ખેડા : નડિયાદમાં પ્રખ્યાત ક્રિષ્ના હિંગવાળાને ત્યાં NIAનું સર્ચ ઓપરેશન ચાલું છે. વહેલી સવારથી નડિયાદના અમદાવાદની બજાર સ્થિત અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ મરીડા રોડ પર આવેલ કંપનીમાં NIAની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. દિલ્હીથી વકફ બોર્ડના ગુજરાતના સભ્ય તરીકે અસ્મા અબ્દુલ્લા ખાન પઠાણ કાર્યરત છે. કરોડોની રકમના ટ્રાન્જેક્શનને લઈને એનઆઇએનું સર્ચ ઓપરેશન હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
નડિયાદમાં અનેત સ્થળો પર NIAનું સર્ચ ઓપરેશન - undefined
![નડિયાદમાં અનેત સ્થળો પર NIAનું સર્ચ ઓપરેશન gujarat breaking news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16284855-thumbnail-3x2-.jpg?imwidth=3840)
12:12 September 05
નડિયાદમાં પ્રખ્યાત ક્રિષ્ના હિંગવાળાને ત્યાં NIAનું સર્ચ ઓપરેશન
11:18 September 05
સોસાયટીમાં નજીવી બાબતે જાનથી મારી નાખવાની મળી ધમકી
સુરત : પુણા વિસ્તારની કલ્યાણ નગર સોસાયટીમાં મારામારી ની ઘટના સામે આવી છે. સોસાયટીમાં હોટ ફિક્સિંગના મશીનનો વિરોધ કરતા મારામારી બની. હોટ ફિક્સિંગના મશીનથી અવારનવાર સોસાયટીમાં પાવર વધઘટ થતા પાવર જવાની પણ સમસ્યા બને છે. સોસાયટીના જાગૃત વ્યક્તિ દ્વારા મશીન ચાલકો વિરુદ્ધ પાલિકાને અરજી કરવામાં આવી હતી. જાગૃત વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.
11:16 September 05
મહિલા પોલિસ જવાને કર્યો આપધાત
વલસાડ : સીટી પોલીસ મથકમાં ઇ ચલણ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલા પોલીસ જવાન ગત રોજ મોડી રાત્રે વલસાડના તિથલ દરિયામાં કુદી આત્મહત્યા કરી છે. પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. પૂજા નામની મહિલા પોલીસ જવાન દરિયામાં ઝમપલાવી મોતને વ્હાલું કરતા પરિવારમાં શોકના લાગણા છવાઈ છે. આત્મહત્યા પાછળનું કારણ હજી પણ અકબંધ છે.
11:14 September 05
100 જેટલા લોકો AAPમાં જોડાયા
સુરત : BJP-CONGRESSના કાર્યકર AAPમાં જોડાયા છે. ઉમરપાડા તાલુકા વિસ્તારના કાર્યકરો સાવરણો હાથમાં પકડયો. ચિતલદા ગામે રાખવામાં આવેલ સભામાં 100 જેટલા લોકો AAPમાં જોડાયા. AAP તાલુકા પ્રમુખ ગૌરાંગ વસાવાએ તમામ કાર્યકરોને આવકાર્ય હતા.
11:12 September 05
રેલ્વે સ્ટેશનથી બાળકોની તસ્કરી કરતું દંપતી ઝડપાયું
વડોદરા : રેલ્વે સ્ટેશનથી બાળકોની તસ્કરી કરતું દંપતી ઝડપાયું. બાળકોની તસ્કરી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. રેલ્વેસ્ટેશન પાસેથી બાળકી સાથે દંપતી મળી આવ્યું હતું. રાવપુરા પોલીસની શી ટીમની કાર્યવાહી રંગ લાવી. જાગૃત નાગરિકે જાણકારી આપતા સફળતા મળી હતી. પૂછપરછમાં બાળકીને દિલ્હીથી લાવ્યાની કબુલાત કરવામાં આવી હતી. દંપતીએ બાળકી દત્તક લેવાનું પોલીસને જણાવ્યું હતું. બાળકીને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
09:51 September 05
સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના
સુરત : શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવકો પાણી ડુબ્યા હતા. જેમાંથી ત્રણનું રેસક્યું કરવામાં આવ્યું છે.
09:32 September 05
ખાડાઓને કારણે વાહન ચાલકો ત્રાહિમામ
નવસારી : નેશનલ હાઇવે નંબર 48 પર ખાડાઓને કારણે વાહન ચાલકો ત્રાહિમામ થતા. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલ નહિ ભરવાની ચીમકી સાથે તાત્કાલિક ધોરણે હાઈવેનું સમાર કામની માંગ કરી છે.
08:20 September 05
ખેડૂતોએ માંગ પૂરી કપવા ધરણા કર્યા
ગાંધીનગર : રાજ્યમાં ખેડૂતો પોતાની માગ પૂરી કરવા માટે સરકાર સમક્ષ ધરણા પર બેઠા છે. તેમજ આજે ગાંધીનગર બંઘનું પણ એલાન કરવામાં આવેલ છે.
06:15 September 05
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જાહેરસભાને સંબોધશે
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. આ વખતે તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જાહેરસભાને સંબોધશે. રિવર્તન સંકલ્પ અને બૂથ સંવાદનો કાર્યક્રમમાં તેઓ યુવાનોને સંબોધન કરવાના છે. જો.કે ત્યારબાદ મેરેથોન બેઠકનું પણ આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ લડવા કોંગ્રેસ તૈયાર છે