ETV Bharat / city

વિધાનસભા ચૂંટણી પહેલા કુલ 81 કર્મચારીઓની બદલીના હુકમ કરાયા - undefined

GUJARAT BREAKING NEWS
GUJARAT BREAKING NEWS
author img

By

Published : Sep 7, 2022, 7:09 AM IST

Updated : Sep 7, 2022, 12:10 PM IST

12:08 September 07

નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીના હુકમ કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર : જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જિલ્લાના 27 નાયબ મામલતદારોની અરસપરસ બદલી કરવામાં આવી છે. 11 કારકુનને ચૂંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. જિલ્લામાં ફરજ બજાવતા 35 ક્લાર્કની પણ અલગ અલગ વિભાગમાં બદલી કરવામાં આવી છે. 18 નાયબ મામલતદારોને પણ બદલી કરી અલગ અલગ તાલુકા મથકના ચૂંટણી વિભાગમાં કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા બદલીના આેર્ડરને લઇને કર્મચારીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા કુલ 81 કર્મચારીઓની બદલીના હુકમો કરાયા છે.

10:19 September 07

પોલિસે પરિવાર સાથે કર્યો આપઘાત

અમદાવાદ ગોતામાં પોલીસકર્મીએ Divaa હાઈટ્સમાં મોડી રાત્રે પરિવાર સાથે આપઘાત કર્યો છે. વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત સામુહિક આપઘાત કર્યો છે. 12માં માળેથી ઝંપલાવીને મોતને વહાલું કર્યું. આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

10:18 September 07

શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો

સુરત કામરેજના આંબોલી પાસે પસાર થતી તાપી નદીમાંથી સુરત શહેરની એક શાળામાં ફરજ બજાવતા શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસ પહેલા કામરેજ પાસેના તાપી નદીના બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. ફાયર વિભાગની લાંબી શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું નામ ગજેરા ભદ્રેશ પ્રવીણ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાવામાં આવી છે.

09:58 September 07

આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદ : સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ITની રેડ, સંખ્યાબંધ એડમીશન આપતાં ટ્રાન્ઝેક્શન વધુ થયાં હોવાની શક્યતાઓ.

08:19 September 07

નાના અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર

સાબરકાંઠા ભાદરવી પૂનમના મહામેળાનાં બીજાં દીવસે નાના અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. બે વર્ષ પછી ફરી એકવાર અંબાનું ધામ જય જય અંબે બોલ મારી અંબે નાં નાદ થી ગુંજી ઉઠ્યું હતું. ભાદરવી પૂનમના મેળા દરમિયાન નાના અંબાજી ખાતે દિવસમાં 50, 000 કરતાં પણ વધુ ભક્તો માતાજીનાં દર્શન કરતા હોય છે. છ દીવસ સુધી ચાલતાં મહામેળા દરમિયાન લાખો ભક્તો આવતાં હોય છે. મેળાને લઇ પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. દર્શને આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન ઉભી થાય તેને લઇ પોલીસ તંત્ર એલર્ટ પર છે.

06:23 September 07

કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચાઓ

ગાંધીનગર : આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. વિધાનસભા ચૂંટણી 2022ના મુદ્દાઓને લઇને થશે ચર્ચાઓ.

Last Updated : Sep 7, 2022, 12:10 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.