ETV Bharat / city

અમદાવાદઃ તિસ્તા સેતલવાડને અમદાવાદ સેશન્સ કોર્ટમાં લાવવામાં આવશે - undefined

gujarat breaking news
gujarat breaking news
author img

By

Published : Sep 3, 2022, 6:15 AM IST

Updated : Sep 3, 2022, 4:59 PM IST

16:55 September 03

અમદાવાદઃ તિસ્તા સેતલવાડને અમદાવાદ સેશન્સ કોર્ટમાં લાવવામાં આવશે

તિસ્તા સેતલવાડ નો જામીન અરજીના મામલે કાયેદસરના પગલાં લેવાઈ રહ્યા છે. ડોક્યુમેન્ટ માટે તિસ્તા સેતલવાડને સેશન્સ કોર્ટમાં લાવશે. સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના જામીન માટેની પ્રક્રિયાનો મામલો

15:17 September 03

સાબરકાંઠામાં જૂની જૂની પેન્શન યોજના સહિત વિવિધ માંગને લઈને તંત્ર સામે રેલી

સાબરકાંઠામાં જૂની જૂની પેન્શન યોજના સહિત વિવિધ માંગને લઈને તંત્ર સામે રેલી.

સાબરકાંઠામાં જૂની જૂની પેન્શન યોજના સહિત વિવિધ માંગને લઈને તંત્ર સામે રેલી કાઢવામાં આવી હતી. જેમાં 5000થી વધારે લોકો જોડાયા હતા. હિંમતનગરમાં યોજાયેલી આ રેલીમાં કુલ 14 જેટલી માંગને લઈને તંત્ર સામે દેખાવ કરવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચોએ હિંમતનગર રીવરફ્રન્ટ થી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. ક્લેકટરને આવેદન પત્ર પણ આપ્યું હતું.

13:40 September 03

અરવિંદ કેજરીવાલ જિલ્લાની મુલાકાતે આવ્યા

સુરેન્દ્રનગર : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. વઢવાણ ખાતે આવેલ પંડિત દીનદયાળ ટાઉન હોલમાં સંવાદ પહેલાજ લોકોની ભીડ ઉમટી પડી હતી. હોલની બહાર પણ પ્રજાજનો અને માનવ મેદની સ્વયંભૂ ઉમટી પડતા રાજકારણ ગરમાયું છે. કેજરીવાલ જીલ્લાના સરપંચો અને ઉપસરપંચ સાથે સંવાદ કરશે. ખેડૂતો સહિત જીલ્લાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સમીક્ષા કરવામાં આવશે.

13:07 September 03

ડિસામાં હિન્દુ સમાજની રેલી પર પોલીસે લાઠીચાર્જ

ડિસામાં હિન્દુ સમાજની રેલી પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. લાઠીચાર્જમાં એક યુવક ઇજાગ્રસ્ત પણ થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યો છે.

11:41 September 03

ગોપાલ ઇટલીયા વિરુદ્ધ ઉંમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

સુરત : આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયા વિરુદ્ધ ઉંમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ને "ડ્રગ્સ સંઘવી" કહેતા નોંધાવામાં આવી છે. ડ્રગ બાબતે રાજકારણ શરૂ થયું છે.

11:14 September 03

શહેરમાં માલધારીઓ દ્વારા બેનર લગાડવવામાં આવ્યા

અમદાવાદ : શહેરમાં માલધારીઓ દ્વારા બેનર લગાડવવામાં આવ્યા છે. જેમા લખાણ કરવામાં આવેલ છે કે, 'ગાય નહિ તો વોટ નહિ,ગૌચર નહિ તો વોટ નહીં'. માલધારી સમાજે ભાજપ વિરોધી પોસ્ટર લગાવ્યા છે. ગામમાં કે શહેરી વિસ્તારમાં વોટિંગ બહિષ્કારના બોર્ડ લગાવ્યા આવ્યા છે.

11:10 September 03

મોડસર ગામેથી જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા

કચ્છ : મોડસર ગામેથી જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં જુગાર રમતાં 7 ખેલીઓને રંગે હાથે પકડી પાડ્યા છે. જેમની પાસેથી 38,300 રોકડ, 9 મોબાઇલ, બાઈક, ક્રેટા કાર સહિત 8,24,300 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

09:51 September 03

સાપુતારા પોલીસની ટીમે દારૂના જથ્થા સાથે બે પિકઅપ વાન ઝડપી

ડાંગ : સાપુતારા પોલીસની ટીમે દારૂના જથ્થા સાથે બે પિકઅપ વાન ઝડપી પાડી છે. કોબીજ ફ્લાવરના રોપાના આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. ભારતીય બનાવટની જુદી જુદી 190 બોટલ જેની અંદાજિત કિંમત રૂપિયા 59,500 આંકવામાં આવી રહી છે.

09:33 September 03

ડિસામાં આજે લવ જેહાદના વિરોધમાં બંધનું એલાન

બનાસકાંઠા : ડિસામાં આજે લવ જેહાદના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવેલ છે. વેપારીઓ સવારથી પોતાના ધંધા રોજગારને સંપૂર્ણ પણે બંધ રાખ્યા છે. 11 વાગ્યાએ હિંદુ સમાજ 10,000 થી વધું લોકો આ રેલીમાં જોડાશે. શહેરમાં સવારથી ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

06:55 September 03

શિક્ષકો દ્વારા આજ રોજ 12:00 કલાકે જૂની પેન્શન યોજના શરૂ કરવા રેલીનું કરાયું આયોજન

ડાંગ : જિલ્લાના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજ રોજ 12:00 કલાકે જૂની પેન્શન યોજના શરૂ કરવા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ માટે રેલીનું આયોજન કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાના શિક્ષકો મળીને કાળા રંગનો પોશાક પહેરી આ રેલીમાં ભાગ લેશે. કલેક્ટરને જૂની પેન્શન યોજના શરૂ કરવા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર આપવામાં આવશે.

06:11 September 03

વિસ્તારોમાં મધ્યમ તેમજ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે

રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદની નવી ઇનિન્ગ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં મધ્યમ તેમજ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આપવામાં આવી છે.

Last Updated : Sep 3, 2022, 4:59 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.