ETV Bharat / city

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનો જૂનાગઢ પ્રવાસ - undefined

gujarat breaking news
gujarat breaking news
author img

By

Published : Sep 1, 2022, 6:22 AM IST

Updated : Sep 1, 2022, 6:59 PM IST

18:57 September 01

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનો જૂનાગઢ પ્રવાસ

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર આવ્યા જુનાગઢ ની મુલાકાતે રોપવેનો પ્રવાસ કરીને ગિરનાર પર બિરાજતા માં અંબાજીના દર્શન કર્યા હતા. દર્શન બાદમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર ભવનાથ મહાદેવના દર્શન માટે પણ આવશે. તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પરમાર સહિત જૂનાગઢના મેયર પણ જોડાયા હતા. આવતીકાલે શુક્રવારે કેન્દ્રીય કૃષિ પ્રધાન જૂનાગઢમાં રાજ્ય કક્ષાના નાળિયેર બોર્ડની ઓફિસનું લોકાર્પણ કરશે.

17:53 September 01

ભાવનગરમાં આગામી 6 તારીખે CM અભિવાદન સમારોહ

  • ભાવનગરમાં આગામી 6 તારીખે CM અભિવાદન સમારોહ
  • શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કરી પત્રકાર પરિષદ
  • મુખ્યપ્રધાન અભિવાદન સમારોહમાં મુખ્ય ડાયરો
  • કીર્તિદાનને મુખ્યપ્રધાન મંચ પરથી આપશે ગુજરાત ગૌરવ પુરસ્કાર

16:40 September 01

અટલ બ્રિજની એક દિવસ 3,63,720 રૂપિયાની આવક થઈ

  • અટલ બ્રિજની એક દિવસ 3,63,720 રૂપિયાની આવક થઈ
  • 12 વર્ષથી ઉપરના 10587 બાળકો મુલાકાત કરી જેમાં 3,17,610 આવક થઈ
  • 12 વર્ષથી 2883 બાળકોએ મુલાકાત કરી જેમાં 43,245 રૂપિયાની આવક થઈ
  • જયારે 191 સિનિયર સીટીઝન 2865 રૂપિયાની આવક થઈ
  • કોમ્બો પેકેટમાં કુલ 1,39,880 રૂપિયા આવક થઈ
  • 12 વર્ષથી મોટી ઉંમરના 3026 બાળકોએ મુલાકાત કરી જેમાં 1,21,040 રૂપિયા આવક
  • જ્યારે 137 સિનિયર સીટી મુલાકાત કરી જેમાં 2740 રૂપિયા આવક થઈ
  • 12 વર્ષથી નાના 805 બાળકોએ કોમ્બો ટીકીટ ખરીદી જેમાં 16,100 રૂપિયા આવક થઇ
  • આમ અટલ બ્રિજ અને કોમ્બો પેકેટ થકી એક જ દિવસમાં 5,03,600

14:34 September 01

આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ અને વડોદરામાં વરસાદ પડશે. જોકે સમગ્ર રાજ્યમાં સવારથી જ સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે.

14:03 September 01

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ નવસારીમાં મોટી જાહેરાત કરી

નવસારી : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ નવસારીમાં મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા આગામી 10 સપ્ટેમ્બરે વિવિધ મુદ્દાને લઇને ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ભ્રષ્ટાચાર, પેપર લીક, મોંઘવારી, ડ્રગ્સ સપ્લાય જેવા મુદ્દાઓને સાંકળવામાં આવ્યા છે.

13:36 September 01

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નવસારીના પ્રવાસે

નવસારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા જિલ્લાના પ્રવાસે આવેલ હતા. ગેરકાયદેસર કરાયેલા મંદિરના દબાણને દૂર કરવાના મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીને વરસાદી દેડકા સાથે સરખાવી હતી. કોંગ્રેસ વિધાનસભાની ચુંટણીમાં રીપીટ થીયરી બાબતે કમિટી નક્કી કરશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ક્યાંય નથી, માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચુંટણી જંગ જામશે.

13:19 September 01

વડોદરાના બે પોલીસ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ

વડોદરા : પોલીસને કલંકીત કરનાર ઝોન-3 LCBના બન્ને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અજયસિંહ અને દેવેન્દ્રને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. તરસાલી બસ સ્ટેન્ડ પાસે બુટલેગરો પાસેથી રૂપિયા લેતા હોવાનો બન્નેને વીડિયો વાઇરલ થયો હતો. ડીસીપી ઝોન-3 યશપાલસિંહ જગાણ્યાના ધ્યાને આવતા ત્વરીત એકશન લેવામાં આવી હતી.

13:14 September 01

કચ્છ કિસાન સંઘ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરાયો

કચ્છ કિસાન સંઘ કચ્છ જિલ્લાના ખેડૂતો દ્વારા વોંધ રામદેવપીર પાસે નેશનલ હાઇવે પર ચક્કાજામ કરાવામાં આવ્યો છે. વિવિધ માંગો સાથે ગાંધીગનર ખાતે છેલ્લા કેટલાક દિવસથી બેઠેલા ખેડૂતોની માંગ ન સંતોષતા આ પગલુમ ભરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા છે.

