ETV Bharat / city

નવસારીઃ ખેરગામમાં કલેકટરે લગાવી છે ધારા 144 લાગુ

author img

By

Published : Oct 10, 2022, 6:47 AM IST

Updated : Oct 10, 2022, 10:40 PM IST

GUJARAT BREAKING NEWS 10 SEP 2022 TODAY NEWS UPDATE LIVE

22:38 October 10

નવસારીઃ ખેરગામમાં કલેકટરે લગાવી છે ધારા 144 લાગુ

ખેરગામમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા પ્રકરણમાં ક્લેકટરે ખેરગામે 144ની કલમ લાગુ કરી દીધી છે. ખેરગામમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ખેરગામ પોલીસે કરી ફ્લેગ માર્ચ કરી છે. ખેરગામના મુખ્ય માર્ગો પર પગપાળા ચાલી પોલીસે કરી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. તારીખ 18 ઓક્ટોબર સુધી ખેરગામમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે.

20:23 October 10

વડોદરાઃ ગર્લફ્રેન્ડને મળવા આવેલા પતિને પત્ની એ રંગે હાથે ઝડપી પાડયો

પતિ પત્ની ઓર વોનો કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં ગર્લફ્રેન્ડ ને મળવા આવેલા પતિ ને પત્ની એ રંગે હાથે ઝડપી પાડયો છે. પતિના આડા સબંધની શંકાના આધારે પરિવારે વોચ ગોઠવી હતી. જેને લઈને આખો મામલો છતો થયો હતો. દેડિયાપાડાનો આધેડ ગર્લફ્રેન્ડને મળવા વડોદરા આવ્યોને ફસાયો હતો. પત્ની અને બાળકોએ મળી ગર્લફ્રેન્ડને જાહેરમાં જ ઝૂડી નાખી હતી. જાહેરમાં મારામારી થતા ઉત્તેજના વ્યાપી છે. મારથી ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. ઇજાગ્રસ્ત યુવતી એ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સમગ્ર ઘટના ના CCTV આવ્યા સામે.

17:23 October 10

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો

જામનગરઃ જામનગરમાં દિગ્જામ સર્કલથી સાત રસ્તા સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. આ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજના યુવકો માથા પર સાફો પહેરી અને ઠેર ઠેર રોડ શોમાં જોડાયા છે. વિવિધ કલાકારો દ્વારા વડાપ્રધાનના સ્વાગત માટે પર્ફોમન્સ કરવામાં આવશે

વડાપ્રધાનને આવકારવા માટે જામનગરમાં અનોખો થનગનાટ

માનવ મહેરામણ જામનગરમાં ઉમટયુ

17:11 October 10

જસદણ તાલુકાના અનેકો વિસ્તારમાં વરસાદ, સર્વત્ર પાણી પાણી

જસદણઃ જસદણ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જસદણ તાલુકાના અનેક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે. જસદણમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. APMC જસદણ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું વેચવા આવેલો પાક તેઓ માલ પરત લઈ ગયા હતા. ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે.

જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી પોતાનો માલ બચાવવા ખેડૂતો શેડમાં લઈ જવા દોડીયા હતા અચાનક બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો.

16:27 October 10

સુરત:આતર રાજય મોટી કાર ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું, 50 થી વધુ ફોર વહીલ ચોરી કરી હોવાનું બહાર આવ્યું

સુરત ક્રાઇમ બ્રાન્ચ મોટી સફળતા મળી છે. આતરરાજય મોટી કાર ચોરીનું રેકેટ પકડાયું છે. 50થી વધુ ફોર વહીલ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આખી એક ગેંગ દ્વારા આ રેકેટ ચાલવામાં આવતું હતું.

15:12 October 10

અમદાવાદઃ મોદી 20 કરોડના ખર્ચે તૈયાર થયેલ મોદી ભુવન શિક્ષણ સંકુલનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ ઘણો વ્યસ્ત રહેવાનો છે. ગુજરાતમાં આવી અમદાવાદ ખાતે અંદાજિત 20 કરોડના ખર્ચે તૈયાર થયેલ મોદી ભુવન શિક્ષણ સંકુલનું લોકાર્પણ તેઓ કરશે. અમદાવાદના છારોળી ખાતે મોદી ભુવન શિક્ષણ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ,કેબિનેટ પ્રધાન પૂર્ણશ મોદી,શિક્ષણ પ્રધાન જીતુ વાઘણી હાજર રહેશે. 6000 ચોરસ વારમાં મોદી ભુવન શિક્ષણ સંકુલ તૈયાર થયેલ છે ટૂંક સમયમાં પહોંચશે કાર્યક્રમ સ્થળે..

14:00 October 10

કલેકટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરાવામાં આવી

અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતાં કલેકટરને આવેદન પત્ર અપાયું છે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરાવામાં આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ નિરવ બક્ષીના ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યું છે. અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે.

