● ગુજરાતમાં પેટા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં
● કોંગ્રેસે સ્ટાર પ્રચારકોને ઉતાર્યા મેદાને
● અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ જોડાશે પ્રચારમાં
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે, જેને લઈને ભાજપે તો પ્રચાર શરૂ કરી દીધો છે. જ્યારે હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસે પોતાના મુખ્ય નેતાઓનો ચૂંટણી માટેનો પ્રવાસ કાર્યક્રમ કોંગ્રેસે જાહેર કર્યો છે. કોંગ્રેસ પણ આ વખતે પેટા ચૂંટણીની તમામ બેઠકો પોતાને નામ કરવા માટે દિવસરાત એક કરી રહી છે. તો આવો નજર કરીએ કોંગ્રેસના નેતાઓના પ્રવાસ પર...
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો પેટા ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ :
22 ઓક્ટોબર - કપરાડા
23 ઓક્ટોબર - ડાંગ
24 ઓક્ટોબર - કરજણ
25 ઓક્ટોબર - લીંબડી
26 ઓક્ટોબર - ગઢડા
27 ઓક્ટોબર - (બાકી)
28 ઓક્ટોબર - (બાકી)
31 ઓક્ટોબર - મોરબી
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાનો ગુજરાત પેટાચૂંટણી માટે પ્રવાસ કાર્યક્રમ :
22 ઓક્ટોબર - કરજણ
23 ઓક્ટોબર - કપરાડા
24 ઓક્ટોબર - ડાંગ
26 ઓક્ટોબર - ગઢડા
27 ઓક્ટોબર - લીંબડી
28 ઓક્ટોબર - મોરબી
29 ઓક્ટોબર - અબડાસા
30 ઓક્ટોબર - ધારી
- ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીનો પેટાચૂંટણી માટેનો પ્રવાસ કાર્યક્રમ :
22 ઓક્ટોબર - લીંબડી
23 ઓક્ટોબર - અબડાસા
24 ઓક્ટોબર - મોરબી
25 ઓક્ટોબર - ડાંગ
26 ઓક્ટોબર - કરજણ
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો પેટા ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ :
22 ઓક્ટોબર - અબડાસા
23 ઓક્ટોબર - મોરબી
24 ઓક્ટોબર - લીમડી
25 ઓક્ટોબર - ધારી
27 ઓક્ટોબર - ડાંગ
28 ઓક્ટોબર - કપરાડા