અમદાવાદઃ લઠ્ઠાકાંડ મામલે એમોસ કંપનીના ડિરેક્ટર્સને વચગાળાની રાહત આપી છે. તારીખ 12 સપ્ટેમ્બર સુધી આરોપીઓની ધરપકડ કરવા પર હાઇકોર્ટે રોક લગાવી છે. આ ઉપરાંત મૃતકના પરિજનોને ત્રણ લાખ ઈજાગ્રસ્ત દર્દીઓને એક લાખ વળતર ચૂકવવાની તૈયારી દર્શાવાઈ છે. સામે તપાસ ચાલુ હોવાથી આગોતરા જામીન નામંજૂર કરવા સરકારની રજૂઆત કોર્ટમાં થઈ છે. ચુકાદો જાહેર નહીં થાય ત્યાં સુધી આરોપીઓની ધરપકડ ન કરવા કોર્ટે હુકમ કર્યો છે.
અમદાવાદઃ લઠ્ઠાકાંડ મામલે એમોસ કંપનીના ડિરેક્ટર્સને વચગાળાની રાહત - undefined
18:12 September 02
અમદાવાદઃ લઠ્ઠાકાંડ મામલે એમોસ કંપનીના ડિરેક્ટર્સને વચગાળાની રાહત
14:52 September 02
મોરબી: પ્રદેશ કોંગ્રેસની મેનીફેસ્ટો કમિટી મોરબીમાં

મોરબીમાં પ્રદેશ કોંગ્રેસની મેનીફેસ્ટો કમિટી આવી પહોંચી છે. અબ કી બાર જનતા કી સરકાર તો બોલો સરકાર કાર્યક્રમનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના રામધન આશ્રમ ખાતે બપોરના સમયે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, ઋત્વિક મકવાણા, મેનીફેસ્ટો કમિટીના ચેરમેન દીપકભાઈ બાબરિયા સહિતના અગ્રણીઓ જોડાયા
13:57 September 02
ભુજોડી બ્રિજ પાસે વાહનની પાછળ અન્ય ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો
કચ્છ : ભુજોડી બ્રિજ પાસે વાહનની પાછળ અન્ય ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલરને ભારે નુકશાન જોવા મળ્યું હતું. માધાપરથી કુકમા સુધીના માર્ગ પર સતત અકસ્માત સર્જાતો જોવા મળે છે. અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી.
12:14 September 02
સરસ્વતી જળાશયના તટ પરથી બાયોવેસ્ટનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો
પાટણ : સરસ્વતી જળાશયના તટ પરથી બાયોવેસ્ટનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. સીરપ તેમજ મોટી માત્રામાં વિવિધ પ્રકારની દવાઓ સહિતનો જથ્થો હાથ લાગ્યો હતો.
11:34 September 02
ઢોર પકડનારી ટીમ પર હુમલાના પ્રયાસો
વડોદરા : માલધારી સમાજની દાદાગીરી સામે આવી રહી છે. એક તરફ મેયર સાથે મીટીંગો ચાલી રહી છે, તો બીજી તરફ ઢોર પકડનાર ટીમ પર સતત હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પકડેલી ગાય છોડાવવા પોલીસની હાજરીમાં અપબ્દો બોલ્યાવામાં આવી રહ્યા છે. ઢોર પાર્ટીના માણસો પર દબાણ કારો પાસે હપ્તા લેતા હોવાનો આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.
10:59 September 02
રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશે ગણપતિદાદાના દર્શન કર્યા
સુરત રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશે શહેરમાં વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિદાદાના દર્શન અને પૂજાઅર્ચના કરી હતી. શ્રીજીની પ્રતિમા સમક્ષ મસ્તક નમાવી રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ અને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીની કામના કરી. ઉજવણીમાં જોડાયેલા તમામ ભાવિક ભક્તોને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી હતી. દેશમાં ગણેશ ચતુર્થીમાં મહારાષ્ટ્ર પહેલા ક્રમે અને સુરત બીજા ક્રમે છે તેવું તેમને જણાવ્યું હતું.
09:59 September 02
જિલ્લાના 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
આણંદ : જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી હતી. આ બદલીના પગલે બેડામાં પણ ચકચાર મચી ગઈ હતી.
07:57 September 02
અરવલ્લીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત છ લોકોના થયા મોત
અરવલ્લીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત છ લોકોના થયા મોત. ઇનોવા કારે સર્જયો અકસ્માત, ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવાયા.
06:09 September 02
દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં છેલ્લા 3 દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.