ETV Bharat / city

ગુજરાત બંધને લઇને કોંગેસ કાર્યકરોની પોલિસે કરી અટકાયત - undefined

gujarat breaking news
gujarat breaking news
author img

By

Published : Sep 10, 2022, 6:42 AM IST

Updated : Sep 10, 2022, 9:50 AM IST

09:46 September 10

સવારે 8 થી 12 વાગ્યા સુધી સ્વચ્છાએ દુકાનો બંધ રાખવાની અપીલ

અમદાવાદ : કોંગ્રેસનું રાજ્યવ્યાપી બંધનું એલાન જાહેર કર્યું છે. મોંઘવારી બેરોજગારી ડ્રગ્સ જેવા મુદ્દાઓને નાબૂદ કરવા માટે આ પ્રકારનું એલાન કરવામાં આવ્યું છે. સવારે 8 થી 12 વાગ્યા સુધી સ્વચ્છાએ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ દુકાન બંધ કરાવવા અથવા વિરોધ કરવા નીકળે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. મોટાભાગના કાર્યકરોની ઘરેથી અટકાયક કરી દેવામાં આવી છે. તેમજ અન્ય કેટલાક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.

09:44 September 10

બ્રિજ ઉપરથી 21 વર્ષીય યુવકે પડતું મૂક્યું

વલસાડ : ધરમપુર નજીકના આવેલ ચીંચાઈ ગામે પાર નદીના બ્રિજ ઉપરથી 21 વર્ષીય યુવકે પડતું મૂક્યું છે. યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોપેડ બ્રિજ ઉપર વાહન પાર્ક કરી યુવકે નદીમાં પડતું મૂક્યું હતું. ઘટના અંગેની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.

09:41 September 10

દુકાન બંધ કરાવવા મુદ્દે વેપારી અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે રકઝક જોવા મળી

પાટણ : મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધને સફળ બનાવવા કોંગ્રેસ આગેવાનો દુકાનો બંધ કરાવવા માટે નીકળી પડ્યા છે. દુકાન બંધ કરાવવા મુદ્દે વેપારી અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે રકઝક જોવા મળી છે.

09:40 September 10

સંગમ ચાર રસ્તા પાસે બંધ માટે અનુરોધ કરવામાં આવ્યો

વડોદરા : મોંઘવારી અને બેરોજગાર મુદ્દે કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત સંગમ ચાર રસ્તા પાસે બંધ માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

07:20 September 10

સવારે 8:00 થી 12 સુધી બંધનું એલાન કરવામાં આવ્યું

અમરેલી : જિલ્લામાં આજે સવારે 8:00 થી 12 સુધી બંધનું એલાન કરવામાં આવ્યું છે. મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં તમામ વેપારીઓ અને જનતાને સહકાર આપવા કોંગી ડીકે રૈયાણીનો અનુરોધ છે.

06:37 September 10

દરિયો તોફાની રહેવાની સંભાવના તેમજ વરસાદની આગાહી

દ્વારકા : માછીમારોને આગામી તા 13/9 સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. દરિયો તોફાની રહેવાની સંભાવના તેમજ વરસાદની આગાહીને પગલે સૂચના અપાઈ રહી છે. મત્સ્યોધ્યોગ અધિક્ષક દ્વારા માછીમારોને ચેતવણી આપવામાં આવી રહી છે. માછીમારી કરવા જતી બોટોના ટોકન ઇસ્યુ બંધ કરાવામાં આવી રહ્યા છે. માછીમારી કરવા ગયેલી બોટો ને પણ પરત આવી જવા સૂચના આપવામાં આવી હતી.

Last Updated : Sep 10, 2022, 9:50 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.