13:47 October 10

વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીકમાં વસવાટ કરે

વડોદરા : ગત મોડી રાત્રે સુમસામ રસ્તા પર લટાર મારવા નિકળ્યું મગરનું બચ્ચુ, રાહદારીને જોઇ દોડ લગાવી હતી. વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીકમાં વસવાટ કરે છે. મગર અને માનવ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સંખ્યામાં ઓછી ઘટે છે. પસાર થતા રાહદારીને કંઇક અજૂગતુ દેખાતા તેણે વાહન થોભાવીને મગરના બચ્ચાનો પીછો કર્યો હતો.

10:56 October 10

અમન અરોરા સાંજે જનસભા ને સંબોધિત કરશે

આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાની ગુજરાતની મુલાકાતે છે. 10 ઓક્ટોબરથી સૌરાષ્ટ્રમાં જોરશોરથી પ્રચાર કરશે. રાજકોટમાં મહત્વના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે. કાર્યકરો સાથે વ્યૂહાત્મક બેઠક કરશે. ધારીમાં પદયાત્રા અને જાહેરસભા કરવામાં આવશે. ભાવનગરમાં યુવાનો સાથે ટાઉનહોલમાં બેઠક કરશે. ભાવનગરના વેપારીઓને પણ મળશે. પંજાબ સરકારના પ્રધાન અમન અરોરા પણ આજે ગુજરાત ના પ્રવાસે છે. અમન અરોરા સવારે ૧૧:૦૦ વાગ્યે બોડેલીમા પદયાત્રા કરશે. અમન અરોરા આજે બોડેલીમા બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે. અમન અરોરા સાંજે જનસભા ને સંબોધિત કરશે.

09:34 October 10

ગૌવંશ પ્રેમી પહોંચ્યા ઘટના સ્થળે પહોચ્યા હતા

વલસાડ : ડુંગરી જોરવાસણ રેલવે ટ્રેક ઉપર મોડી રાત્રે ટ્રેનની અડફેટે 21 ગૌવંશોના મોત થયા છે. ગૌવંશ પ્રેમી પહોંચ્યા ઘટના સ્થળે પહોચ્યા હતા. સ્થળ ઉપરથી ગૌવંશને હાંકવા માટે ઉપયોગમાં લેવામાં આવતી લાકડી મળી આવી હતી. ભૂતકાળમાં પણ ગૌવંશના મોત અંગેની ઘટનાઓ બની ચુકી છે. GRPFનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

08:46 October 10

પરવાનગી વગર અચાનક ધરણાં પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો

નવસારી : ખેરગામ પોલીસ સ્ટેસ્ટેશન હદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાદ શાંતિ સલામતી માટે અધિક કલેકટર દ્વારા જાહેરમાનું બહાર પાડ્યું છે. ગતરોજ પ્રેદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા પરવાનગી વગર અચાનક ધરણાં પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધરણાં ઉપર બેસેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોને ડિટેઇન કરવા જતાં ફરી વાતાવરણ ગરમાયુ હતું. જીગ્નેશ મેવાણી દ્વારા આજે નવસારી આવવાની જાહેરાત કરવામાં છે. ખેરગામમાં આગામી 9 દિવસ માટે ચાર થી વધુ લોકો ને ભેગા થવા, રેલી સરઘરસ કરવા ઉપર પ્રતિબંધ છે.

08:28 October 10

ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત રાજકારણ પ્રબળ, પાટીદાર સમાજે વસ્તી પ્રમાણે રાજકીય વર્ચસ્વની કરી માંગ

ન્યુઝ ડેસ્ક : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. પાટીદાર સમાજે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પાસે ટિકિટની માંગણી કરતા રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં પાટીદાર સમાજ 15 ટકા વસ્તી ધરાવે છે અને વસ્તીના આધારે પાટીદાર સમાજ હવે ટિકિટની માંગણી પણ શરૂ કરી દીધી છે. રાજકોટ ખાતે લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજની એક મહત્વની બેઠક મળી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

07:30 October 10

શરદ પુર્ણીમાની રાત્રે યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌઆ પુનમ મનાવવામાં આવી

અંબાજી : શરદ પુર્ણીમાની રાત્રે યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌઆ પુનમ મનાવવામાં આવી હતી. નવરાત્રી બાદ ફરી એક વાર અંબાજી મંદિરનું ચાચરચોક શરદપુર્ણીમાએ સોળે કલાએ ખીલેલી રાત્રી એ ખેલૈઆઓ નાં તાલે હિલોળે ચઢ્યુ હતુ.હજારોની સંખ્યામાં ખેલૈઆઓએ શરદ પુનમની રાતના ગરબાની મોજ માણી હતી. રાત્રીના 12.00 ના ટકોરે મંદિરમાં માતાજીનાં નીજ ભાગનાં પટ્ટ ખોલી દુધપૌઆનો ભોગ ચઢાવી કપુર આરતી કરવામાં આવી હતી.

06:37 October 10

રાજકોટ : જીલેટીન સ્ટીક ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ગત 6 ઓક્ટોબરના રોજ ફરિયાદીની કંપનીના રૂમમાં એક્સ્પોઝિવ (ટોટા) ની ચોરી થઇ હતી. કુલ 40,500ના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડાપ્રઘાનના આગમન પૂર્વે ચોરીની ઘટનાથી રાજકોટ પોલીસ દોડતી થઇ છે.

Last Updated : Oct 10, 2022, 10:40 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.