12:25 September 01

ઓલપાડ તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત

સુરત : જિલ્લાના ઓલપાડ તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. કુડસડના સમૂહ વસાહત વિસ્તાર એક ઘર પર વીજળી પડવાનો બનાવ પણ સામે આવી રહ્યો છે. વીજળી પડવાના કારણે ઘરનું વાયરીંગ બળીને ખાખ થઇ ગયું છે. ઘરની દીવાલોમાં પર પણ તિરાડ પડવાના નિશાન જોવા મળી રહ્યા છે. બે વીજપોલને પણ નુકશાન થયેલ છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી. વીજળી પડ્યાને ત્રણ કલાક જેટલો સમય વિતવા છતાં હજુ સુધી વીજ કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓ ફરક્યા નથી.

12:09 September 01

શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો

અમદાવાદ : શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવતા ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જીવરાજ, પાલડી, વાસણા, માણેકબાગ, નહેરુનગર સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે

12:05 September 01

ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો

ભાવનગર : વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંધારપટ જેવું વાતાવરણ છવાયું હતું અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો.

11:11 September 01

રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા

રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા

09:26 September 01

નવસારીમાં મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો

નવસારી : નવસારીમાં મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના ખેરગામ તાલુકામાં સવારે 4થી 6 વાગ્યાના 2 કલાકમાં 40 મિમી વરસાદ નોંધાયો છે. જલાલપોર તાલુકામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. વરસાદી આંકડા પર એક નજર કરવામાં આવે તો, નવસારીમાં 08 મિમી, જલાલપોરમાં 06 મિમી, ગણદેવીમાં 00 મિમી, ચીખલીમાં 00 મિમી, ખેરગામમાં 40 મિમી અને વાંસદામાં 02 મિમી વરસાદ જોવા મળ્યો હતો.

08:50 September 01

ભરૂચમાં સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે

ભરૂચ : વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ભારે ગાજવીજ અને વિજળી સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં ઠંડર પ્રસરી રહી છે. છેલ્લા 15 દિવસથી ભરૂચમાં ગરમી અને બફારાનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું હતું.

08:10 September 01

સુરતમાં આજે ભારે બફારા બાગ મેંઘરાજાની ફરીથી એન્ટ્રી થઇ

સુરત : સુરતમાં આજે ભારે બફારા બાગ મેંઘરાજાની ફરીથી એન્ટ્રી થઇ છે. સમગ્ર શહેરમાં મોડી રાતથી જ વરસાદનું આગમાન થઇ ગયું છે. વરસાદ પાડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

08:08 September 01

તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિઘ્ધ ભાતીગળ લોકમેળામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

સુરેન્દ્રનગર : થાનના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિઘ્ધ ભાતીગળ લોકમેળામાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી, પૂજા અર્ચન કરશે. સવારે મુખ્યપ્રધાન ટુરિસ્ટ વિલેજથી મુલાકાત પણ લેશે. કેન્દ્રિયપ્રધાન ડો. મહેન્દ્ર મુંજપરા, વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણા, ગૃહ અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવી, શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા, રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણી, પશુ પાલન અને ગૌસંવર્ધન પ્રધાન દેવાભાઈ માલમ સહિતના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહેશે.

08:05 September 01

જિલ્લા ભાજપ પ્રમુખ ગીતાબહેને અન્ન જળનો ત્યાગ કર્યો

ભાવનગર : સિહોર ભાજપના પૂર્વ મહિલા પ્રમુખનો એક મામલો સામે આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગીતાબહેને અન્ન જળનો ત્યાગ કર્યો છે. જ્યાં સુધી તેમને ન્યાય નહી મળે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરે છે. જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા સામે માનસિક ત્રાસના આક્ષેપો કર્યા છે.

07:38 September 01

સુમુલ ડેરીએ દૂધના લિટરે બે રૂપિયાનો વધારો કર્યો

સુરત : સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડના હવે લિટરે 64 અને શક્તિના 58 ચૂકવવા પડશે. પશુપાલકોને કિલો ફેટ દીઠ 5થી 10 વધુ ચૂકવવામાં આવશે. આજથી ભાવ વધારો અમલમાં મૂકવામાં આવશે.

07:08 September 01

જેતપુરમાં પરણીત પ્રેમી પંખીડાએ આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું

રાજકોટ : જેતપુરમાં પરણીત પ્રેમી પંખીડાએ આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું. સુરવો ડેમ કેનાલ પાસે વાડી વિસ્તારમાં આપઘાત કર્યો હતો. પ્રેમી પંખીડાએ ઝેરી દવા મોત તરફ દોટ મૂકી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા છે. તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચીને આગળની તપાસ હાથ ધરી છે.

06:10 September 01

સુરતના રુદરપુકામાં જર્જરિત મકાનનો ભાગ તુટી પડ્યો

સુરત : સુરતના રુદરપુકામાં જર્જરિત મકાનનો ભાગ તુટી પડ્યો. ગાર્ડન કોલોનીમાં ફાયર તંત્ર પહોચ્યું ઘટના સ્થળે. કાટમાળ નીચે ત્રણ લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયરની ટીમે ત્રણ લોકોનું રેસક્યું કર્યું. વૃદ્ધ મહિલાને ગંભીર ઇજાઓ પહોચી છે. મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવવામાં આવી છે.

Last Updated : Sep 1, 2022, 6:59 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.