અમદાવાદ- ભારતના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસમાં બ્રહ્મસમાજના (Gujarat Brahmsamaj Meeting) યોગદાનમાં ઉમેરો કરવા, સમાજનું પ્રતિનિધિત્વ વધારવા તથા સમાજના યુવાન-યુવતીઓ માટે નવી તકોનું સર્જન કરવા અને તેમના સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના કાર્યક્રમોની રૂપરેખા (Shri Samast Gujarat Brahmasamaj Program)જાહેર કરી હતી.
યુવા પ્રમુખે આપી પ્રતિક્રિયા - બ્રહ્મા સમાજના યુવા પ્રમુખ માલવ પંડિતે (Gujarat Brahmsamaj Meeting)જણાવ્યું કે સમાજને લગતી સાથે અન્ય સામાજિક સેવા બાબતો તેમજ સ્વાસ્થ્ય, શિક્ષણ તથા રોજગારીલક્ષી આયોજનો ભવિષ્યમાં કરવામાં આવશે. તે માટેના કાર્યક્રમોની રુપરેખા જણાવી તથા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાની યુવા પાંખ દ્રારા ગામે ગામ યુવા હોદેદારોની નિમણૂક, પરશુરામ દાદાની સપ્તાહિક આરતી તેમજ સમાજના યુવાનોનું શક્તિ સંમેલન જેવા સમાજ એકતાના કાર્ય કરવામાં (Shri Samast Gujarat Brahmasamaj Program)આવશે.
આ પણ વાંચોઃ વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ, સમાજના 84 શિક્ષકોને અપાયો બ્રહ્મતેજ એવોર્ડ
રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત બનાવાશે - મુખ્ય આગેવાનો દ્વારા જણાવવામાં (Gujarat Brahmsamaj Meeting) આવ્યું હતું કે સંસ્થાના ટ્રસ્ટી ડો. યજ્ઞેશ દવે સાથે ચર્ચા વિચારણા કરી આગામી કાર્યક્રમો કરવામાં આવશે. બ્રહ્મસમાજના સામાજિક અને આર્થિક યોગદાનની સાથે-સાથે રાજ્યમાં સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બને તેના માટે આગામી સમયમાં સમાજને એક કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં બ્રહ્મસમાજની સંખ્યા અને ટકાવારીને જોતાં હાલમાં રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ ખૂબજ ઓછું છે ત્યારે ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022 ) કોઈ પણ પક્ષમાં રહેલા બ્રાહ્મણ ઉમેદવારોને ટિકીટ આપવામાં આવે તેના માટે રણનીતિ (Shri Samast Gujarat Brahmasamaj Program) ઘડવામાં આવશે.
આ પણ વાંચોઃ વાપીમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા 40 બહેનોને બ્રહ્મનારી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાઈ
સમાજના વિવિધ કાર્યક્રમો- ઉલ્લેખનીય છે કે બ્રહ્મસમાજ દ્વારા નિયમિત ધોરણે વિવિધ કલ્યાણકારી પહેલ કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે રોગ નિદાન કેમ્પ, બિઝનેસ સમીટ, બ્રહ્મ ગૌરવ એવોર્ડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. સાથે પરશુરામ જયંતિ નિમિતે 3 મે ના રોજ ટાગોર હોલ ખાતે ભવ્ય ડાયરાનું આયોજન તથા આવતા મહિને ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરાઈ રહ્યું છે.