહી છે. તેવામાં છેલ્લા 27 વર્ષથી વિપક્ષમાં બેઠેલી કૉંગ્રેસ પણ આમ આદમી પાર્ટીની જેમ દરેક સમાજને ધ્યાનમાં રાખીને અલગ અલગ ગેરન્ટીઓ જાહેર કરી (gujarat congress declare guarantee for fishermen) રહી છે. તો હવે કૉંગ્રેસે રાજ્યના માછીમાર સમાજને ધ્યાનમાં રાખીને તેમને ઉપયોગી થાય તેવી 14 પ્રકારની અલગ અલગ ગેરન્ટી આપી છે.

ડીઝલમાં સેલ્સ ટેક્સથી મુક્તિ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ (arjun modhwadia) જણાવ્યું હતું કે, કૉંગ્રેસના શાસન દરમિયાન માછીમારો માટે ડીઝલના સેલ્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ ભાજપની સરકાર આવતા જ તેની ઉપર સેલ્સ ટેક્સ લગાવવામાં દેવામાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં કૉંગ્રેસની સરકાર બનશે તો આ માછીમારોને ડીઝલના સેલ્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. સાથે જ વર્તમાન ભાજપ સરકાર 24,000 ડીઝલ વાર્ષિક કોટા આપે છે. તેમાં વધારો કરીને કૉંગ્રેસ 36,000 ડીઝલનું વાર્ષિક કોટા આપશે.

નાની બોટોમાં એક લાખની સબસિડી

નાની બોટોમાં એક લાખની સબસિડી તેમણે વધુમાં (arjun modhwadia) જણાવ્યું હતું કે, કૉંગ્રેસની સરકારમાં નાની બોટ માટે સસ્તા ભાવે કેરોસીન આપવામાં આવતું હતું. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ થવાથી બોટમાં પેટ્રોલ અને ડીઝલના એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા નાની બોટા બાંધકામ માટે 60,000 રૂપિયાની સબસિડી (fuel subsidy for fishermen) આપવામાં આવે છે. અમારી સરકાર આવશે તો જેમાં નાની બોટના બાંધકામ માટે 1,00,000 રૂપિયાની સબસિડી (fuel subsidy for fishermen) અને વાર્ષિક 4,000 રૂપિયા પેટ્રોલ સેલ્સટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે.

દૈનિક 400 રૂપિયાનું ભથ્થું કૉંગ્રેસ નેતાએ જણાવ્યું (arjun modhwadia) હતું કે, માછીમાર ભાઈઓ જ્યારે દરિયાની અંદર માછીમાર કરતા હોય છે. ત્યારે ભૂલથી પાકિસ્તાનની કે અન્ય દેશની સરહદમાં જતા જ તેમને જેલમાં પૂરવામાં આવે છે. તે સમયે તેમના પરિવારને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે. તે લઈને કૉંગ્રેસને સરકાર દ્વારા જેટલો પણ સમય જેલમાં રહે ત્યાં સુધી દૈનિક 400 રૂપિયા ભથ્થું તેમ જ જો જેલમાં જ અવસાન પામશે. તો 10,00,000 રૂપિયાનું રાહત પેકેજ આપવામાં આવશે.

ઔદ્યોગિક કચરા ઉપર પ્રતિબંધ હાલમાં ઔદ્યોગિક કંપનીઓ દ્વારા કેમિકલ કચરો દરિયામાં ઠાલવવામાં આવે છે. આના કારણે સૃષ્ટિને નુકસાન થાય છે. મત્સ્ય ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. આથી કૉંગ્રેસની સરકાર આવતા જ આ તમામ ઉદ્યોગો ઉપર કેમિકલ કચરો દરિયામાં ઠાલવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સાથે જ તે કેમિકલનું રિસાયકલિંગ થાય તેવા પ્રયત્ન કરાશે. આ ઉપરાંત માછીમારો માટે વ્યાપાર ઝોન ઊભું કરવામાં આવશે, જેમાં ગોડાઉન, વર્કશોપ સુવિધાઓ હશે.

માછીમાર આવાસ યોજના અમલમાં મૂકાશે વધુમાં તેમણે (arjun modhwadia) ઉમેર્યું હતું કે, અગાઉમાં પણ કૉંગ્રેસની સરકાર દ્વારા માછીમાર આવાસ યોજના (fishermen housing scheme) અમલમાં મૂકવામાં આવી હતી. ભાજપે આ માછીમાર યોજના બંધ કરી દીધી છે. વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી બાદ કૉંગ્રેસની સરકાર આવતા જ આ માછીમાર આવાસ યોજના ફરી ચાલુ કરવામાં આવશે. આના કારણે માછીમાર ભાઈઓને પોતાનો ઘરનું ઘર મળી રહેશે. સાથે જ માછીમાર સમાજના બાળકો માટે ઉચ્ચ શિક્ષણ માટે અલગથી શિષ્યવૃત્તિ અને ભંડોળ ફાળવવામાં આવશે.

નવા બંદરોનું બાંધકામ કરાશે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે છેલ્લા બંદરનું બાંધકામ થયું નથી. એટલું જ નહીં પણ વર્તમાનમાં પણ મત્સ્ય બંદરોની ક્ષમતામાં પણ નહીંવત્ વધારો થયો છે, જ્યાં બોટની સંખ્યા 5,000માંથી 35,000 સુધી પહોંચી છે, પરંતુ ક્ષમતામાં વધારો થયો નથી. તે જ ક્ષમતા હાલમાં જોવા મળી રહે છે. આથી કોંગ્રેસની સરકાર આવતા જ રાજ્યમાં નવા બંદરોનું બાંધકામ (gujarat port news) અને તેની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. માછીમાર વિકાસ બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં માછીમારના વિકાસને લગતી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.